Himachal Elections: 'કોંગ્રેસ બની ચુકી છે વાઇડ બોલ', આપની સ્થિતિ નો-બોલ જેવી, હિમાચલમાં બોલ્યા રાજનાથ સિંહ
Himachal Assembly Elections: રાજનાથ સિંહે કહ્યુ કે કોંગ્રેસ ખુબ પ્રયાસ કરી રહી છે પરંતુ તેનું કામ બનવાનું નથી. હવે કોંગ્રેસ એક એવું વિમાન છે જેનું ઈંધણ ખતમ થઈ ચુક્યું છે.
Trending Photos
શિમલાઃ Rajnath Singh In Himachal Pradesh: એક તરફ હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં જોરશોરથી પ્રચાર ચાલી રહ્યો છે. તો બીજીતરફ ઓસ્ટ્રેલિયામાં ટી20 વિશ્વકપ ચાલી રહ્યો છે. આવા માહોલમાં દેશના રાજનેતા ક્રિકેટનો ઉલ્લેખ ન કરે તે કેમ બની શકે. માત્ર ઉલ્લેખ જ નહીં પરંતુ ક્રિકેટ દ્વારા એકબીજા પર કટાક્ષ કરી રહ્યાં છે. સોમવારે ભાજપના વરિષ્ઠ નેતા અને રક્ષામંત્રી રાજનાથ સિંહે હિમાચલ પ્રદેશના બૈજનાથમાં જનસભાને સંબોધિત કરી હતી. આ દરમિયાન તેમણે કોંગ્રેસને 'વાઇડ બોલ' અને આપને 'નો-બોલ' ગણાવી દીધી હતી.
રાજનાથ સિંહે કહ્યુ, 'વર્તમાન રાજનીતિને ક્રિકેટના શબ્દોમાં કહ્યું તો ભાજપ જ્યાં રાજનીતિની પિચ પર ગુડ લેંથ બોલ બની ચુકી છે તો કોંગ્રેસ એક વાઇડ બોલ બની ચુકી છે. આમ આદમી પાર્ટીની સ્થિતિ અહીં 'નો-બોલ'ની છે.' તેમણે આગળ કહ્યું કે હિમાચલ દેવભૂમિ છે. આ વીરતા, પરાક્રમ અને બલિદાનની ધરતી પણ છે. અહીંની માટીમાં રમીને મોટા થયેલા લોકોએ દેશમાં માન, સન્માન અને સ્વાભિમાનની રક્ષા માટે પોતાનું બલિદાન આપ્યું છે.
અમે સમાજને વિભાજીત કરી મત નથી મેળવતા
રક્ષા મંત્રીએ કહ્યું કે જ્યારે કોંગ્રેસનું શાસન હતું તો ભારતની અર્થવ્યવસ્થા નવમાં-દસમાં સ્થાન પર હતી. આજે પીએમ મોદીના નેતૃત્વમાં ભારત દુનિયામાં પાંચમાં સ્થાને છે. તે દિવસ દૂર નથી જ્યારે ભારતની અર્થવ્યવસ્થા દુનિયાના ટોપ-થ્રી દેશોમાં હશે. તેમણે કહ્યું કે અમે હિમાચલ પ્રદેશમાં સમાન નાગરિક સંહિતા લાગૂ કરવાનો સંકલ્પ લીધો છે. કોંગ્રેસના લોકો કહી રહ્યાં છે કે અમે લોકો મત મેળવવા આ કહી રહ્યાં છીએ. અમે સમાજને વિભાજીત કરી મત મેળવવા ઈચ્છતા નથી. ગોવામાં સમાન નાગરિક સંહિતા વર્ષોથી લાગૂ છે. શું ગોવામાં સમાજ તૂટી ગયો છે.
राजनीति की पिच पर कांग्रेस एक ‘वाईड बाल’ तो आम आदमी पार्टी एक ‘नो बाल’ है.. pic.twitter.com/2DvaUcd78a
— Rajnath Singh (@rajnathsingh) November 7, 2022
કોંગ્રેસ એવું જહાજ જેનું ઈંધણ ખતમ થઈ ચુક્યું છે
તેમણે કહ્યું કે કોંગ્રેસ ખુબ પ્રયાસ કરી રહી છે પરંતુ તેનું કામ બનવાનું નથી. કોંગ્રેસ હવે એક એવું વિમાન છે જેનું ઈંધણ ખતમ થઈ ગયું છે. હવે ગમે તે પાયલટ આવી જાય, કોંગ્રેસનું ઉડાન ભરવું તો દૂર, રનવે પર દોડી પણ શકશે નહીં.
મુખ્યમંત્રી જયરામ ઠાકુરની પ્રશંસા કરી
ભાજપના વરિષ્ઠ નેતાએ મુખ્યમંત્રી જયરામ ઠાકુરની પ્રશંસા કરતા કહ્યુ કે હિમાચલના મુખ્યમંત્રી જયરામ ઠાકુરે પાંચ વર્ષમાં ઘણું કામ કર્યું છે. કોઈ તેના પર ચર્ચા કરી શકે છે પરંતુ એક વાત પાક્કી છે કે તેમના પર ભ્રષ્ટાચારનો એક આરોપ લાગ્યો નથી. જ્યારે કોંગ્રેસ પર ભ્રષ્ટાચારના તમામ આરોપ લાગ્યા છે. નોંધનીય છે કે હિમાચલમાં 12 નવેમ્બરે મતદાન થશે અને 8 ડિસેમ્બરે પરિણામ જાહેર થશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે