મોદી કેબિનેટે રાષ્ટ્રીય ખાદ્ય તેલ-પામ મિશનને આપી મંજૂરી, આયાત પર નિર્ભરતા ઓછી કરવાનું લક્ષ્ય

National Mission On Edible Oils: મોદી કેબિનેટે આજે રાષ્ટ્રીય ખાદ્ય તેલ-પામ મિશનને મંજૂરી આપી છે. આ યોજનાની મંજૂરીથી દેશમાં તેલની કમી અને ભાવ વધારા પર કાબુ કરી શકાશે. 

મોદી કેબિનેટે રાષ્ટ્રીય ખાદ્ય તેલ-પામ મિશનને આપી મંજૂરી, આયાત પર નિર્ભરતા ઓછી કરવાનું લક્ષ્ય

નવી દિલ્હીઃ National Mission On Edible Oils: મોદી કેબિનેટે ખાદ્ય તેલોની આયાત પર નિર્ભરતા ઓછી કરવા માટે 11,040 કરોડ રૂપિયાની રાષ્ટ્રીય ખાદ્ય તેલ-તેલ પામ મિશન (NMEO-OP) ને મંજૂરી આપી દીધી છે. કેબિનેટની બેઠક બાદ કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે કહ્યુ કે, રાષ્ટ્રીય મિશન હેઠળ પામ તેલની ખેતી કરનારા માટે જરૂરી સામાનની સહાયતાને બમણી કરી 29 હજાર રૂપિયા પ્રતિ હેક્ટર કરવામાં આવી છે. 

તેમણે કહ્યું તે તેલ પામની ખેતી માટે વૃક્ષારોપણ માટે જરૂરી સામાનની કમી દૂર કરવા માટે સરકાર 15 હેક્ટર માટે 100 લાખ રૂપિયા સુધીની સહાયતા ઉપલબ્ધ કરાવશે. તોમરે કહ્યું કે, ઉત્પાદક ખેડૂતોને ભાવનું આશ્વાસન આપવામાં આવશે. 

— ANI (@ANI) August 18, 2021

મહત્વનું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 15 ઓગસ્ટે લાલ કિલ્લા પરથી રાષ્ટ્રના નામે સંબોધન દરમિયાન નવી કેન્દ્રીય યોજનાની જાહેરાત કરી હતી. કેન્દ્રીય સૂચના અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યુ કે, મંત્રીમંડળના પૂર્વોત્તરના ક્ષેત્ર અને અંડમાન તથા નિકોબાર દ્વીપ સમૂહને ધ્યાનમાં રાખતા એનએમઈઓ-ઓપીને મંજૂરી આપી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news