Union Cabinet Meeting: Rajkot-Kanalus રેલવે ટ્રેક ડબલ કરાશે, ખર્ચ થશે 1080 કરોડ રૂપિયા

Union Cabinet Meeting: આજે PM મોદીની અધ્યક્ષતામાં કેબિનેટની મહત્વપૂર્ણ બેઠક યોજાઇ. આજની બેઠકમાં લેવામાં આવેલા નિર્ણયોને લઇને પીયૂષ ગોયલ અને અનુરાગ ઠાકુરે મિડીયાને જાણકારી આપી હતી. 

Union Cabinet Meeting: Rajkot-Kanalus રેલવે ટ્રેક ડબલ કરાશે, ખર્ચ થશે 1080 કરોડ રૂપિયા

નવી દિલ્હી: Union Cabinet Meeting: આજે PM મોદીની અધ્યક્ષતામાં કેબિનેટની મહત્વપૂર્ણ બેઠક યોજાઇ. આજની બેઠકમાં લેવામાં આવેલા નિર્ણયોને લઇને પીયૂષ ગોયલ અને અનુરાગ ઠાકુરે મિડીયાને જાણકારી આપી હતી. 

અનુરાગ ઠાકુરે કહ્યું હતું કે આજની બેઠકમાં રેલવે અને શિક્ષણ સંબંધી ઘણા નિર્ણય લેવામાં આવ્યા. કેબિનેટે પીએમ પોષણ સ્કીમને શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સ્કીમને 5 વર્ષ માટે ચલાવવામાં આવશે. તેના માટે સરકારે 1.31 લાખ કરોડ રૂપિયા ખર્ચ કરવાનો નિર્ણય લીધો છે. તમને જણાવી દઇએ કે આ સ્કીમ હાલમાં ચાલી રહેલા મિડ-ડે મીલની જગ્યાએ આવશે. આ સ્કીમને કેંદ્ર સરકાર રાજ્ય સરકારોની મદદથી ચલાવશે. પરંતુ મુખ્યરૂપથી બધી જ જવાબદારી કેંદ્ર સરકારની હશે. 

અનુરાગ ઠાકુરે કહ્યું કે યૂનિયન કેબિનેટએ નીચમ-રતલામ ટ્રેકને ડબલ કરવાનો નિર્ણય કર્યો છે. આ કામમાં 1096 કરોડ રૂપિયા ખર્ચ થવાનું અનુમાન છે. આ ઉપરાંત Rajkot-Kanalus લાઇને પણ ડબલ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ કામને પુરૂ કરવામાં લગભગ 1080 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. 
Cabinate Gfx
PM POSHAN: 'સ્વાસ્થ્ય' પર સરકારની નજર, બાળકોના 'પોષણ' માટે લોન્ચ કરશે આ નવી સ્કીમ

વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલે કહ્યું કે મોદી સરકાર નિર્યાતને પ્રોત્સાહન આપવાને લઇને ખૂબ પ્રયત્નશીલ છે. ઉદ્યોગ ક્ષેત્રમાં મેન્યુફેક્ચરિંગ પર ઘણા નિર્ણય લેવામાં આવ્યા છે. 1 વર્ષમાં આત્મનિર્ભર ભારત હેઠળ નિર્યાત પર ફોકસ કરવામાં આવ્યું છે. ચાલુ નાણાકીય વર્ષમાં 21 સપ્ટેમ્બર સુધી દેશમાં 185 બિલિયન ડોલરની નિકાસ થઇ છે જે છ મહિનાનો રેકોર્ડ છે. 

નાના નિકાસકારો જ્યારે એક્સપોર્ટ કરતાં તે ઇચ્છે છે કે તેમનો ઇંશ્યોરેન્સ કવર થાય. કોઇ કારણસર પેમેન્ટ ન આવે, આવી પરિસ્થિતિમાં પેમેન્ટ માટે વિમાની સુવિધા સરકારની કંપની ECGC આપશે. 4400 કરોડનું પેકેજ ECGC ને આપવામાં આવ્યું છે. જેથી 8800 કરોડના વિમા આપવાનો ટાર્ગેટ છે. તેનો ફાયદો 97 ટકા MSME સેક્ટરવાળાને મળશે. 

— ANI (@ANI) September 29, 2021

પીયૂષ ગોયલે જણાવ્યું કે ECGC 3 વર્ષોથી લાભ આપી રહી છે, અને નિયમિત રૂપથી ડિવિડેંડ આપે છે, તેને મોટું બનાવવાનું કામ આજનો નિર્ણય કરશે જેથી આ નિકાસકારોની વધુ સેવા કરી શકીએ. NEIA સંબંધમાં પણ નિર્ણય લેવામાં આવ્યો છે. જે પ્રોજેક્ટ એક્સપોર્ટ્સના ઉપર વિમો આપવાનો ટ્રસ્ટ છે. નેશનલ એક્સપોર્ટ ઇંશ્યોરન્સ એકાઉન્ટ નામથી એક યોજના છે, જેમાં 1,650 કરોડ રૂપિયાનું Capital Infusion નો નિર્ણય આજે કેબિનેટે લીધો છે. 

પીયૂષ ગોયલે કહ્યું કે આજે 97 ટકા ઇંડસ્ટ્રી MSME સેક્ટર્સથી સજ્જ છે. તેનો સીધો લાભ MSME ને મળશે અને વધુ લધુ ઉદ્યોગને મોટા પાયે એક્સપોર્ટ કરવાનો લાભ મળશે. તેમાંથી 500 કરોડ રૂપિયા તાત્કાલિક 500 કરોડ આગામી વર્ષ મળશે. સાથે જ અમે તેના લિસ્ટિંગની પ્રક્રિયા પણ શરૂ કરશે. 33,000 કરોડ રૂપિયા સુધી પ્રોજેક્ટ એક્સપોર્ટને અમે ઇંશ્યોરન્સ કવર આપીશું. તેનાથી ભારતના ઉત્પાદનની લગભગ 22,000 કરોડથી ડિમાન્ડ વધશે.  

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news