દેના, વિજયા બેન્કના બેન્ક ઓફ બરોડામાં વિલયને મંજૂરી, કોઈ કર્મચારીની છટણી નહીં થાય
દેના બેન્ક અને વિજયા બેન્કના કર્મચારીઓને બેન્ક ઓફ બરોડાના કર્મચારી તરીકે ટ્રાન્સફર કરવામાં આવશે, એટલે એક પણ કર્મચારીને તેની નોકરીમાંથી હાથ ધોવો નહીં પડે
Trending Photos
નવી દિલ્હીઃ કેન્દ્રીય મંત્રીમંડળને બુધવારે સરકારી બેન્કો દેના બેન્ક, વિજયા બેન્ક અને બેન્ક ઓફ બરોડા (બીઓબી)ના વિલયને મંજૂરી આપી દીધી છે. કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદના જણાવ્યા અનુસાર, આ વિલયથી બેન્ક ઓફ બરોડા દેશની ત્રીજી સૌથી મોટી બેન્ક અને 'વૈશ્વિક સ્પર્ધાત્મક એકમ' બની જશે. આ સાથે જ મંત્રીએ જણાવ્યું કે, દેના બેન્ક અને વિજયા બેન્કના કર્મચારીઓને બેન્ક ઓફ બરોડાના કર્મચારી તરીકે ટ્રાન્સફર કરવામાં આવશે, એટલે એક પણ કર્મચારીને તેની નોકરીમાંથી હાથ ધોવો નહીં પડે.
સરકાર જાહેર ક્ષેત્રની બેન્કોમાં સહયોગ માટે અગાઉથી જ એક વિશેષ ફંડ ઉપલબ્ધ કરાવાની વાત જણાવી ચૂકી છે. સરકારને આશા છે કે, આ ત્રણેય બેન્કના વિલયથી અસ્તિત્વમાં આવનારી બેન્ક વધુ સારી રીતે કામ કરશે.
સરકારે સપ્ટેમ્બર મહિનામાં જ જાહેર ક્ષેત્રની બેન્ક વિજયા બેન્ક અને દેના બેન્કની રિઝર્વ બેન્કની તાત્કાલિક સુધારા કાર્યવાહી (પીસીએ) રૂપરેખા અંદર્ગત બેન્ક ઓફ બરોડામાં વિલય કરવાની જાહેરાત કરી હતી.
આ વિલયથી દેશની ત્રીજી સૌથી મોટી બેન્ક અસ્તિત્વમાં આવી જશે. બેન્કિંગ યુનિયન સતત આ વિલયનો વિરોધ કરી રહ્યું છે. યુનિયનોનો દાવો છે કે, સરકાર આ પ્રકારના વિલય દ્વારા બેન્કોનો આકાર વધારવા માગે છે. જોકે, જો તમામ જાહેર ક્ષેત્રની બેન્કોને મિલાવીને એક કરી દેવામાં આવે તો પણ તેના પછી અસ્તિત્વમાં આવેલી બેન્ક દુનિયાની ટોચની 10 બેન્કમાં સ્થાન નહીં મેળવી શકે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે