યુનિલીવર 3.1 અબજ પાઉન્ડમાં ખરીદશે ગ્લેક્સો સ્મિથક્લાઈન, Horlicks અને Boost
સાબુ, તેલ જેવા રોજિંદા ઉત્પાદનો બનાવતી નેધરલેન્ડ્સની કંપની યુનિલીવરે હોર્લિંક્સ જેવા ઉત્પાદનો બનાવતી કંપની ગ્લેક્સો સ્મિથ ક્લાઈન (GSK)ના આરોગ્યવર્ધક પીણા અને ખાદ્ય પદાર્થોનો કારોબાર અધિગ્રહણ કરવાની તૈયારી કરી છે...
Trending Photos
નવી દિલ્હીઃ સાબુ, તેલ જેવા રોજિંદા ઉપયોગની ચીજવસ્તુઓ બનાવતી નેધરલેન્ડ્સની કંપની યુનિલીવરે 3.1 અબજ પાઉન્ડમાં હોર્લિક્સ જેવા ઉત્પાદનો બનાવતી કંપની ગ્લેક્સો સ્મિથ ક્લાઈન(GSK)નાં આરોગ્ય વર્ધક પીણા અને ખાદ્ય પદાર્થોના ઉત્પાદનનો કારોબાર અધિગ્રહણ કરવાની તૈયારી કરી છે. યુનિલીવરનું ભારતીય એકમ હિન્દુસ્તાન યુનિલીવર લિમિટેડ (HUL) ગ્લેક્સો સ્મિથ ક્લાઈન કન્ઝ્યુમર હેલ્થકેર લિમિટેડ (GSKCH India) સંપૂર્ણ કારોબાર ખરીદી લેશે. આ સોદો શેરના લેણ-દેણ સાથે થશે. તેના દ્વારા GSKCH Indiaનું મુલ્યાંકન રૂ.31,700 કરોડ આંકવામાં આવ્યું છે.
GSKCH India ભારતીય બજારમાં આરોગ્યવર્ધક પીણા અને ખાદ્ય પદાર્થોની શ્રેણીની મુખ્ય કંપની છે. તેના હોર્લિક્સ અને બૂસ્ટ જેવી બ્રાન્ડ અત્યંત લોકપ્રિય છે. યુનિલીવરના અનુસાર આ સોદામાં બાંગ્લાદેશ સહિત 20 અન્ય એશિયન બજારોના કારોબારનો સમાવેશ થાય છે.
HUL શેરોની લેતી-દેતી સાથે GSKCH Indiaનું અધિગ્રહણ કરશે. જેના અંતર્ગત GSKCH Indiaના દરેક શેર માટે HULને 4.39 શેર આપવામાં આવશે. કંપની જીએસકે બાંગ્લાદેશ લિમિટેડમાં 82 ટકા ભાગીદારી ખરીદશે. આ સોદામાં ભારતની બહાર કેટલાક વાણિજ્યિક એકમોનું સંચાલન અને સંપત્તિનો સમાવેશ થાય છે.
HULએ આ અંગે જણાવ્યું કે, અમારી કંપની અને GSKCH India એક નિશ્ચિત સહમતી પર પહોંચી ચૂક્યા છીએ. HULના નિર્દેશક મંડળે GSKCH Indiaના અધિગ્રહણને મંજુરી આપી દીધી છે.
યુનિલીવરના અધ્યક્ષ (ખાદ્ય અને પીણા) નિતિન પરાંજપેએ જણાવ્યું કે, દુનિયાભરમાં હોર્લિક્સ બ્રાન્ડનો પોતાનો એક વારસો, પ્રતિષ્ઠા અને વિશ્વસનિયતા છે. આ અધિગ્રહણ અમારા ખાદ્ય અને પીણાના કારોબારનું વિસ્તરણ કરશે અને કંપનીને આરોગ્યવર્ધક ખાદ્ય અને પાણાની શ્રેણીમાં પહોંચાડવામાં મદદ કરશે.
આ પ્રસંગે એચયુએલના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર સંજીવ મેહતાએ જણાવ્યું કે, જીએસકે ઈન્ડિયા સાથે આ પ્રસ્તાવિત રણનીતિગત વિલયથી અમે અમારા ગ્રાહકોની પોષણ સંબંધિત જરૂરિયાતો પૂરી કરવા માટે નવી શ્રેણીમાં વેપાર કરીશું. તેમણે જણાવ્યું કે, અધિગ્રહણ બાદ કંપનીનો ખાદ્ય અને પીણાના વેપારનો આકાર 10,000 કરોડ રૂપિયાનો થઈ જશે.
મેહતાએ વધુ માહિતી આપતા કહ્યું કે, અમે દેશમાં ખાદ્ય અને પીણાના કારોબાર કરતી દેશની સૌથી મોટી કંપનીઓમાંના એક બની જઈશું. પ્રાપ્ત આંકડા અનુસાર, માર્ચ 2018ના સમાપ્ત નાણાકિય વર્ષમાં જીએસકે ઈન્ડિયાનો કુલ વેપાર રૂ.4,200 કરોડ હતો. જેમાં સૌથી મહત્વની ભાગીદારી હોર્લિંક્સ અને બૂસ્ટ બ્રાન્ડની છે.
GSKCH Indiaના હિન્દુસ્તાન યુનિલિવરમાં વિલયની પ્રક્રિયામાં GSKCH ના દરેક શેરના બદલે તેને HULમાં 4.39 શેરની ભાગીદારી આપવામાં આવશે. આ રીતે જીએસકેના 100 ટકા શેરની ખરીદીની કિંમત રૂ.31,700 કરોડ થશે. વિલય બાદ નવી બનતી કંપનીમાં HULમાં યુનિલીવરની ભાગીદારી 67.2 ટકાથી ઘટીને 61.9 ટકા રહી જશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે