Coronavirus: કોવિડ 19ના લક્ષણને લઇને WHO એ કહી આ નવી વાત, એક વાર જરૂર વાંચી લેજો
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (World Health Organization)એ કહ્યું કે દેશોને કોરોના વાયરસ (Coronavirus) સંક્રમણના કેસ શોધવા માટે લોકોની તપાસ કરવી જોઇએ અને તે લોકોની પણ તપાસ કરવી જોઇએ જેમનામાં કોરોનાના લક્ષણ નથી
Trending Photos
નવી દિલ્હી: વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (World Health Organization)એ કહ્યું કે દેશોને કોરોના વાયરસ (Coronavirus) સંક્રમણના કેસ શોધવા માટે લોકોની તપાસ કરવી જોઇએ અને તે લોકોની પણ તપાસ કરવી જોઇએ જેમનામાં કોરોનાના લક્ષણ નથી.
તપાસનો ઘેરાવો વધારવો જોઇએ: WHO
કોવિડ 19 માટે ડબ્લ્યૂએચઓ (WHO) ની ટેક્નોલોજી પ્રમુખ મારિયા વાન કેરખોવે (Head of Technology, Maria Van Kerkhove)એ એક સંવાદદાતા સંમેલનમાં કહ્યું કે તપાસનો ઘેરાવો વધારવો જોઇએ તથા તે લોકોને પણ તપાસ કરવી જોઇએ જેમાં સંક્રમણના લક્ષણ અથવા તો એકદમ સામાન્ય અથવા પછી નથી. આ પહેલાં અમેરિકી સ્વાસ્થ્ય એજન્સી (Health Agency)એ પોતાની નિતીમાં ફેરફાર કરતાં કહ્યું કે સંક્રમિત લોકોના સંપર્કમાં આવેલા એવા લોકો જેમાં સંક્રમણના લક્ષણ નથી, તેમની તપાસ કરવી જરૂરી નથી.
અમેરિકાની નીતિ ખોટી
અમેરિકાના રોગ નિયંત્રણ તથા સારવાર કેન્દ્ર (Centers for Disease Control and Prevention)ની નીતિમાં ફેરફાર પહેલાં સ્થાનિક સ્વાસ્થ્ય અધિકારીઓને કહ્યું હતું હતું કે સંક્રમિત લોકોના 1.8 મીટરના દાયરામં 15 મિનિટ સુધી જે પણ વ્યક્તિ આવે છે તેમની તપાસ કરવી જોઇએ. જોકે નવા દિશા-નિર્દેશો (New Guidelines)ના અનુસાર સંક્રમિત લોકોના નજીકમાં સંપર્કમાં આવેલા લોકોમાં જો સંક્રમણના લક્ષણ નથી તો તેમને તપાસ અક્રવાની જરૂર પણ નથી.
લોકો હવે સોશિયલ ડિસ્ટન્સનું પાલન નથી કરી રહ્યા
કેરખોવેએ કહ્યું કે 'આ ખૂબ જ જરૂરી છે કે તપાસને એક અવસર તરીકે લેવી જોઇએ, જેથી સંક્રમિત લોકોને અલગ કરી શકાય. તેમના સંપર્કોથી જાણી શકાય. સંક્રમણ ફેલાવવાની ચેનને તોડવા માટે આ જરૂરી છે. તેમણે અખ્યું કે આ ચિંતાનો વિષય છે કે લોકો હવે સોશિયલ ડિસ્ટન્સ (Social Distance)ના નિયમોનું કડકાઇપૂર્વક પાલન કરતા નથી. કેરખોવેના અનુસાર માસ્ક પહેર્યા બાદ પણ એક મીટરનું અંતર જાળવવું જોઇએ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે