પીએમ મોદી અને યોગીના રહેતા ના બન્યું મંદિર તો લોકોને લાગશે આઘાત: ઉમા ભારતી
કેન્દ્રીય વૉટર રિસોર્સિસ, રિવર ડેવલપમેન્ટ અને ગંગા સંરક્ષણ મંત્રી ઉમા ભારતીએ રવિવારે ભોપાલમાં કહ્યું કે, તે સાચું છે કે મોદી પ્રધાનમંત્રી હોય અને યોગીજી મુખ્યમંત્રી હોય અને તો પણ રામમંદિરના નિર્માણનો માર્ગ ના કાઢીએ તો લોકોને આ વાતથી આશ્ચર્ય થશે કે આપણે રામ મંદિર માટે માર્ગ બનાવી શકતા નથી.
Trending Photos
ભોપાલ: કેન્દ્રીય મંત્રી ઉમા ભારતીએ રવિવારે કહ્યું કે જો પ્રધાનમંત્રીના રૂપમાં નરેન્દ્ર મોદી તેમજ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીના રૂપમાં યોગી આદિત્યનાથના રહેતા અયોધ્યામાં રામમંદિરનું નિર્માણ ના થયું તો દેશની જનતાને આઘાત લાગશે. કેન્દ્રીય વૉટર રિસોર્સિસ, રિવર ડેવલપમેન્ટ અને ગંગા સંરક્ષણ મંત્રી ઉમા ભારતીએ રવિવારે ભોપાલમાં કહ્યું કે, તે સાચું છે કે મોદી પ્રધાનમંત્રી હોય અને યોગીજી મુખ્યમંત્રી હોય અને તો પણ રામમંદિરના નિર્માણનો માર્ગ ના કાઢીએ તો લોકોને આ વાતથી આશ્ચર્ય થશે કે આપણે રામ મંદિર માટે માર્ગ બનાવી શકતા નથી.
વધુમાં વાંચો: આંદમાન અને નિકોબારના 3 ટાપુઓનું બદલ્યું નામ, રોસ આઇલેન્ડનું નામ હશે નેતાજી સુભાષચંદ્ર બોઝ
રામ મંદિર આંદોલન બાદ ભાજપની સીટો વધી: ઉમા ભારતી
વધુમાં તેમણે કહ્યું કે ‘It Will Be Shock to the People (આ તે લોકો માટે આઘટજનક હશે). આ સાચું છે કે ભાજપની (વર્ષ 1984માં થયેલી લોકસભા ચૂંટણીમાં) બે બેઠકો હતી. જ્યારે રામમંદિર આંદોલન થયું તો વર્ષ 1989માં બે બેઠકોથી 84 બેઠકો થઇ હતી અને છેલ્લે 2014માં લોકસભા ચૂંટણીમાં 284 બેઠક આવી ગઇ હતી. તેમણે કહ્યું કે, રામમંદિરની ઘણી મોટી ભૂમિકા રહી છે. એટલા માટે પીએમ મોદી અને સીએમ યોગીના રહેતા જે રીતની લોકોની આશા છે, રામ મંદિરના નિર્માણનો માર્ગ નિકળવો જઇએ.
રામ મંદિર નિર્માણનું દરેક પરિસ્થિતીમાં માર્ગ નિકળવો જોઇએ: કેન્દ્રીય મંત્રી
ઉમા ભારતીએ જણાવ્યું કે, હું આજે પણ એ દ કહીશ ભલે એક્ટ હોય, કે પછી અધ્યાદેશ હોય, યોગ્યતાનો માર્ગ બનાવીને જ રામ મંદિર નિર્માણનો માર્ગ નિકાળવો જોઇએ અને તેમાં બધાએ સહયોગ આપવો જોઇએ. આ વાતની સાથે હોવું જોઇએ કે તમે (રામમંદિર નિર્માણની) વાત શુરૂ કરો અમે તમારો સાથ આપીશું. આ પહેલા અટલજીના સમયમાં પણ થઇ હતી અને ચંદ્રશેખરજીના સમય પર પણ થઇ હતી. જ્યારે તેમને સવાલ કરવામાં આવ્યો કે પીએમ મોદીનો જોદુ હજુ પણ ચાલશે તો તેમણે કહ્યું કે, પીએમ મોદીનો જાદુ તો ચાલશે. હમણાં અમે ત્રિપુરા માં વિવિધ નગર સંસ્થા ચૂંટણી જીતી છે. તે પોતાની જાતને માં ખૂબ મોટી મુશ્કેલી હતી. ત્યાં અમારી સરકાર બનાવું ઘણી મુશ્કેલી ભર્યું હતું. એટલા માટે પીએમ મોદીનો જાદુ હજુ પણ ચાલી રહ્યો છે.
2019માં ફરીથી પીએમ બનશે મોદી: ઉમા ભારતી
ઉમા ભારતીએ ઉદાહરણ આપતા કહ્યું કે 2003માં અમે દરેક વિધાનસભા જીત્યા હતા. પરંતુ વર્ષ 2004માં લોકસભામાં હાર્યા હતા. એવું પણ થાય કે જે વિધાનસભામાં હોય તે લોકસભામાં ન હોય. તેનો પણ શિકાર અમે જ થયા હતા. તેમણે કહ્યું કે મોદી સરકાર લોકોના વિશ્વાસ પર ખરી ઉતરી છે. તેઓ આગામી વર્ષે યોજાનાર લોકસભા ચૂંટણીમાં પ્રચંડ જીતની સાથે દાવેદાર પ્રધાનમંત્રી બનશે.
ભગવાનની નથી હોતી કોઇ જાતી: કેન્દ્રીય મંત્રી
ભગવાન હનુમાનને જાટ, મુસ્લિમ તેમજ દલિત કહેવા વિશે પુછવામાં આવેલા સવાલ પર ઉમાએ કહ્યું કે, ભગવાનની તો એક જ જાતી હોય છે કે તેઓ ભગવાન હોય છે. ભક્તની પણ એક જ જાતી હોય છે કે તેઓ ભક્ત છે. આ ઉપરાંત કંઇ નથી હોતું. આ ઉપરાંત તો જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ હોય છે. એટલા માટે હું તો એટલું જ કહીશ કે ના તો ભક્તની કોઇ જાતિ હોય છે અને ના ભગવાનની. જે રીતે સૂર્યની જાતી નથી, હવાની નથી, પાણીની નથી. એવી રીતે ભગવાન અને ભક્તની પણ કોઇ જાતી નથી હોતી. તેઓ ભક્ત હોય છે, તે જ તેમની જાતી હોય છે અને ભગવાન હોય છે તે જ તેમની જાતિ હોય છે.
શિવરાજ ટાઇગર છે: ઉમા ભારતી
મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ દ્વારા સ્વયંમને ટાઇગર કહેવા વિશે પુછવામાં આવેલા એક સાવલના જવાબમાં ઉમા ભારતીએ કહ્યું કે શિવરા ટાઇગર છે. તેમણે એવું તો નથી કહ્યું કે, હું (ઉમા) ફાયર બ્રાંડ નથી. ઉમાએ કહ્યું કે, હું ફાયર બ્રાંડ રહીશ અને તેઓ (શિવરાજ) ટાઇગર રહેશે. મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી કમલનાથના નેતૃત્વવાળી કોંગ્રેસ સરકારનું કામ કરવાની રીત પર તેમણે કહ્યું કે, લોકતંત્રની સુંદર સંમિશ્રણ છે કે અમને (ભાજપ) વોટ વધારે મળ્યા, સરકાર તેમની (કોંગ્રેસ) બની.
જનતાના હિતો પર કુઠારઘાત પર અમે પ્રદેશ સરકારની સામે લાકડી લઇને ઉભા રહીશું
ઉમા ભારતીએ જણાવ્યું કે, અમે નવી સરકારને અસ્થિર નહી કરીશું. અમે જનમતનું સન્માન કરીએ છે. તેઓ સરકાર ચલાવે. અમે તો એ જોવાના છે કે અસ્થિરતા તેમજ (કોંગ્રેસ પાર્ટીમાં) આંતરિક સંઘર્ષમાં જનતાનું નુકસાન ન થાય. ગરીબ તેમજ જનતાના હિતો પર કુઠારઘાત ન થાય. તેમણે કહ્યું કે, જો ગરીબોના હિતો પર કુઠારાઘાત થશે તો અમે લાકડી લઇને સામે ઉભા થઇ જઇશું.
(ઇનપુટ ભાષા)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે