ઉદ્ધવ ઠાકરેએ શપથ ગ્રહણ સમારોહ માટે સાંગલીના આ ખેડૂત દંપતિને મોકલ્યું ખાસ નિમંત્રણ

15 નવેમ્બરના રોજ ઉદ્ધવ ઠાકરેએ નપે સાંગલીના વિટા વિસ્તારની મુલાકાત કરી હતી. આ દરમિયાન તેમની મુલાકાત સંજય સાવંત અને તેની પત્ની રૂપાલી સાવંત સાથે થઈ હતી. આ ખેડૂત અને વિઠ્ઠલ ભક્તોએ શિવસેનાનો મુખ્યમંત્રી બનાવવા માગણી કરી હતી. ભગવાન વિઠ્ઠળની નગરી પંઢરપુરથી ચંદ્રભાગા નદીમાંથી લાવેલું તીર્થ અને તુલસીની માળા પણ ઉદ્ધવ ઠાકરેને ભેટમાં આપવામાં આવી હતી. સાથે જ શિવસેનાનો મુખ્યમંત્રી બને તેના માટે આ દંપતિએ 5 દિવસનો ઉપવાસ પણ રાખ્યો હતો. 

ઉદ્ધવ ઠાકરેએ શપથ ગ્રહણ સમારોહ માટે સાંગલીના આ ખેડૂત દંપતિને મોકલ્યું ખાસ નિમંત્રણ

મુંબઈ/સાંગલીઃ શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે ગુરુવારે મુખ્યમંત્રી પદના શપથ લેશે. આ શપથ ગ્રહણ સમારોહ માટે ઉદ્ધવ ઠાકરેએ સાંગલીના વિટા વિસ્તારમાં રહેતા વિઠ્ઠળ ભક્ત ખેડૂત દંપતિને ખાસ નિમંત્રણ મોકલ્યું છે. શિવસેનાએ શપથ ગ્રહણમાં સામાન્ય લોકોને પણ સાંકળવાનો પ્રયાસ કર્યો છે. 

હકીકતમાં 15 નવેમ્બરના રોજ ઉદ્ધવ ઠાકરેએ નપે સાંગલીના વિટા વિસ્તારની મુલાકાત કરી હતી. આ દરમિયાન તેમની મુલાકાત સંજય સાવંત અને તેની પત્ની રૂપાલી સાવંત સાથે થઈ હતી. આ ખેડૂત અને વિઠ્ઠલ ભક્તોએ શિવસેનાનો મુખ્યમંત્રી બનાવવા માગણી કરી હતી. ભગવાન વિઠ્ઠળની નગરી પંઢરપુરથી ચંદ્રભાગા નદીમાંથી લાવેલું તીર્થ અને તુલસીની માળા પણ ઉદ્ધવ ઠાકરેને ભેટમાં આપવામાં આવી હતી. સાથે જ શિવસેનાનો મુખ્યમંત્રી બને તેના માટે આ દંપતિએ 5 દિવસનો ઉપવાસ પણ રાખ્યો હતો. 

આ દંપતિ 90 કિમી સુધી ચપ્પલ પહેર્યા વગર ભગવાન વિઠ્ઠલના દર્શન કરવા માટે પંઢરપુર ગયા હતા. હવે ઉદ્ધવ ઠાકરેએ આ દંપતિને નવી સરકારના શપથ ગ્રહણ સમારોહમાં બોલાવ્યું છે. શિવસેનાના સાંસદ વિનાયક રાઉતે તેમને ફોન કર્યો અને ઉદ્ધવ ઠાકરેનું નિમંત્રણ વિઠ્ઠલ ભક્ત ખેડૂત દંપતિને આપ્યું છે. આ દંપતિ ગુરૂવારે યોજાનારા શપથ ગ્રહણ સમારોહમાં મુંબઈ આવી રહ્યું છે. 

ભગવાન વિઠ્ઠલના ભક્ત ખેડૂત સંજય સાવંતે જણાવ્યું કે, ઉદ્ધવ ઠાકરે જ ખેડૂતોને ન્યાય આપી શકે છે. ઉદ્ધવ ખેડૂતોના હિત જાણે છે એવો અમને વિશ્વાસ છે, આથી ઉદ્ધવ ઠાકરે જ મુખ્યમંત્રી બને એવી ખેડૂતો અને વિઠ્ઠલ ભક્તોની ઈચ્છા છે. તેઓ જ્યારે સાંગલી આવ્યા હતા ત્યારે અમે તેમને કહ્યું હતું કે, શિવસેનાનો જ મુખ્યમંત્રી બનવો જોઈએ અને અમે શપથ ગ્રહણ સમારોહમાં આ જોવા માગીએ છીએ. 

અમે ઉદ્ધવ ઠાકરેને કહ્યું હતું કે, શપથ ગ્રહણ સમારોહમાં અમને સ્ટેજના નીચે સ્થાન મળશે તો પણ ચાલશે. તેના જવાબમાં ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે, શપથ ગ્રહણ સમારોહમાં સ્ટેજ પર સ્થાન મળશે. આજે તેમના તરફથી નિમંત્રણ મળ્યું છે અને હું મુંબઈ પહોંચ્યો છું. 

જુઓ LIVE TV...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news