J&K: શોપિયામાં આતંકી અથડામણ, સુરક્ષાદળોએ 3 આતંકવાદીને ઠાર કર્યા

જમ્મુ-કાશ્મીર (Jammu and Kashmir)માં સુરક્ષાદળોની કાર્યવાહીમાં બે આતંકીઓ માર્યા ગયા છે. શોપિયા જિલ્લાના સુગન ગામમાં મોડી રાત સુધી ચાલેલી અથડામણ બાદ સુરક્ષાદળોએ આજે સવારે આતંકવાદીઓને તેમના અસલ અંજામ સુધી પહોંચાડી દીધા. 

J&K: શોપિયામાં આતંકી અથડામણ, સુરક્ષાદળોએ 3 આતંકવાદીને ઠાર કર્યા

કાશ્મીર: જમ્મુ-કાશ્મીર (Jammu and Kashmir)માં સુરક્ષાદળોની કાર્યવાહીમાં ત્રણ આતંકીઓ માર્યા ગયા છે. શોપિયા જિલ્લાના સુગન ગામમાં મોડી રાત સુધી ચાલેલી અથડામણ બાદ સુરક્ષાદળોએ આજે સવારે આતંકવાદીઓને તેમના અસલ અંજામ સુધી પહોંચાડી દીધા. 

— ANI (@ANI) October 7, 2020

કાશ્મીર પોલીસનું નિવેદન
કાશ્મીર પોલીસના આઈજીએ અગાઉ બે આતંકવાદી માર્યા ગયા હોવાની પુષ્ટિ કરી હતી. તેમણે કહ્યું કે બે અજાણ્યા આતંકવાદીને ઠાર કર્યા છે અને હાલ ત્યાં સર્ચ ઓપરેશન ચાલુ છે. અથડામણની વધુ વિગતો પછી શેર કરવામાં આવશે. આઈજીએ કહ્યું કે ફોર્સને માર્યા ગયેલા આતંકીઓ પાસેથી હથિયારો મળી આવ્યા છે. 

— ANI (@ANI) October 7, 2020

ઝી મીડિયા સાથે વાતચીતમાં જમ્મુ અને કાશ્મીર પોલીસ અધિકારીએ કહ્યું કે તમામ આતંકવાદીઓને સરન્ડર કરવાનું કહેવાયું હતું પરંતુ તેમણે વાતનો જવાબ ફાયરિંગથી આપ્યો અને ત્યારબાદ આતંકવાદીઓને અથડામણમાં ઠાર કરાયા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news