PM મોદી બાદ હવે મહારાષ્ટ્રના મુખ્યમંત્રીને માઓવાદીઓની ધમકી

વડાપ્રધાન મોદીને નિશાન બનાવવા માટે રાજીવ ગાંધીની હત્યા જેવું કાવતરૂ હોવાનો ખુલાસો થયા બાદ  માઓવાદીઓનો પત્ર મળ્યો છે. આ પત્રમાં મહારાષ્ટ્રનાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને તેનાં પરિવાર વિરુદ્ધ કાવત્રું રચાયું અને હત્યાની ધમકીનું કાવત્રું રચાયું હોવાનો ખુલાસો થયો છે. મહારાષ્ટ્રનાં ગૃહમંત્રાલયનાં સુત્રો અનુસાર આ પત્રમાં હાલનાં ગઢચિરોલી એન્કાઉન્ટરનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે.જ્યાં માઓવાદીઓને ઠાર મારવામાં આવ્યા હતા. 
PM મોદી બાદ હવે મહારાષ્ટ્રના મુખ્યમંત્રીને માઓવાદીઓની ધમકી

નવી દિલ્હી : વડાપ્રધાન મોદીને નિશાન બનાવવા માટે રાજીવ ગાંધીની હત્યા જેવું કાવતરૂ હોવાનો ખુલાસો થયા બાદ  માઓવાદીઓનો પત્ર મળ્યો છે. આ પત્રમાં મહારાષ્ટ્રનાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને તેનાં પરિવાર વિરુદ્ધ કાવત્રું રચાયું અને હત્યાની ધમકીનું કાવત્રું રચાયું હોવાનો ખુલાસો થયો છે. મહારાષ્ટ્રનાં ગૃહમંત્રાલયનાં સુત્રો અનુસાર આ પત્રમાં હાલનાં ગઢચિરોલી એન્કાઉન્ટરનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે.જ્યાં માઓવાદીઓને ઠાર મારવામાં આવ્યા હતા. 

બંન્ને પત્રો પાંચ પેજનાં છે અને તેમાં મે 2018 લખવામાં આવ્યું છે. પીપલ્સ લિબરેશન ગુરિલ્લા આર્મીએ આ પત્રમાં લખ્યું કે, દંડકારણ્યમાં આદિવાસીઓ પર ભારતની સરકાર અત્યાચાર કરી રહી છે. ગઢચિરોલી જેવા એન્કાઉન્ટરનો ઉલ્લેખ કરતા કહ્યું છે કે તેમનાં કારણે સંગઠનોને ઘણુ નુકસાન થયું છે. તે પહેલા ભીમા કોરેગાંવમાં જાન્યુઆરીમાં થયેલી હિંસામાં આરોપીઓ પૈકી એક એવો પત્ર મળ્યો હતો જેમાં વડાપ્રધાન મોદીની હત્યાનું કાવત્રું રચાયુ હોવાનો ઉલ્લેખ પણ હતો. 

રાજીવ ગાંધીની હત્યા જેવું આયોજન મોદીને મારવા માટે પણ કરાયું હોવાનો ઉલ્લેખ કરાયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, ભીમા કોરેગાંવ હિંસામાં કથિત રીતે સંડોવાયેલા હોવાનાં આરોપમાં પોલીસે રોન જેકબ વિલ્સન, સુધીર ઢાવલે, સુરેન્દ્ર ગાંડલિંગ સહિત પાંચ લોકોની ધરપકડ કરી હતી. જે પૈકી વિલ્સનને દિલ્હી ખાતેથી ઝડપવામાં આવ્યો હતો. પોલીસનો દાવો છે કે, આ પત્ર વિલ્સનનાં દિલ્હી મુનિરકા ખાતેનાં ફ્લેટ ખાતેથી ઝડપાયા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news