નવા વર્ષે પાકિસ્તાનની કાયરતાપૂર્ણ હરકત, સેનાના બે જવાનો શહીદ
જમ્મુ અને કાશ્મીર (Jammu and Kashmir) ના રાજૌરી જિલ્લામાં નિયંત્રણ રેખા પાસે આજે હથિયારધારી પાકિસ્તાની ઘૂસણખોરોની સાથે અથડામણમાં સેનાના બે જવાનો શહીદ થયા.
Trending Photos
નવી દિલ્હી: જમ્મુ અને કાશ્મીર (Jammu and Kashmir) ના રાજૌરી જિલ્લામાં નિયંત્રણ રેખા પાસે આજે હથિયારધારી પાકિસ્તાની ઘૂસણખોરોની સાથે અથડામણમાં સેનાના બે જવાનો શહીદ થયા. અધિકારીઓએ જણાવ્યું કે ઘૂસણખોરીઓને જ્યારે ખારી થરયાટ જંગલમાં તેઓ પીઓકેમાંથી ભારતમાં ઘૂસવાની કોશિશ કરતા હતાં ત્યારે રોકવામાં આવ્યાં ત્યારે આ ઘટના ઘટી.
Two Indian Army soldiers have lost their lives during a cordon & search operation in Nowshera sector(J&K). The operation is still in progress. Further details awaited. pic.twitter.com/yIk6GMdZzD
— ANI (@ANI) January 1, 2020
જમ્મુમાં ભારતીય સેનાના સંપર્ક અધિકારી લેફ્ટેનન્ટ કર્નલ દેવેન્દ્ર આનંદે એક નિવેદનમાં જણાવ્યું કે નૌશેરા સેક્ટરમાં ઘેરાબંધી અને સર્ચ અભિયાન દરમિયાન સેનાના બે જવાનો શહીદ થયાં. અભિયાન હજુ ચાલુ છે અને વિસ્તૃત જાણકારીની પ્રતીક્ષા છે.
અધિકારીઓએ જણાવ્યું કે સંદિગ્ધ આતંકીઓની ગતિવિધિની સૂચના મળ્યા બાદ સર્ચ અભિયાન શરૂ કરવામાં આવ્યું. તેમણે જણાવ્યું કે ઘૂસણખોરોએ સૈનિકો પર ફાયરિંગ શરૂ કરી દીધુ. ભીષણ અથડામણમાં સેનાના બે જવાનો શહીદ થયાં. અધિકારીઓએ કહ્યું કે વિસ્તારમાં મોટું અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.
જુઓ LIVE TV
અત્રે જણાવવાનું કે પાકિસ્તાન સતત ભારતને કાશ્મીર મુદ્દે હેરાન પરેશાન કરવા માટે નવા નવા કાવતરા રચી રહ્યું છે. આતંકવાદીઓને કાશ્મીરમાં ઘૂસાડવા માટે મથામણ કરી રહ્યું છે. પરંતુ ભારતીય સેના જીવ પર ખેલીને તેમના આ નાપાક ઈરાદા પાર પડવા દેતા નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે