આગરા-લખનઉ એક્સપ્રેસ-વે પર બે ભીષણ અકસ્માત, 7ના મોત, 50થી વધુ ઘાયલ

આગરા-લખનઉ એક્સપ્રે-વે પર એકવાર ફરી અકસ્માત સર્જાયો છે. શનિવારે મોડીરાત્રે આગરા-લખનઉ એક્સપ્રેસ-વે પર બે ભીષણ અકસ્માત સર્જાયા હતા. પહેલો અકસ્માત મેનપુરીના જિલ્લાના કરહલ થાનાક્ષેત્ર પાસે થયો, જેમાં 30થી વધુ લોકો ઘાયલ થયા હતા. તો બીજો અકસ્માત થાના ડૌકી વિસ્તાર પાસે થયો, જેમાં બે ડઝનંથી વધુ લોકો ઘાયલ થયા છે. 
આગરા-લખનઉ એક્સપ્રેસ-વે પર બે ભીષણ અકસ્માત, 7ના મોત, 50થી વધુ ઘાયલ

નવી દિલ્હી: આગરા-લખનઉ એક્સપ્રે-વે પર એકવાર ફરી અકસ્માત સર્જાયો છે. શનિવારે મોડીરાત્રે આગરા-લખનઉ એક્સપ્રેસ-વે પર બે ભીષણ અકસ્માત સર્જાયા હતા. પહેલો અકસ્માત મેનપુરીના જિલ્લાના કરહલ થાનાક્ષેત્ર પાસે થયો, જેમાં 30થી વધુ લોકો ઘાયલ થયા હતા. તો બીજો અકસ્માત થાના ડૌકી વિસ્તાર પાસે થયો, જેમાં બે ડઝનંથી વધુ લોકો ઘાયલ થયા છે. 

મૈનપુરી પાસે થયો પ્રથમ અકસ્માત
મૈનપુરી જિલ્લાના કરહલ થાનાક્ષેત્ર પાસે દિલ્હીથી વારાણસી જઇ રહેલી એક ખાનગી બસે કાબૂ ગુમાવતાં એક ટ્રક સાથે ટકરાઇ ગઇ. આ ભીષણ અકસ્માતમાં ઓછામાં ઓછા 7 લોકોના મોત નિપજ્યા હતા, જ્યારે 30થી વધુ મુસાફરો ઘાયલ થયા. બધા ઘાયલોને સારવાર માટે જિલ્લા હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે, જ્યાં ઘાયલોની સારવાર ચાલી રહી છે. ઘટનાની સૂચના મળતાં જ એસપી અજય શંકર રાય સહિત ઘણા પોલીસમથકમાં પોલીસ ટુકડીઓ રાહતકાર્યમાં જોડાઇ ગઇ. પોલીસના અનુસાર ગંભીર રીતે ઘાયલોને સૈફઇ પીજીઆઇ મોકલવામાં આવ્યો છે. 

ક્રેનની મદદથી લાશોને કાઢી
ઘટનામાં બસનો આગળનો ભાગ ક્ષતિગ્રસ્ત થઇ ગયો છે. પોલીસે ગ્રેનની મદદથી લાશોને બહાર કાઢી. મૃતકોની ઓળખ થઇ ગઇ છે. પોલીસે લાશોને લઇને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધી છે. કહેવામાં આવી રહ્યું છે કે બસમાં સવાર બધા લોકો વારાણસી ફરવા જઇ રહ્યા હતા. 

થાના ડૌકી વિસ્તારોમાં થયો બીજો અકસ્માત
થાના ડૌકી વિસ્તારમાં આગરા-લખનઉ એક્સપ્રેસ-વે પર પૂરઝડપે દોડી રહેલી બસે કાબૂ ગુમાવતાં ડિવાઇડરમાં ઘુસી ગઇ હતી. આ દર્દનાક અકસ્માતમાં લગભગ બે ડઝન મુસાફરો ઘાયલ થયા હતા. ઉતાવળમાં ઘટનાની સૂચના મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઇ અને બધા ઇજાગ્રસ્તોને એસએન મેડિકલ કોલેજમાં ભરતી કરાવવામાં આવ્યા. 

આઝમગઢથી દિલ્હી જઇ રહી હતી બસ
કહેવામાં આવી રહ્યું છે કે સ્લીપર બસ આઝમગઢથી દિલ્હી તરફ જઇ રહી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે ડ્રાઇવરને ઝોકુ આવી જતાં અકસ્માત સર્જાયો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news