કોંગ્રેસે કર્યો દાવો- રાહુલ ગાંધીનું એકાઉન્ટ સસ્પેન્ડ, ટ્વિટરે કર્યો ઇનકાર, હવે પાર્ટીએ કરી સ્પષ્ટતા

કોંગ્રેસ પાર્ટીના ટ્વિટર હેન્ડલ પર જાણકારી આપતા લખવામાં આવ્યું- રાહુલ ગાંધીનું ટ્વિટર એકાઉન્ટ અસ્થાયી રૂપથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું છે અને તેને બહાલ કરવા માટે પ્રક્રિયાનું પાલન કરવામાં આવી રહ્યું છે. 

કોંગ્રેસે કર્યો દાવો- રાહુલ ગાંધીનું એકાઉન્ટ સસ્પેન્ડ, ટ્વિટરે કર્યો ઇનકાર, હવે પાર્ટીએ કરી સ્પષ્ટતા

નવી દિલ્હીઃ કોંગ્રેસે શનિવારે કહ્યું કે પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીનું ટ્વિટર એકાઉન્ટ અસ્થાયી રૂપથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું છે. પરંતુ માઇક્રો બ્લોગિંગ સાઇટ તરફથી ઇનકાર કર્યા બાદ પાર્ટીએ કહ્યું કે એકાઉન્ટને અસ્થાયી રૂપથી લૉક કરવામાં આવ્યું છે. પાર્ટી તરફથી આ દાવો તેવા સમય પર કરવામાં આવ્યો છે જ્યારે એક દિવસ પહેલા ટ્વિટરે રાહુલ તરફથી પોસ્ટ કરવામાં આવેલી તે તસવીરને હટાવી દીધી, જેમાં એક રેપ પીડિતાની ઓળખ ઉજાગર થઈ રહી હતી. માનવામાં આવી રહ્યું છે કે આ તસવીરને કારણે ટ્વિટર પર એકાઉન્ટ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. 

કોંગ્રેસ પાર્ટીના ટ્વિટર હેન્ડલ પર જાણકારી આપતા લખવામાં આવ્યું- રાહુલ ગાંધીનું ટ્વિટર એકાઉન્ટ અસ્થાયી રૂપથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું છે અને તેને બહાલ કરવા માટે પ્રક્રિયાનું પાલન કરવામાં આવી રહ્યું છે. ત્યાં સુધી તેઓ તમારી સાથે બીજા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા જોડાયેલા રહેશે અને લોકોનો અવાજ ઉઠાવતા રહેશે અને તેમના માટે લડતા રહેશે. 

Until then, he will stay connected with you all through his other SM platforms & continue to raise his voice for our people & fight for their cause. Jai Hind!

— Congress (@INCIndia) August 7, 2021

કોંગ્રેસના દાવા પર જવાબ આપતા ટ્વિટરે કહ્યું કે એકાઉન્ટને સસ્પેન્ડ કરવામાં આવ્યું નથી અને તેમની સેવા ચાલી રહી છે. ટ્વિટર તરફથી કહેવામાં આવ્યું કે જ્યારે કોઈ એકાઉન્ટને સસ્પેન્ડ કરવામાં આવે છે તો તેને ગ્લોબલ વ્યૂથી હટાવી દેવામાં આવે છે. ત્યારબાદ કોંગ્રેસ પાર્ટીએ પોતાના જૂના ટ્વીટને ટેગ કરતા લખ્યું કે એકાઉન્ટને અસ્થાયી રૂપથી લૉક કરવામાં આવ્યું છે. 

— Congress (@INCIndia) August 7, 2021

સૂત્રોનું કહેવું છે કે રાહુલ ગાંધીના એકાઉન્ટને લઈને જે રીતે કાર્યવાહી કરવામાં આવી રહી છે, તે રીતે તે પોતાનું એકાઉન્ટ લોગઇન કરી શકે છે, પરંતુ ટ્વીટ, રિટ્વીટ ન કરી શકે. આ સિવાય તસવીર કે વીડિયો શેર કરી શકે નહીં. સૂત્રોએ તે પણ જણાવ્યું કે રાહુલ ગાંધીના કાર્યાલય ટ્વિટર એકાઉન્ટ પર લાગેલો પ્રતિબંધ હટાવવા માટે જરૂરી પ્રક્રિયાનું પાલન પૂરુ કરવામાં આવી રહ્યું છે અને ખુબ જલદી તે એકાઉન્ટ બહાલ થઈ જશે. 

ટ્વિટર એકાઉન્ટને લઈને થયેલી કથિત કાર્યવાહીને કારણે શનિવારે રાહુલ ગાંધી પોતાના ટ્વિટર હેન્ડલ પરથી કોઈ ટ્વીટ કરી શક્યા નહીં. તેમણે શનિવારે બે ઓલિમ્પિક મેડલ વિજેતાઓ નીરજ ચોપડા અને બજરંગ પૂનિયાને ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી શુભેચ્છા આપી હતી. આ પહેલા રાહુલ ગાંધીએ દિલ્હીના નાંગલ ગામમાં રેપ અને હત્યાનો શિકાર 9 વર્ષીય બાળકીના માતા-પિતા સાથે મુલાકાત કરી તેની તસવીર શેર કરી હતી. ત્યારબાદ રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ પંચે ટ્વિટર અને દિલ્હી પોલીસને પત્ર લખી આ મામલામાં કાર્યવાહી કરવાનું કહ્યું હતું. પંચનું કહેવું હતું કે કોઈ સગીર પીડિતાના પરિવારની તસવીર ટ્વિટર પર પોસ્ટ કરવી કિશોર ન્યાય કાયદો, 2015ની કલમ 74 અને બાળ યૌન અપરાધ નિવારણ કાયદો (પોક્સો) ની કલમ 23નું ઉલ્લંઘન છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news