Tokyo Olympics: રાજીવ ગાંધીનું નામ હટતા આવી ગયો ગોલ્ડ, નીરજની જીત પર આ ટ્વીટથી બબાલ શરૂ
Tokyo Olympics: નીરજ ચોપડાની જીત બાદ સોશિયલ મીડિયા પર એક નવી વાતને લઈને બબાલ શરૂ થઈ છે. અશોક પંડિતે એક વિવાદિત ટ્વીટ કર્યુ છે.
Trending Photos
નવી દિલ્હીઃ ભારતીય એથ્લીટ નીરજ ચોપડાએ ટોક્યો ઓલિમ્પિકના જૈવલિન થ્રોના ફાઇનલમાં ઈતિહાસ રચી દીધો છે. તેણે ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ હાસિલ કર્યો છે. નીરજે 87.58 મીટરનો થ્રો કરી ગોલ્ડ પર કબજો કર્યો છે. જ્યાં એક તરફ નીરજે દેશનું નામ રોશન કર્યુ છે તો સોશિયલ મીડિયા પર એક નવી ચર્ચા શરૂ થઈ ગઈ છે.
અશોક પંડિતે રાજીવ ગાંધી પર સાધ્યુ નિશાન
નીરજ ચોપડાના ઓલિમ્પિક ગોલ્ડ જીતતા જ બોલીવુડ ફિલ્મ નિર્માતા અશોક પંડિતે એક વિવાદિત ટ્વીટ કર્યુ છે. નીરજની જીત પર અશોકે ટ્વીટ કર્યુ- રાજીવ ગાંધીનું નામ હટતા આવી ગયો ગોલ્ડ મેડલ. તેમણે પોતાના ટ્વીટના હેશટેગમાં પનોતી પણ લખ્યુ છે. અશોકના આ ટ્વીટ પર લોકો અલગ-અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે. મહત્વનું છે કે હાલમાં ભારત સરકારે નિર્ણય કર્યો છે કે 'રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કાર'નું નામ હવે હોકીના જાદૂગર મેજર ધ્યાનચંદના નામે હશે. આ વાતને લઈને સતત ડીબેટ ચાલી રહી છે.
राजीव गांधी का नाम हटाते ही गोल्ड़ आ गया 😂🤣#Panauti pic.twitter.com/e78hgKjJ36
— Ashoke Pandit (@ashokepandit) August 7, 2021
નીરજે રચ્યો ઈતિહાસ
ભાલા ફેંકની ફાઇનલમાં નીરજ ચોપડા શરૂઆતથી આગળ રહ્યો હતો. તેણે પોતાના પ્રથમ પ્રયાસમાં 87.03 મીટરનો થ્રો કર્યો. ત્યારબાદ તેણે 87.58 મીટરનો થ્રો કર્યો હતો. આ સાથે તેણે પોતાના ક્વોલિફિકેશન રેકોર્ડથી પણ દૂર ભાલુ ફેંક્યુ હતું. ભાલા ફેંકમાં આ ભારતનો પ્રથમ મેડલ છે. એટલું જ નહીં એથ્લેટિક્સમાં પણ ભારતનો પ્રથમ ગોલ્ડ મેડલ છે.
આ પણ વાંચોઃ Tokyo Olympics: 'આ અકલ્પનીય લાગે છે', ગોલ્ડ જીત્યા બાદ કંઈ આ રીતે ભાવુક થયો Neeraj Chopra
13 વર્ષ બાદ મળ્યો ગોલ્ડ
ઓલિમ્પિક ગેમ્સમાં ભારતનો 13 વર્ષ બાદ પ્રથમ ગોલ્ડ મેડલ છે. નીરજ ચોપડા પહેલા બેઇજિંગ ઓલિમ્પિકમાં અભિનવ બિન્દ્રાએ દેશને ગોલ્ડ મેડલ અપાવ્યો હતો. આ ઓલિમ્પિકમાં ભારતનો કુલ બીજો વ્યક્તિગત ગોલ્ડ છે. આ પહેલા ભારત હોકીમાં 10 ગોલ્ડ જીતી ચુક્યુ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે