વિશ્વાસ નહીં થાય! સાત દિવસમાં પૈસા 3 ગણો, આ IPO માં જેણે 1 લાખ લગાવ્યા તેને મળ્યા 4 લાખ

Goyal Salt IPO Listing: ગોયલ સોલ્ટના આઈપીઓમાં 1,14,000 રૂપિયા લગાવનાર ઈન્વેસ્ટરોને લિસ્ટિંગના દિવસે 4 લાખ રૂપિયા મળ્યા. માત્ર 1 સપ્તાહમાં કેટલાક લોકોને 3 લાખ રૂપિયાનો ફાયદો થયો.

વિશ્વાસ નહીં થાય! સાત દિવસમાં પૈસા 3 ગણો, આ IPO માં જેણે 1 લાખ લગાવ્યા તેને મળ્યા 4 લાખ

Goyal Salt IPO Listing: શેર બજારમાં એવી કેટલીક કંપની હોય છે, જે ટૂંકાગાળામાં ખુબ  સારૂ રિટર્ન આપતી હોયછે. પરંતુ તાજેતરમાં આવેલા એક આઈપીઓએ કમાલ કરી દીધો છે. આ આઈપીઓનું નામ ગોયલ સોલ્ટ છે. ગોયલ સોલ્ટના લિસ્ટિંગ વિશે જેણે સાંભળ્યું, તેને થયું કે મેં પણ પૈસા લગાવી દીધા હોત તો,. કારણ કે આ નાની કંપનીએ શેર બજારમાં જોરદાર એન્ટ્રી કરી છે. 

ગોયલ સોલ્ટ આઈપીઓનું લિસ્ટિંગ 10 ઓક્ટોબરે થયું હતું. કંપનીના શેરનું લિસ્ટિંગ ઈશ્યૂ પ્રાઇઝથી 242 ટકા વધુ રહી એટલે કે એક ઝટકામાં લોકોના પૈસા અઢી ગણા થઈ ગયા હતા. 

ગોયલ સોલ્ટના આઈપીઓના શેરની ઈશ્યૂ પ્રાઇઝ 38 રૂપિયા હતી, જ્યારે માર્કેટમાં તેનું લિસ્ટિંગ 130 રૂપિયા પ્રતિ શેર પર થયું હતું. એટલું જ નહીં લિસ્ટિંગ બાદ ગોયલ સોલ્ટના શેરમાં 5 ટકાની સર્કિટ લાગી ગઈ હતી. બજાર બંધ થવા પર ગોયલ સોલ્ટનો શેર 136.50 રૂપિયા પર બંધ થયો હતો. 

18.63 કરોડ રૂપિયાનો ગોયલ સોલ્ટનો આઈપીઓ 377.97 ગણો સબ્સક્રાઇબ થયો હતો. આઈપીઓના એક લોટમાં 3000 શેર હતા, તેથી ઈન્વેસ્ટરોને એક લોટ ખરીદવા માટે 1,14,000 રૂપિયાનું રોકાણ કરવું પડ્યું હતું. પરંતુ લિસ્ટિંગના દિવસે તેની કિંમત વધી 4 લાખ રૂપિયા થઈ ગઈ હતી. 

ગોયલ સોલ્ટ ભોજનમાં ઉપયોગ થનાર નમકની સાથે-સાથે ઉદ્યોગોમાં ઉપયોગ થનાર નમક બનાવે છે. કંપની રાજસ્થાનમાં તળાવમાંથી નમકીન પાણી કાઢે છે અને પછી તેને રિફાઇન કરે છે. 

કંપની આઈપીઓથી મળેલી રકમને પોતાની બ્રાન્ડિંગ, માર્કેટિંગ અને વર્કિંગ કેપિટલ સાથે જોડાયેલી જરૂરીયાતોને પૂરી કરશે. આ સિવાય બાકી રકમનો ઉપયોગ સામાન્ય કોર્પોરેટ ઉદ્દેશ્યો માટે કરવામાં આવશે. 

(ડિસ્ક્લેમરઃ અહીં માત્ર શેરના પરફોર્મંસની જાણકારી આપવામાં આવી છે, આ રોકાણની સલાહ નથી. શેર બજારના રોકાણમાં જોખમ હોય છે, એટલે તમારા એડવાઇઝર સાથે ચર્ચા કરો)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news