Coronavirus India: દેશમાં વધી રહ્યાં છે બ્રિટન, આફ્રિકા અને બ્રાઝીલ સ્ટ્રેનના નવા કેસ, સરકારની ચિંતા વધી
દેશમાં છેલ્લા 24 કલાક દરમિયાન કોરોનાના 40 હજાર 715 નવા કેસ સામે આવ્યા છે, જ્યારે 199 લોકોના મૃત્યુ થયા છે. સૌથી વધુ કેસ ત્રણ રાજ્યોમાં છે જ્યાં વાયરસના એક્ટિવ કેસ આશરે 75 ટકા છે અને આ રાજ્ય છે મહારાષ્ટ્ર, પંજાબ અને કેરલ.
Trending Photos
નવી દિલ્હીઃ કોરોના વાયરસ (Corona Virus) ના ઝડપથી ફેલાતા વિદેશી ખતરનાક સ્ટ્રેનના નવા કેસ સતત વધી રહ્યાં છે. સ્વાસ્થ્ય મંત્રાલયે મંગળવારે જણાવ્યું કે, દેશમાં અત્યાર સુધી બ્રિટન, સાઉથ આફ્રિકા અને બ્રાઝીલના 795 સ્ટ્રેન મળ્યા છે. મહત્વનું છે કે દેશમાં કોરોનાની વધુ એક લહેર વચ્ચે વિદેશી કોરોના સ્ટ્રેને સરકારની ચિંતામાં વધારો કર્યો છે.
ઉલ્લેખનીય છે કે દેશમાં છેલ્લા 24 કલાક દરમિયાન કોરોનાના 40 હજાર 715 નવા કેસ સામે આવ્યા છે, જ્યારે 199 લોકોના મૃત્યુ થયા છે. સૌથી વધુ કેસ ત્રણ રાજ્યોમાં છે જ્યાં વાયરસના એક્ટિવ કેસ આશરે 75 ટકા છે અને આ રાજ્ય છે મહારાષ્ટ્ર, પંજાબ અને કેરલ.
The total number of cases with UK, South Africa and Brazil variants of the COVID virus in the country as on date is 795: Ministry of Health
— ANI (@ANI) March 23, 2021
45 વર્ષથી ઉપરના લોકોને મળશે વેક્સિન
દેશમાં હાલ કોરોના રસીકરણ (Corona Vaccination) અભિયાન ચાલુ છે. ભારત સરકારે આજે કોરોના (Corona Virus) રસીકરણ પર મોટો નિર્ણય લીધો છે. જે મુજબ હવે સમગ્ર દેશમાં પહેલી એપ્રિલથી 45 વર્ષની ઉપરના તમામ લોકોને કોરોના રસી (Corona Vaccine) આપવામાં આવશે. પછી ભલે કોઈ બીમારી હોય કે ન હોય. કેબિનેટ બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો. સરકારનો દાવો છે કે દેશમાં પૂરતા પ્રમાણમાં કોરોના રસી ઉપલબ્ધ છે. કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે આ જાહેરાત કરી.
છેલ્લા 24 કલાકમાં 199 લોકોના કોરોના સંક્રમણને કારણે મૃત્યુ થયા છે, જેમાં 80 ટકા મોત 6 રાજ્યોમાં છે. આ રાજ્ય છે મહારાષ્ટ્ર, પંજાબ, કેરલ, છત્તીસગઢ, તમિલનાડુ અને કર્ણાટક. મહારાષ્ટ્ર અને પંજાબમાં સૌથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. મહારાષ્ટ્રમાં 58, પંજાબમાં 58, કેરલમાં 12, છત્તીસગઢમાં 12, તમિલનાડુમાં 10 અને કર્ણાટકમાં 10 લોકોના મૃત્યુ થયા છે.
જો એક્ટિવ કેસની વાત કરવામાં આવે તો દેશમાં 3,45,377 કેલ છે. જેમાં 75 ટકા એક્ટિવ કેસ માત્ર ત્રણ રાજ્ય મહારાષ્ટ્ર, કેરલ અને પંજાબમાં છે. માત્ર મહારાષ્ટ્રમાં દેશના કુલ એક્ટિવ કેસના 62.71% છે. તો કેરલમાં 7.06% અને પંજાબમાં 5.39 ટકા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે