પ.બંગાળમાં TMC કાર્યકરોનો ઉત્પાત ચાલુ, હચમચાવી નાખતા Video સોશિયલ મીડિયામાં વાયરલ

પશ્ચિમ બંગાળમાં TMC ની જીત બાદ કાર્યકરોની ઉજવણી ખૂની હિંસામાં ફેરવાઈ ચૂકી છે. પરિણામ આવ્યા બાદ ભાજપ અને ટીએમસી કાર્યકરો વચ્ચે ઠેર ઠેર રાજનીતિક હિંસા ચાલુ છે.

પ.બંગાળમાં TMC કાર્યકરોનો ઉત્પાત ચાલુ, હચમચાવી નાખતા Video સોશિયલ મીડિયામાં વાયરલ

કોલકાતા: પશ્ચિમ બંગાળમાં TMC ની જીત બાદ કાર્યકરોની ઉજવણી ખૂની હિંસામાં ફેરવાઈ ચૂકી છે. પરિણામ આવ્યા બાદ ભાજપ અને ટીએમસી કાર્યકરો વચ્ચે ઠેર ઠેર રાજનીતિક હિંસા ચાલુ છે. જેમાં સતત લોકોના મોતના ખબર સામે આવી રહ્યા છે. જો કે આંકડા હજુ સ્પષ્ટ નથી. આ બાજુ ભાજપનો દાવો છે કે તેમના લગભઘ ડઝન જેટલા સમર્થકો અને કાર્યકરો ટીએમસીના હુમલામાં માર્યા ગયા છે. 

કૈલાશ વિજયવર્ગીયએ ટ્વીટ કર્યો વીડિયો
આ બધા વચ્ચે ભાજપના નેતા કૈલાશ વિજયવર્ગીયએ એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં બે મહિલાઓ પર હુમલો થઈ રહ્યો છે. વિજયવર્ગીયનો દાવો છે કે વીડિયો બંગાળનો છે. તેમણે આરોપ લગાવ્યો કે ટીએમસીના ગુંડાઓ ભાજપની મહિલા કાર્યકરો સાથે કેંદામાડી ગામમાં મારપીટ કરી રહ્યા છે. 

— Kailash Vijayvargiya (@KailashOnline) May 3, 2021

આ વીડિયોમાં કેટલાક યુવક બે મહિલાઓના વાળ ખેંચીને ગેરવર્તણૂંક કરી રહ્યા છે અને પીટાઈ કરી રહ્યા છે. નજીક ઊભેલા કેટલાક લોકોએ મહિલાઓને આ હુમલાખોરોથી છોડાવ્યા. આ પ્રકારના અનેક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ છે. સોશીયલ મીડિયામાં 'Shame' ટ્રેન્ડ થઈ રહ્યો છે અને ભાજપ તથા અનેક ટ્વિટર યૂઝર બંગાળની કાયદા વ્યવસ્થા પર સવાલ ઉઠાવતા મમતા સરકારને ઘેરી રહ્યા છે. 

સાંસદ પ્રવેશ વર્માની ચેતવણી
ભાજપના સાંસદ પરવેશ સાહિબ સિંહે સોમવારે આરોપ લગાવ્યો કે પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસની જીત બાદ પાર્ટીના ગુંડાઓએ ભાજપના કાર્યકરોની પીટાઈ કરી છે. તેમણે નારાજગી વ્યક્ત કરતા હરિફ પાર્ટી તૃણમૂલ કોંગ્રેસને ચેતવણી આપી છે કે તેમના સાંસદો, મુખ્યમંત્રી અને વિધાયકોએ દિલ્હી પણ આવવાનું છે. 

મુખ્યમંત્રી મમતા બેનર્જીને નિશાન બનાવતા પશ્ચિમ દિલ્હીથી ભાજપના સાંસદે ટ્વીટ કરીને કહ્યું કે 'ટીએમસીના ગુંડાઓએ ચૂંટણી જીતતા જ અમારા કાર્યકરોના જીવ લીધા, ભાજપના કાર્યકરોની ગાડીઓ તોડી, ઘરમાં આગ લગાવી રહ્યા છે, યાદ રાખજો ટીએમસી સાંસદ, મુખ્યમંત્રી, વિધાયકોએ દિલ્હી પણ આવવાનું છે, તેને ચેતવણી સમજી લેજો. ચૂંટણીમાં હારજીત થતી રહે છે, હત્યા નહીં.'

સોશિયલ મીડિયા પર તોડફોડ અને આગજનીના વીડિયો વાયરલ
બંગાળથી સતત સોશિયલ મીડિયા પર મારપીટ-તોડફોડ, આગજની અને હિંસા સંબંધિત ફોટા અને વીડિયો આવી રહ્યા છે. જેમાંથી કેટલાક લોકો બોમ્બ ફેંકતા જોવા મળી રહ્યા છે તો આ સાથે જ ઘરોમાં પણ આગ લગાવતા જોવા મળે છે. 

અનેક સ્થળો પર ભાજપની ઓફિસોમાં તોડફોડ કરાઈ છે અને આગચંપી કરાઈ. જો કે તમામ વીડિયો અને ફોટાની સત્યતાની પુષ્ટિ થઈ શકતી નથી પરંતુ પશ્ચિમ બંગાળમાં ચાલુ રાજનીતિક હિંસાથી પણ ઈન્કાર થઈ શકે નહીં. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news