West Bengal: TMC ઉમેદવાર કાજલ સિંહાની જીત, પરંતુ પરિણામો પહેલાં જ થઇ ગયું હતું મોત

ટીએમસી કેન્ડિટેડ કાજલ સિન્હા ખરદા વિધાનસભા સીટ પરથી ચૂંટણી લડી રહ્યા હતા. તેમણે પોતાના નજીકના પ્રતિદ્વંદીને 28041 વોટોથી માત આપી હતી. પરંતુ ચૂંટણીના પરિણામ જોવા માટે તે પોતે આ દુનિયામાં રહી નથી. 

West Bengal: TMC ઉમેદવાર કાજલ સિંહાની જીત, પરંતુ પરિણામો પહેલાં જ થઇ ગયું હતું મોત

કલકત્તા: પશ્વિમ બંગાળ (West Bengal) ની ચૂંટણીમાં ટીએમસીના ઉમેદવાર કાજલ સિન્હાને જીત મળી છે. પરંતુ મતદાનના થોડા દિવસ બાદ જ તેમનું મોત કોરોનાના લીધે થઇ ગયું હતું. કાજલ સિન્હા હવે આ દુનિયામાં રહી નથી. તેમની જીત છતાં આ સીટ ખાલી ગણવામાં આવશે અને અહીં ફરીથી ચૂંટણી યોજવાની જરૂર પડશે. 

28041 મતથી કાજલની જીત
ટીએમસી કેન્ડિટેડ કાજલ સિન્હા ખરદા વિધાનસભા સીટ પરથી ચૂંટણી લડી રહ્યા હતા. તેમણે પોતાના નજીકના પ્રતિદ્વંદીને 28041 વોટોથી માત આપી હતી. પરંતુ ચૂંટણીના પરિણામ જોવા માટે તે પોતે આ દુનિયામાં રહી નથી. 

મમતા બેનર્જીએ વ્યક્ત કર્યું દુખ
કાજલ સિન્હાનું મોત 25 એપ્રિલના રોજ થયું હતું. તે કોરોનાથી સંક્રમિત હતા. મમતા બેનર્જીએ કાજલ સિન્હાના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. 

પશ્વિમ બંગાળમાં ટીએમસીએ મારી બાજી
વિધાનસભા ચૂંટણી માટે ઉપલબ્ધ તાજા આંકડા અનુસાર પશ્વિમ બંગાળમાં 292 વિધાનસભા સીટોના ટ્રેંડમાં ટીએમસી 206 જ્યારે ભાજપ 84 સીટો પર આગળ ચાલી રહી છે. મુખ્યમંત્રી અને ટીએમસી સુપ્રીમો મમતા બેનર્જીએ નંદીગ્રામમાં ભાજપના પોતાના નજીકના પ્રતિદ્વંદી શુભેંદુ અધિકારીને 1200 મતોથી હરાવી દીધા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news