ભારતમાં આવેલા ભયાનક ચક્રવાતનું નામ પાકિસ્તાને ‘તિતલી’ કેમ રાખ્યું?

ગોપાલપુરમાં તોફાની હવા 140 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલી રહી છે અને તેનું 165 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

ભારતમાં આવેલા ભયાનક ચક્રવાતનું નામ પાકિસ્તાને ‘તિતલી’ કેમ રાખ્યું?

નવી દિલ્હી: ઉત્તર આંધ પ્રદેશ અને દક્ષિણ ઓડિશાના તટ વિસ્તારમાં ભયાનક ચક્રવાત (સાયક્લોન) ‘તિતલી’ પહોંચી ગયું છે. તેના કહેરથી વચાવવા માટે ઓડિશા તટથી લગભગ ત્રણ લાખ લોકોને હટાવી સુરક્ષિત સ્થળો પર પહોંચાડવામાં આવ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર તિતલીનું લેન્ડફોલ ઓડિશાના ગોપાલપુરથી 86 કિ.મી. દક્ષિણ-પશ્ચિમ સ્થિત છે. મળતી જાણકારીના અનુસાર, ગોપાલપુરમાં તોફાની હવા 140 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલી રહી છે અને તેનું 165 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આ સાથે જ સવાલો ઉભા થઇ રહ્યાં છે કે આ તોફાન ભયાનક છે તો તેનું નામ ‘તિતલી’ કેમ રાખવામાં આવ્યું?

ખરેખરમાં ચક્રવાતનું નામ એટલા માટે રાખવામાં આવે છે, કેમકે સાગરમાં એક સાથે આવનારા તોફાનોનું જાણકારી મેળવી તેમની ઓળખ કરવામાં આવી શકે. સામાન્ય રીતે જ્યારે કોઇ તોફાનની ગતી 61 કિમી/કલાકથી વધારે હોય છે ત્યારે તે તોફાનનું નામકરણ કરવામાં આવે છે.

નામ રાખવાની શું છે રીતે?
હિંદ મહાસાગરમાં સાઇક્લોનનું નામ રાખવાની શરૂઆત 2000ના વર્ષમાં થઇ હતી. આ બાબતેમાં ક્ષેત્રના આઠ દેશો- ભારત, બાંગ્લાદેશ, માલદીવ, મ્યાન્માર, ઓમાન, પાકિસ્તાન, શ્રીલંકા અને થાઇલેન્ડની વચ્ચે 2004માં એક ફોર્મૂલા પર સહમતી આપી હતી. આ દેશોને આગામી ચક્રવાતોની દિશામાં 64 નામોંની યાદી બનાવી હતી. તેના માટે પ્રત્યેક દેશે આઠ નામ જણાવ્યા હતા. આ યાદીને વર્લ્ડ હવામાન સંગઠન (WMO)ને સોંપવામાં આવી હતી. જેનેવા સ્થિત આ સંગઠન જ આ ક્ષેત્રમાં જ્યારે ચક્રવાત આવે છે તો ત્યારે આ લીસ્ટમાંથી આવતી સિરિયલના આધાર પર નામ આપે છે.

titli cyclone

(ફોટો સાભાર: ANI)

ઉદાહરણ તરીકે ભારતે અગ્નિ, આકાશ, વીજળી, જલ, લહર, મેઘ, સાગર અને વાયુ જેવા નામ આપ્યા છે. આજ રીતે પાકિસ્તાને ફાનૂસ, લેલા, નીલમ, વરદાહ, તિતલી અને બુલબુલ નામ આપ્યું છે. આ કારણથી લિસ્ટના આધાર પર ઓડિશામાં આવેલા તોફાનનું નામ તિતલી પડ્યું છે. ગત વર્ષે નવેમ્બરમાં દક્ષિણ તમિલનાડૂમાં જો સાઇક્લોન (ઓખી) આવ્યું હતું. તેનું નામ બાંગ્લાદેશે આપ્યું હતું. બાંગ્લામાં આ નામનો અર્થ નેત્ર થાય છે. આવી જ રીતે ગત વર્ષે મે મહિનામાં બાંગ્લાદેશમાં સાઇક્લોન ‘મોરા’ આવ્યું હતું. તેનું નામ થાઇલેન્ડે આપ્યું હતું. થાઇ ભાષામાં આ શબ્દનો અર્થ ‘સી-સ્ટાર’ થાય છે.

2013માં આંધપ્રદેશ અને ઓડિશામાં ‘ફેલિને’ કહેર વરસાવ્યો હતો. આ યાદીના આધાર પર  સાઇક્લનનું નામ થાઇલેન્ડે આપ્યું હતું. આ દેશોના દ્વારા આપવામાં આવેલું નામ એકવાર ઉપયોગમાં આવ્યા બાદ સામાન્ય રિત રિયાર થઇ જાય છે. તેની જગ્યાએ તેનું જેન્ડર અને તેની વર્ણક્રમનું નામ આપવામાં આવે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news