Early Marriage Tips: લગ્ન નથી થઈ રહ્યાં? આ ઉપાયો કરતા જ થઈ જશે સાચા જીવનસાથી શોધ પૂર્ણ!

Tips for Early Marriage: લગ્નમાં કોઈ કારણ વગર વિલંબ કે વારંવાર દગો મળવા પાછળ કુંડળીના નબળા ગ્રહ પણ જવાબદાર હોઈ શકે છે. જો કેટલાક ઉપાય કરો તો તમને પણ જીવનસાથી મેળવવામાં મુશ્કેલી આવશે નહીં. 
 

Early Marriage Tips: લગ્ન નથી થઈ રહ્યાં? આ ઉપાયો કરતા જ થઈ જશે સાચા જીવનસાથી શોધ પૂર્ણ!

નવી દિલ્હીઃ જો તમને જીવનસાથી મળી રહ્યાં નથી કે તમે જેને પસંદ કરો છો તેની સાથે લગ્ન કરવામાં વિઘ્ન આવી રહ્યાં છે તો કેટલાક ઉપાય કરવા જોઈએ. જ્યોતિષમાં જણાવેલા આ ઉપાય સાચા અને સારા જીવનસાથી મેળવવામાં ખુબ મદદ કરી શકે છે. આ ઉપાય ખુબ સરળ છે અને સારૂ પરિણામ આપે છે. તે લગ્નમાં આવી રહેલી સમસ્યાને દૂર કરે છે. 

યોગ્ય જીવનસાથી અપાવશે આ ઉપાય
- જો તમારી જીવનસાથીની શોધ પૂરી થઈ રહી નથી તો ભગવાન શ્રીકૃષ્ણના મંદિરમાં બાંસુરી અને પાન અર્પણ કરો આ સાથે તમારા જીવનમાં જલદી પ્રેમની એન્ટ્રી થશે. 

- જો તમારા લવ પાર્ટનર સાથે લગ્ન થવામાં મુશ્કેલી આવી રહી છે તો માતા દુર્ગાની પૂજા કરો અને શુક્રવારે લાલ ધજા કે ચુંદળી અર્પણ કરો. તેનાથી જલદી લગ્ન થવાનો માર્ગ ખુલશે. 

- સાચા અને સારા જીવનસાથી મેળવવા માટે ભગવાન શિવની આરાધના કરો. 16 સોમવારના વ્રત કરો. સોમવારના દિવસે શિવલિંગનો મધથી અભિષેક કરો. જલદી તમારી ઈચ્છા પૂરી થશે. 

- જો કુંડળીમાં ગ્રહ દોષ લગ્નમાં વિલંબ કરી રહ્યાં છે તો ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરો. શુક્લ પક્ષના ગુરૂવારમાં ઉં લક્ષ્મી નારાયણ નમઃ મંત્રનો સ્ફટિકની માળાથી જાપ કરો. પછી ત્રણ મહિના સુધી દર ગુરૂવારે મંદિરમાં પીળા રંગની મિઠાઈ ધરાવો. 

- ગુરૂવારે પીળા અને શુક્રવારે સફેદ કલરના કપડા પહેરવાથી કુંડળીમાં ગુરૂ અને શુક્ર ગ્રહ મજબૂત થઈને જલદી લગ્ન કરાવશે. 

- જો લગ્ન કરવામાં મુશ્કેલી આવી રહી છે તો પ્રેમી-પ્રેમિકા શનિવાર અને અમાસના દિવસે મુલાકાત ન કરે. સારૂ હશે કે શુક્રવાર અને પુનમના દિવસે એક સાથે સમય પસાર કરે. તેનાથી બંને વચ્ચે પ્રેમ અને વિશ્વાસ વધશે. 

- રાધા કૃષ્ણ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણને ફૂલ-માળા, મિશ્રી ચઢાવો અને તેમને પોતાના જીવનમાં પ્રેમ આપવાની પ્રાર્થના કરો. સારા જીવનસાથી માટે પ્રાર્થના કરો. 

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે. ઝી 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube  

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news