કૈલાશ વિજયવર્ગીયનો દાવોઃ તૃણમુલના કાર્યકર્તાઓએ ભાજપના 3 કાર્યકર્તાની કરી હત્યા
બશીરહાટ લોકસભા વિસ્તારના સંદેશખલીમાં ભાજપના ત્રણ કાર્યકર્તાઓ પર જીવલેણ હુમલો કરાયો હોવાનો વિજયવર્ગીયએ ટ્વીટર હેન્ડલ પર દાવો કર્યો છે
Trending Photos
નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળની લોકસભા ચૂંટણીમાં શરૂ થયેલી રાજકીય હિંસા અટકવાનું નામ નથીલેતી. શનિવારે ભાજપના મહામંત્રી અને બંગાળના પ્રભારી કૈલાશ વિજયવર્ગીયએ દાવો કર્યો કે તૃણમુલના લોકોએ ભાજપના 3 કાર્યકર્તાઓની હત્યા કરી છે. વિજયવર્ગીયેએ પોતાના ટ્વીટર હેન્ડલ પર લખ્યું કે, રાજ્યના બશીરહાટ લોકસભા વિસ્તારના સંદેશખલીમાં ભાજપના ત્રણ કાર્યકર્તાઓ પર જીવલેણ હુમલો કરાયો હતો.
ભાજપ અને તૃણમુલ વચ્ચે ચાલી રહેલી ખેંચતાણ વચ્ચે મમતા બેનરજીએ ભાજપ દ્વારા કરવામાં આવતી તમામ પ્રકારની રેલીઓ અને જુલુસો પર પ્રતિબંધ લગાવી દેવાયો છે. જેના વિરોધમાં ભાજપના કાર્યકર્તાઓ પોતાના વિસ્તારના સાંસદ અને ધારાસભ્યો સાથે આ પ્રતિબંધના વિરોધમાં ઠેર-ઠેર પ્રદર્શન કરી રહ્યા છે. જેના કારણે સમગ્ર રાજ્યમાં અરાજક્તાનો માહોલ પેદા થયો છે.
ઉત્તર દિનાજપુરમાં પણ થઈ મારામારી
પશ્ચિમ બંગાળના ઉત્તર દિનાજપુર જિલ્લાના ગંગારામપુર વિસ્તારમાં પણ શનિવારે ભાજપની વિજય રેલી દરમિયાન પાર્ટીના નેતાઓ અને પોલીસ કર્મચારીઓ વચ્ચે મારામારી થઈ હતી. જેમાં અનેક લોકો ઘાયલ થયા હતા. પોલીસના એક અધિકારીએ જણાવ્યું કે, ભાજપના કાર્યકર્તાઓએ મંજૂરી લીધા વગર જ અભિનંદન યાત્રા કાઢી હતી.
જૂઓ LIVE TV...
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે