અમરનાથ યાત્રા પર આતંકના છે 6 ખતરા, ફૂલપ્રૂફ સુરક્ષા માટે છે આ પ્લાન

1 જૂલાઇથી જમ્મૂ કાશ્મીરમાં શરૂ થઇ રહેલી અમરનાથ યાત્રા 2019 (Amarnath yatra 2019) પર આતંકનું જોખમ સતત બનેલું છે. સુરક્ષા એજન્સીના રિપોર્ટ અનુસાર આતંકી ગ્રુપ અમરનાથ યાત્રા પર હુમલો કરવાનું ષડયંત્ર રચી શકે છે.

અમરનાથ યાત્રા પર આતંકના છે 6 ખતરા, ફૂલપ્રૂફ સુરક્ષા માટે છે આ પ્લાન

નવી દિલ્હી: 1 જૂલાઇથી જમ્મૂ કાશ્મીરમાં શરૂ થઇ રહેલી અમરનાથ યાત્રા 2019 (Amarnath yatra 2019) પર આતંકનું જોખમ સતત બનેલું છે. સુરક્ષા એજન્સીના રિપોર્ટ અનુસાર આતંકી ગ્રુપ અમરનાથ યાત્રા પર હુમલો કરવાનું ષડયંત્ર રચી શકે છે. એવામાં યાત્રાની ફૂલપ્રૂફ સુરક્ષા માટે મોટા સ્તર પર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. Zee Newsને મળેલી જાણકારી અનુસાર ગુપ્ત એજન્સીએ અમરનાથ યાત્રા પર 6 રીતના આતંકી હુમલા થવાની આશંકા વ્યક્ત કરી છે.

અમરનાથ યાત્રાની સુરક્ષામાં લાગેલી જમ્મૂ કાશ્મીર પોલીસ, સેના અને દરેક અર્ધસૈનિક દળને કહેવામાં આવ્યું છે કે, તેઓ દરેક ખતરાને નિષ્ફળ કરવા માટે સંપૂર્ણ રીતે સતર્ક રહે. પ્રાપ્ત જાણકારી અનુસાર યાત્રામાં ઉપયોગમાં લેવાતી યાત્રીઓ અને સુરક્ષા દળની ગાડીઓ પર RFID ટેગની સાથે પ્રથમ વખત દરેક શ્રદ્ધાળુઓને ખાસ પ્રકારનો બાર કોડ આપવામાં આવશે. જેનાથી તેમના લોકેશન વિશે ચોક્કસ જાણકારી મળી શકે. એટલું જ નહીં, પ્રથમ વખત યાત્રીઓની જે કેમ્પમાં રોકાવવાની વ્યવસ્થા કરવામાં આવી છે. તેના પર પણ બાર કોડ રીડર લગાવવામાં આવી રહ્યાં છે. જેનાથી કેમ્પમાં તે જ યાત્રી આવી શકે જેને બાર કોડ આપવામાં આવ્યો છે.

અમરનાથ પર કયા છે 6 ખતરા:-
1. ગ્રેનેડ દ્વારા આતંકવાદીઓ યાત્રીઓને ટાર્ગેટ બનાવી શકે છે.
2. યાત્રીઓના કેમ્પ પર આતંકી હુમલાનું ષ્ડયંત્ર.
3. અમરનાથ યાત્રીઓ અને સુરક્ષા દળ પર આત્મઘાતી હુમલો.
4. યાત્રાના રૂટ પર આઇઇડી બ્લાસ્ટ કરી ટાર્ગેટ બનાવી શકે છે.
5. યાત્રીઓનો અપહરણ.
6. સેનાની વર્દી પહેરીને હુમોલ કરી શકે છે.

અમરનાથ યાત્રા પર જ્યાં આતંકી હુમલા થવાનો ખતરો બનેલો છે. ત્યાં સુરક્ષા એજન્સીના રિપોર્ટ અનુસાર કાશ્મીર ખીણમાં લગભગ 290 આતંકીઓ હાજર છે. જેમનો ઉપયોગ અમરનાથ યાત્રા પર હુમલો કરવા માટે કરી શકે છે. રિપોર્ટ અનુસાર તેમાં 34 પાકિસ્તાની આતંકી છે જે આઇએસઆઇના ઇશારા પર સુરક્ષા દળને નિશાન બનાવી શકે છે.

આવો તમને જણાવી ખીણમાં હાજર આતંકી ગ્રુપ્સ વિશે. કાશ્મીરમાં 290 આતંકીઓ હોવાની જાણકારી છે, જેમાં સૌથી વધારે લશ્કરના આતંકી છે.

1. લશ્કર એ તોયબાના કુલ 130 આતંકી કાશ્મીમાં જેમાં 79 પાકિસ્તાની આતંકી છે અને બાકીના 51 સ્થાનિક છે.
2. હિઝબુલ મુઝાહીદીનના કુલ 103 આતંકી જેમાં 7 પાકિસ્તાની આતંકી છે અને બાકીના 110 લોકોલ છે.
3. જૈશ-એ-મોહમ્મદના કુલ 34 આતંકી જેમાં 21 પાકિસ્તાની આંતકી છે અને બાકીના 13 લોકલ છે.
4. ISJK સાથ જોડાયેલા 2 આતંકવાદીઓ હાજર હોવાના સમાચાર છે.
5. અલ બદરથી જોડાયેલા 5 આતંકવાદીઓ છે.
6. અંસાર ગઝવત ઉલ હિન્દના કુલ 3 આતંકવાદીઓ છે.

આ વર્ષે જાન્યુઆરીથી અત્યાર સુધીમાં કુલ 117 આતંકવાદીઓ માર્યા ગયા
કાશ્મીર ખીણમાં આતંકવાદીઓની સામે કરવામાં આવેલી કાર્યવાહીમાં આ વર્ષે અત્યાર સુધીમાં 117 આતંકવાદીઓ માર્યા ગયા છે. ત્યારે અલગ-અલગ આતંકી હુમલામાં અત્યાર સુધીમાં 74 જવાનો શહીદ થયા છે. જેમાં પુલવામામાં સીઆરપીએફના કાફલા પર થયેલા આતંકવાદી હુમલો પણ સામેલ છે. પુલવામા હુમલામાં કુલ 40 જવાન શહીદ થયા હતા, ત્યારબાદ વાયુ સેનાએ બાલાકોટમાં જૈશ-એ-મોહમ્મદના કેમ્પ પર એર સ્ટ્રાઇક કરી હુમલો કર્યો હતો. ગૃહ મંત્રાલયની 18 જૂન સુધીના રિપોર્ટ અનુસાર માર્યા ગયેલા આતંકવાદીઓમાં જૈશના આતંકીઓ સૌથી વધારે છે. રિપોર્ટ અનુસાર આ વર્ષે કુલ 36 આતકવાદીઓ અત્યાર સુધીમાં માર્યા ગયા છે.

જુઓ Live TV:-

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news