Kisan Aandolan: ક્યાંક ફરવા જવાનો પ્રોગ્રામ હોય તો એક મિનિટ થોભો...આ ટ્રેનો થઈ છે રદ, જુઓ યાદી

ખેડૂત આંદોલનના કારણે આજે ભારતીય રેલવેએ અનેક ટ્રેનો રદ કરી છે. આ ઉપરાંત કેટલીક ટ્રેનોના રૂટ ડાઈવર્ટ કર્યા છે. જો તમે ક્યાંય જવાનો પ્લાન કરી રહ્યા હોવ તો આ ખબર તમારા કામની છે. 

Kisan Aandolan: ક્યાંક ફરવા જવાનો પ્રોગ્રામ હોય તો એક મિનિટ થોભો...આ ટ્રેનો થઈ છે રદ, જુઓ યાદી

નવી દિલ્હી: ખેડૂત આંદોલનના કારણે આજે ભારતીય રેલવેએ અનેક ટ્રેનો રદ કરી છે. આ ઉપરાંત કેટલીક ટ્રેનોના રૂટ ડાઈવર્ટ કર્યા છે. જો તમે ક્યાંય જવાનો પ્લાન કરી રહ્યા હોવ તો આ ખબર તમારા કામની છે. અહીં એ ટ્રેનોની યાદી જણાવવામાં આવી છે જે કેન્સલ કે ડાઈવર્ટ કરાઈ છે. અત્રે જણાવવાનું કે લખીમપુર ખીરી હિંસા મામલે કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રાના રાજીનામાની માગણીને લઈને સંયુક્ત કિસાન મોરચા (SKM) એ આજે રેલ રોકો આંદોલનની જાહેરાત કરી છે. 

આ ટ્રેનો રદ થઈ
- બહરાઈચથી 18 ઓક્ટોબર 2021ના રોજ ઉપડનારી 05361 બહરાઈચ-મેલાની વિશેષ ગાડી રદ રહેશે.
- મેલાનીથી 18 ઓક્ટોબર 2021ના રોજ ઉપડનારી 05362 મેલાની-બહરાઈચ વિશેષ ગાડી રદ રહેશે. 
- બહરાઈચથી 18 ઓક્ટોબર 2021ના રોજ ઉપડનારી 05357 બહરાઈચ-નાનપારા વિશેષ ગાડી રદ રહેશે.
- નાનપારાથી 18 ઓક્ટોબર 2021ના રોજ ઉપડનારી 05358 નાનપારા- બહરાઈચ વિશેષ ગાડી રદ રહેશે. 

આ ટ્રેનોનું કરાયું શોર્ટ ટર્મિનેશન/શોર્ટ ઓરિજિનેશન
- ગોરખપુરથી 17 ોક્ટોબર 2021ના રોજ ઉપડનારી 05009 ગોરખપુર-મેલાની વિશેષ ગાડીને લખનૌમાં શોર્ટ ટર્મિનેટ કરાઈ.
- મેલાનીથી  18 ઓક્ટોબર 2021ના રોજ ઉપડનારી 05010 મેલાની-ગોરખપુર વિશેષ ગાડી લખનૌ જં થી દોડાવવામાં આવશે. 
- લખનૌ જં.થી 18 ઓક્ટોબર 2021ના રોજ પ્રસ્થાન કરનારી 05086 લખનૌ જં. મેલાની વિશેષ ગાડી સીતાપુરમાં શોર્ટ ટર્મિનેટ થશે. 
- મેલાનીથી 18 ઓક્ટોબર 2021ના રોજ પ્રસ્થાન કરનારી 05085 મેલાની-લખનૌ જં. વિશેષ ગાડી સીતાપુરથી દોડાવવામાં આવશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news