PM મોદી કરશે દેશના સૌથી લાંબા એક્સપ્રેસ-વેનો શિલાન્યાસ, જાણો ખાસિયતો

પીએમ નરેંદ્ર મોદી પૂર્વાંચલ એક્સપ્રેસ-વેનો શિલાન્યાસ કરશે. આ એક્સપ્રેસ-વે પૂર્વાચલ માટે લાઇફલાઇન સાબિત થશે, કારણ કે આ એક્સપ્રેસ-વે દ્વારા ઘણા જિલ્લા પરસ્પર જોડાઇ જશે. સાથે જ આ એક્સપ્રેસ વેના કિનારે ઔદ્યોગિક ક્ષેત્ર વિકસાવવામાં આવશે જે બેરોજગારીની સમસ્યાને દૂર કરવામાં મદદ કરશે.

PM મોદી કરશે દેશના સૌથી લાંબા એક્સપ્રેસ-વેનો શિલાન્યાસ, જાણો ખાસિયતો

નવી દિલ્હી/ આઝમગઢ: પીએમ નરેંદ્ર મોદી પૂર્વાંચલ એક્સપ્રેસ-વેનો શિલાન્યાસ કરશે. આ એક્સપ્રેસ-વે પૂર્વાચલ માટે લાઇફલાઇન સાબિત થશે, કારણ કે આ એક્સપ્રેસ-વે દ્વારા ઘણા જિલ્લા પરસ્પર જોડાઇ જશે. સાથે જ આ એક્સપ્રેસ વેના કિનારે ઔદ્યોગિક ક્ષેત્ર વિકસાવવામાં આવશે જે બેરોજગારીની સમસ્યાને દૂર કરવામાં મદદ કરશે. ભાજપ સરકાર આ પ્રયત્નમાં છે કે પૂર્વાંચલના લોકો માટે લખનઉ સુધીની સફર આસન કરવામાં આવે. લોકોને સુરક્ષિત અને આરામદાયક મુસાફરી માટે દેશના સૌથી લાંબા એક્સપ્રેસ વે બનાવવાની તૈયારી શરૂ થઇ ગઇ છે. તેને 'પૂર્વાંચલ એક્સપ્રેસ-વે' નામ આપવામાં આવ્યું છે. 354 કિલોમીટર લાંબા એક્સપ્રેસ-વે લખનઉથી શરૂ થઇને બારાબંકી, ફૈજાબાદ, આંબેડકરનગર, અમેઠી, સુલ્તાનપુર, આઝમગઢ, મઉ અને ગાજીપુર થઇને પસાર થશે.

'પૂર્વાંચલ એક્સપ્રેસ-વે' કેમ છે ખાસ
- પૂર્વાંચલ એક્સપ્રેસ-વે છે ખાસ
- 354 કિલોમીટર લાંબો હશે પૂર્વાંચલ એક્સપ્રેસ-વે
- લખનઉથી ગાજીપુર સુધી આ એક્સપ્રેસ-વે બનશે
- દિલ્હીથી ગાજીપુરનું અંતર ઓછું થશે, આસાન રહેશે સફર
- લખનઉના ચંદસરાય ગામથી શરૂ થશે આ એક્સપ્રેસ-વે
- ગાજીપુરના હૈદરિયા ગામ સુધી બનશે એક્સપ્રેસ-વે
- 4-5 કલાકમાં લખનઉ-ગાજીપુરનું અંતર કપાશે
- આ 6 લેનનો એક્સપ્રેસ-વે હશે, જે 8 લેન સુધી વધારવામાં આવશે.
- આ ટોટલ કંટ્રોલ્ડ એક્સપ્રેસ-વે હશે
- લગભગ 17000 કરોડના ખર્ચે તૈયાર કરાશે
- આઝમગઢ-ગોરખપુર માટે 100 કિમી. લાંબો નવો લિંક એક્સપ્રેસ-વે બનાવવામાં આવશે. 
- લિંક એક્સપ્રેસ-વે ગોરખપુરના પૂર્વાંચલ એક્સપ્રેસ-વે સાથે જોડાશે
- તેને તૈયાર કરવા માટે 2 વર્ષ 6 મહિનાનો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે. 
- પૂર્વાંચલ એક્સપ્રેસ-વે લખનઉ, બારાબંકી, અમેઠી, આંબેડકરનગર, ફૈજાબાદ, સુલ્તાનપુર, આઝમગઢ, મઉ અને ગાજિપુરથી થઇને પસાર થશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news