જ્યોતિષ શાસ્ત્રઃ હાથમાંથી આ 5 વસ્તુઓ પડે તો અશુભ માનવામાં આવે છે, આવી શકે છે મોટી મુશ્કેલી
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કેટલીક વસ્તુઓ હાથમાંથી પડી જવી એ અશુભ સંકેત છે અને આવી સ્થિતિમાં તમારે ભવિષ્યની પરેશાનીઓ માટે સાવધાન રહેવું જોઈએ.
Trending Photos
નવી દિલ્હીઃ Jyotish Shastra: ઘણીવાર કામ કરતા સમયે ભૂલથી આપણા હાથમાંથી કોઈ વસ્તુ નીચે પડી જાય છે અને આપણે તેને નજરઅંદાજ કરી દઈએ છીએ. પરંતુ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કેટલીક વસ્તુ હાથમાંથી પડે તો અશુભ સંકેત માનવામાં આવે છે. તેનો અર્થ છે કે આવનારા સમયમાં તમારૂ કોઈ કામ બગડવાનું છે અથવા કામમાં કોઈ વિઘ્ન આવવાનું છે. આ પાંચ વસ્તુ હાથમાંથી પડી જાય તો અશુભ માનવામાં આવે છે, તમે પણ જાણો.
મીઠું
હંમેશા તમે વડીલોને સાંળ્યા હશે કે મીઠું ફેંકો નહીં કે તેને નીચે ન પાડો. પરંતુ ઘણીવાર કિચનમાં કામ કરતા કે ભોજનના ટેબલ પર મીઠું પડી જાય છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસર મીઠું પડવું અશુભ માનવામાં આવે છે. કહેવામાં આવે છે કે નમક પડવું શુક્ર અને ચંદ્ર નબળો હોવાનો સંકેત છે. આ કારણે તમારા દાંપત્ય જીવનમાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.
તેલ
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર તમારા હાથમાંથી ભૂલથી તેલ ઢોળાય તો તેને અશુભ માનવામાં આવે છે. વારંવાર તેલ ઢોળાવાનો અર્થ છે કે તમારા જીવનમાં કોઈ મોટી પરેશાની આવવાની છે. આ સિવાય તમારે કોઈ પૈસા પૈસા ઉધાર લેવા પડી શકે છે. તેથી તેલનો ઉપયોગ કરતા સમયે સાવધાની રાખવી જોઈએ.
પૂજાની થાળી
જો તમે પૂજા કરી રહ્યાં છો અને અચાનક તમારા હાથમાંથી પૂજાની થાળી પડી જાય તો ભગવાન તમારા પર કૃપા વરસાવી રહ્યાં નથી. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર પૂજાની થાળી પડવી તમને સંકેત આપે છે કે વ્રત કે પૂજાથી તમને કોઈ લાભ મળી રહ્યો નથી અને ભવિષ્યમાં કોઈ મુશ્કેલી પણ આવી શકે છે.
દૂધ
ભૂલથી તમારા હાથમાંથી દૂધનો ગ્લાસ કે કોઈ વાસણ જમીન પર પડે તો સાવચેત થઈ જજો. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર તે પણ એક અશુભ સંકેત છે કારણ કે દૂધનો સંબંધ ચંદ્રમાં સાથે માનવામાં આવે છે અને દૂધનું પડવું જીવનમાં આર્થિક સંકટ તરફ ઇશારો કરે છે.
ભોજન
સામાન્ય રીતે ભોજન કરતા કે ભોજન પિરસતા સમયે થોડું ધ્યાન રાખવું જોઈએ. કારણ કે પિરસતા સમયે ભોજન નીચે પડવાનો અર્થ છે કે ઘરમાં નકારાત્મકતાનો વાસ થવાનો છે અને ગરીબી આવી શકે છે.
(ડિસ્ક્લેમરઃ અહીં આપવામાં આવેલી જાણકારી સામાજિક અને ધાર્મિક આસ્થાઓ પર આધારિત છે. ઝી 24 કલાક તેનું પુષ્ટિ કરતું નથી)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે