Covid India Updates: જુલાઈથી દરરોજ 1 કરોડ લોકોને રસી અપાશે, ડિસેમ્બર સુધીમાં સમગ્ર વસ્તીનું થઈ જશે રસીકરણ: ICMR

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કોરોના બ્રીફિંગમાં જણાવ્યું કે, એક્ટિવ કેસમાં 50 ટકાનો ઘટાડો થયો છે. એક દિવસમાં 1.3 લાખ એક્ટિવ કેસ ઘટ્યા છે. 30 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો એવા છે જ્યાં છેલ્લા એક સપ્તાહથી કેસમાં ઘટાડો થઈ રહ્યો છે, જે પોઝિટિવ ટ્રેન્ડ છે. 

Covid India Updates: જુલાઈથી દરરોજ 1 કરોડ લોકોને રસી અપાશે, ડિસેમ્બર સુધીમાં સમગ્ર વસ્તીનું થઈ જશે રસીકરણ: ICMR

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાની સ્થિતિ અને રસીકરણની પ્રગતિ પર યોજાયેલી પત્રકાર પરિષદમાં આઈસીએમઆરના ડાયરેક્ટર ડો. બલરામ ભાર્ગવે કહ્યુ કે, કોવિશીલ્ડ ડોઝ લગાવવાના શેડ્યૂલમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. તેના માત્ર બે ડોઝ હશે. કોવિશીલ્ડનો પ્રથમ ડોઝ આપ્યા બાદ 12 સપ્તાહ બાદ બીજો ડોઝ આપવામાં આવશે. 

તેમણે કહ્યું કે, વેક્સિનની કોઈ કમી નથી. જુલાઈના મધ્ય કે ઓગસ્ટ સુધી આપણી પાસે દરરોજ 1 કરોડ લોકોને રસી લગાવવા માટે પર્યાપ્ત ડોઝ હશે. અમને ડિસેમ્બર સુધી દેશની તમામ વસ્તીનું રસીકરણ કરવાનો વિશ્વાસ છે. 

સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે કહ્યુ કે, દેશમાં કુલ 21.60 કરોડ વેક્સિનના ડોઝ લગાવવામાં આવી ચુક્યા છે. તેમાં સ્વાસ્થ્ય કર્મીઓને 1.67 કરોડ ડોઝ, ફ્રંટલાઇન વોરિયર્સને 2.42 કરોડ ડોઝ, 45+ ઉંમર વર્ગના લોકોને 15.48 કરોડ જ્યારે 18-44 ઉંમર વર્ગના લોકો માટે 2.03 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે. 

— ANI (@ANI) June 1, 2021

દેશમાં ઘટી રહ્યાં છે કોરોના કેસ
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કોરોના બ્રીફિંગમાં જણાવ્યું કે, એક્ટિવ કેસમાં 50 ટકાનો ઘટાડો થયો છે. એક દિવસમાં 1.3 લાખ એક્ટિવ કેસ ઘટ્યા છે. 30 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો એવા છે જ્યાં છેલ્લા એક સપ્તાહથી કેસમાં ઘટાડો થઈ રહ્યો છે, જે પોઝિટિવ ટ્રેન્ડ છે. સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે જણાવ્યુ- છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1,27,000 કેસ સામે આવ્યા છે. 28 મેથી નવા કેસ બે લાખની નીચે રહ્યાં છે. સંક્રમણમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. લવ અગ્રવાલે કોરોનાના આંકડાની જાણકારી આપતા કહ્યું- કોરોનાથી સાજા થનારા દર્દીઓની સંખ્યા દરરોજ નોંધાતા કેસ કરતા વધુ છે. 92 ટકા રિકવરી રેટની સાથે એવરેજ ટેસ્ટિંગની સંખ્યા 20 લાખે પહોંચી ગઈ છે. 

છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કેસ
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યાં મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 1,27,510 દર્દીઓ નોંધાયા છે. આ સાથે કુલ કોરોના સંક્રમિત દર્દીઓનો આંકડો2,81,75,044 પર પહોંચી ગયો છે. જેમાંથી 18,95,520 દર્દીઓ હજુ પણ સારવાર હેઠળ છે. એક દિવસમાં 2,55,287 કોરોના દર્દીઓ સાજા થયા છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 2,59,47,629 લોકોએ કોરોનાને માત આપવામાં સફળતા મેળવી છે. ધીરે ધીરે કોરોનાથી થતા મોતનો આંકડો પણ ઘટતો જોવા મળ્યો છે. છેલ્લા 24 કલાકમાં 2795 લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news