લોકસભા ચૂંટણી 2019 : શિવસેના અમારી સાથે જ હશે, વાતચીત ચાલુ છે: અમિત શાહ

મુંબઇમાં ભાજપ અધ્યક્ષે કહ્યું કે, વિધાનસભા ચૂંટણીને લોકસભા ચૂંટણી પરિણામ સાથે જોડી શકાય નહી, બંન્ને ચૂંટણી અલગ અલગ મુદ્દાઓ પર લડવામાં આવે છે

લોકસભા ચૂંટણી 2019 : શિવસેના અમારી સાથે જ હશે, વાતચીત ચાલુ છે: અમિત શાહ

મુંબઇ : રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢનાં ચૂંટણી પરિણામ નાં મુદ્દે ભારતીય જનતા પાર્ટી (ભાજપ)નાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે બુધવારે મુંબઇમાં કહ્યું કે, નિશ્ચિત રીતે ત્રણેય રાજ્યમાં ચૂંટણી પરિણામ ભાજપનાં પક્ષમાં નથી રહ્યું. જો કે તેમણે 2019ની લોકસભા ચૂંટણી સાથે જોડીને જોવું યોગ્ય નથી. તેમણે કહ્યું કે, મનેભરોસો છે કે શિવસેના 2019ની લોકસભા ચૂંટણીમાં અમારો સાથ આપશે, વાતચીત ચાલી રહી છે. 

મુંબઇમાં ભાજપ અધ્યક્ષે કહ્યું કે, વિધાનસભા ચૂંટણીને લોકસભા ચૂંટણી પરિણામ સાથે જોડઇ શકાય નહી. બંન્ને ચૂંટણી અલગ અલગ મુદ્દાઓ પર લડવામાં આવે છે. તેમણે કહ્યું કે, અમે (રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢ )માં જનાદેશનો સ્વિકાર કરે છે, અમે ચૂંટણી પરિણામો પર આત્મમંથન કરીશું. 

શાહે કહ્યું કે, આ માત્ર ભાજપ માટે જ નહી પરંતુ દેશ માટે પણ જરૂરી છે કે ભાજપ હિંદી પટ્ટી અને અન્ય ક્ષેત્રમાં આગામી ચૂંટણી જીતે. તેમણે આગળ કહ્યું કે, વિપક્ષના મહાગઠબંધનની વાસ્તવિકતા અલગ છે. તેનું કોઇ જ અસ્તિત્વ નથી અને તે એક ભ્રાન્તિ છે. મહાગઠબંધનમાં દરેક વ્યક્તિ વડાપ્રધાન બનવા માંગે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news