મોદી સરકારના 7 વર્ષ પૂરા થવા પર કોઈ ઉજવણી નહીં થાય, અનાથ બાળકો માટે લાગૂ થશે યોજના
કેન્દ્ર સરકાર તરફથી આ બાહતે પહેલા ભાજપ શાસિત રાજ્યોને એડવાઇઝરી જાહેર કરવામાં આવી ચુકી છે. ત્યારબાદ ઉત્તર પ્રદેશ તથા મધ્ય પ્રદેશ સહિત ભાજપના કેટલાક રાજ્યોએ પણ આ પગલા ભર્યા છે.
Trending Photos
નવી દિલ્હીઃ 30 મેએ કેન્દ્ર સરકારની સાતમી વર્ષગાંઠ છે. આ વખતે ભારતીય જનતા પાર્ટી (BJP) કોઈ કાર્યક્રમનું આયોજન કરવાની નથી. સાતમી વર્ષગાંઠ વિશે જાણકારી આપતા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા (jp nadda) એ કહ્યુ કે, કોરોના મહામારીને કારણે આ વખતે પાર્ટી દ્વારા કોઈ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે નહીં. બધા ભાજપ શાસિત રાજ્યોમાં પાર્ટી તે બાળકો માટે એક યોજના લાગૂ કરવા જઈ રહી જછે, જેણે કોરોનાને કારણે પોતાના માતા-પિતાને ગુમાવ્યા છે અને તે અનાથ થઈ ગયા છે.
મહત્વનું છે કે કેન્દ્ર સરકાર તરફથી આ બાહતે પહેલા ભાજપ શાસિત રાજ્યોને એડવાઇઝરી જાહેર કરવામાં આવી ચુકી છે. ત્યારબાદ ઉત્તર પ્રદેશ તથા મધ્ય પ્રદેશ સહિત ભાજપના કેટલાક રાજ્યોએ પણ આ પગલા ભર્યા છે. કેન્દ્રએ ભાજપ શાસિત રાજ્યોને કહ્યું કે, તે એવા બાળકોના પુનર્વાસની વ્યવસ્થા કરે જે કોરોના કાળમાં અનાથ થઈ ગયા છે કે એવા બાળકો જેના માતા-પિતા બન્ને હોસ્પિટલમાં છે તેનું ધ્યાન રાખે. તો ઉત્તર પ્રદેશ સહિત અન્ય ભાજપ શાસિત પ્રદેશની સરકાર તરફથી આગામી સપ્તાહ એટલે કે 30 મેએ આ વિશે વિસ્તૃત નીતિ જાહેર કરવામાં આવશે.
Black Fungus નો 'રેયર કેસ' સામે આવ્યો, નાના આંતરડામાં મળ્યો મ્યુકોરમાઇકોસિસ
મધ્ય પ્રદેશ સરકાર આપી રહી છે એક લાખ રૂપિયાની રકમ
તો મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે જાહેરાત કરી છે કે કોરોનાની બીજી લહેરમાં જે પરિવારમાં મૃત્યુ થયા છે, તે પરિવારને રાજ્ય સરકાર તરફથી એક લાખ રૂપિયાની મદદ કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે કોરોનાને કારણે બધા વર્ગો પર અસર પડી છે. મહામારીને કારણે મહિલાઓ, વરિષ્ઠ નાગરિકો, એસસી-એસટી અને વિશેષ કરીને અનાથ થયેલા બાળકો સહિત નબળા વર્ગની સુરક્ષા માતે તત્કાલ પગલા ભરવા માટે એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે. ગૃહ મંત્રાલયે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને આ સંદર્ભમાં ગાઇડલાઇન જારી કરી છે. તેના માધ્યમથી કોોરના મહામારીમાં લોકોને વધુમાં વધુ લાભ મળી શકે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે