GUJARAT CORONA UPDATE: રાજ્યમાં 4205 નવા કેસ, 8445 દર્દીઓ સાજા થયા, 54 ના મોત
Trending Photos
ગાંધીનગર : ગુજરાતમાં આજે કુલ 1,47,860 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. આજે રાજ્યમાં કોવિડ 19થી સાજા થવાના દરમાં સતત વધારો થઇ રહ્યો છે. રાજ્યમાં સાજા થવાનો દર 88.57 ટકાએ પહોંચી ચુક્યો છે. રાજ્યમાં આજે કોરોનાના કુલ 4205 કેસ જ નોંધાયા હતા. જ્યારે બીજી તરફ કુલ 8445 દર્દીઓ સાજા થયા હતા. અત્યાર સુધીમાં કુલ 6,95,026 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.
જો રાજ્યમાં એક્ટિવ દર્દીની વાત કરીએ તો રાજ્યમાં હાલ કુલ 80127 કેસ એક્ટિવ છે. જે પૈકી 679 દર્દીઓ વેન્ટિલેટર પર છે. જ્યારે 79448 દર્દીઓ સ્ટેબલ છે. 6,95,026 દર્દીઓને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. જ્યારે 9523 લોકોનાં કુલ મોત કોરોનાને કારણે થયા છે. જ્યારે રાજ્યમાં આજે કોરોનાને કારણે કુલ 54 લોકોનાં મોત નિપજ્યાં છે.
આજે રાજ્યમાં ફ્રન્ટલાઇન વર્કર્સને 8068ને પ્રથમ ડોઝ અને 2729 લોકોને બીજો ડોઝ આપવામાં આવી ચુક્યો છે. 45થી વધારે ઉંમરના 79012 લોકોને પ્રથમ ડોઝ જ્યારે 16228 લોકોને બીજો ડોઝ આપવામાં આવી ચુક્યો છે. 18થી 45 વર્ષ વયજુથનાં કુલ 41,823 લોકોને પ્રથમ ડોઝ આપવામાં આવી ચુક્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે