PM ના કાફલાને રોકવા પાછળના કાવતરાનો થયો ખુલાસો! સ્પીકરનો પણ થયો હતો ઉપયોગ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ની ફિરોઝપુર મુલાકાત પહેલા રૂટ લીક થવાની પુષ્ટિ થઈ છે. રસ્તો બ્લોક કરનારા પ્રદર્શનકારીઓએ એક વીડિયોમાં કહ્યું કે, માર્ગની જાણ થતાં જ માઈક પર બૂમ પાડીને ભીડને બોલાવવામાં આવી હતી.
Trending Photos
નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ની ફિરોઝપુર મુલાકાત પહેલા રૂટ લીક થવાની પુષ્ટિ થઈ છે. રસ્તો બ્લોક કરનારા પ્રદર્શનકારીઓએ એક વીડિયોમાં કહ્યું કે, માર્ગની જાણ થતાં જ માઈક પર બૂમ પાડીને ભીડને બોલાવવામાં આવી હતી. તેમજ વિડીયો પોલીસ ત્યાં સાથે ઉભા રહી ચા પીતી રહી. ભીડને દૂર કરી ન હતું. સાથે જ પ્રદર્શનકારીએ કહ્યું કે પીએમ રૂટ ક્લિયર કરવાનું છોડીને પંજાબ પોલીસના અધિકારીઓ અને કર્મચારીઓ ચાની ચુસ્કીઓ લઈ રહ્યા હતા.
વિરોધીઓએ કેમેરા સામે સ્વીકાર્યું સત્ય
પ્રદર્શનકારીએ કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ફિરોઝપુર પહોંચવાના રૂટ વિશે પહેલાથી જ પ્રદર્શનકારીઓને પહેલાંથી જ ખબર પડી ગઈ હતી. ત્યારબાદ તેમણે માઈકથી જાહેરાત કરીને બાજુના પ્યારેઆણાના ગામમાં ભીડ એકઠી કરી અને આખો રસ્તો બ્લોક કરી દીધો, ત્યાં સુધીમાં ઘણા ખેડૂત સંગઠનો પણ ત્યાં આવી ગયા. પ્રદર્શનકારીઓએ પોતે કેમેરા સામે કબૂલ્યું હતું કે અગાઉ તેઓ માત્ર રેલીમાં જનારા ભાજપના કાર્યકરોની બસોને રોકતા હતા.
પ્રદર્શનકારીઓને ખબર ન હતી આ વાત
તમને જણાવી દઈએ કે, પ્રદર્શનકારીઓ વીડિયોમાં પીએમને સીએમ ચન્ની કહી રહ્યા છે. વીડિયો અનુસાર તેમને ખબર નહોતી કે મુખ્યમંત્રી ચન્ની તે કાફલામાં નથી. તેનાથી પંજાબ સરકાર અને પંજાબ પોલીસની ઈરાદા પર સવાલો ઉભા થયા છે.
મેસેજ કરી બોલાવવામાં આવી ભીડ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના રૂટ પર પ્રદર્શન કરનાર વ્યક્તિએ કહ્યું કે અમે પુલ બ્લોક કરી દીધો હતો. અમે ભાજપના કાર્યકરોના કાફલાને અટકાવ્યો હતો. ત્યારબાદ જેવી જ અમને ખબર પડી કે પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રીનો કાફલો ભટિંડા રોડથી મોગા હાઈવે પર આવી રહ્યો છે, તરત જ નજીકના પ્યારેઆણાના ગામના સ્પીકર્સ પર અવાજ આવ્યો કે કાફલો અહીંથી આવી રહ્યો છે. આ ઉપરાંત બધાને મેસેજ કરીને બોલાવવામાં આવ્યા હતા. ત્યારબાદ અમે ટ્રોલી લગાવીને ફ્લાયઓવરને સંપૂર્ણપણે જામ કરી દીધો હતો. આ પછી કાફલાને ત્યાંથી પરત ફરવું પડ્યું હતું.
પોલીસકર્મીઓ બજાવતા નથી ડ્યૂટી
તમને જણાવી દઈએ કે પ્રધાનમંત્રીનો રૂટ કોઈપણ અવરોધ વગરનો છે, પરંતુ પંજાબ પોલીસને તેની ખાતરી કરવામાં રસ નહોતો. આવો જ એક વીડિયો સામે આવ્યો છે, જેમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે પીએમનો રસ્તો સાફ કરાવવાને બદલે પંજાબ પોલીસના અધિકારીઓ અને જવાનો પણ લોકોને રોકવાને બદલે પ્રદર્શનકારીઓ સાથે જોડાયેલા છે. જેમાં જોવા મળી રહ્યું છે કે પોલીસકર્મીઓને જામ ખોલવામાં રસ નથી, પરંતુ તેઓ ત્યાં ફરજના નામે માત્ર ખાનાપૂર્તિ કરી રહ્યા હતા.
જાણીજોઇને લીક કરવામાં આવ્યો રૂટનો પ્લાન
ભાજપના નેતાઓએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે 10 મિનિટ પહેલા સુધી કોઈ જામ નથી. પીએમ મોદીના રોડ માર્ગે આવવાની જાણ થતાં જ આ માહિતી બહાર આવી હતી. ત્યારબાદ રોડ પર જામ થઈ ગયો હતો. સરકારના ઈશારે જાણી જોઈને પીએમનો રસ્તો બ્લોક કરવામાં આવ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે