થાઈ ફૂડ રેસીપીઝ: સોમ તમ થાઈ

સોમ તુમ થાઈ એ લીલા પપૈયાનું સલાડ છે, જેમાં 4 સ્વાદ (ખાટો, મીઠો, મસાલેદાર અને ખારો) સ્વાદનો સમાવેશ થાય છે. 

થાઈ ફૂડ રેસીપીઝ: સોમ તમ થાઈ

સામાન્ય રીતે આપણને ગુજરાતી, રાજસ્થાની, સાઉથ ઇન્ડીયન જેવી પ્રાદેશિક વાનગીઓ બનાવવાની રીત ખૂબ સરળતાથી મળી જતી હોય છે. પરંતુ જ્યારે થાઇ રેસિપી એ પણ ગુજરાતીમાં મળવી ખૂબ મુશ્કેલ હોય છે. ત્યારે આજે અમે તમારા માટે એક થાઇ રેસિપી લઇને આવ્યા છીએ. આજે અમે તમને સોમ તમ થાઈ (થાઇ સલાડ) બનાવતાં શિખવાડીશું . સોમ તુમ થાઈ એ લીલા પપૈયાનું સલાડ છે, જેમાં 4 સ્વાદ (ખાટો, મીઠો, મસાલેદાર અને ખારો) સ્વાદનો સમાવેશ થાય છે. 

જરૂરી સામગ્રી

લીલુ પપૈયુ

250 ગ્રામ

ગાજર

1 કપ

આમલી અને મરચાંનો સોસ

50 એમ.એલ

લોંગ બીન્સ

1 કપ

ચેરી ટોમેટો

1 કપ

મરચું/વૈકલ્પિક

1 ચમચી

સિંગદાણા

2 કપ

લસણ

4 કળી

લીંબુ

2 ચમચી

ખાંડ

1 ચમચી

મીઠુ

To taste

તૈયાર કરવાની રીત
- પપૈયાને  જુલાઈન  ગ્રેટરથી ઝીણી નાંખો.
- બાઉલમાં લાલ મરચાં, લસણ, સિંગદાણા, લોન્ગ બીન્સ, આમલીનો સોસ, ચેરી ટામેટાનું મિશ્રણ કરી તેમાં છીણેલુ ગાજર અને લીલુ પપૈયું તેમાં ઉમેરી સારી રીતે મિક્સ કરો.
- સિઝનીંગ કરવા માટે મીઠુ અને ખાંડ ઉમેરો.
- તાજી કોથમીરના પાનથી ગાર્નીસ કરો.

કોર્ટયાર્ડ બાય મેરિયોટ શેફ : પ્રિયા જેટ્રીમેટ

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news