બુલંદ શહેરના PI સુબોધનાં પિતા પણ ઘર્ષણ દરમિયાન શહીદ થયા હતા !

સુબોધ કુમારનાં પિતા શહીદ થતા આશ્રિત તરીકે સુબોધ કુમારને નોકરી મળી હતી, હવે સુબોધ કુમારના પુત્રને પણ આશ્રિત તરીકે મળશે નોકરી

બુલંદ શહેરના PI સુબોધનાં પિતા પણ ઘર્ષણ દરમિયાન શહીદ થયા હતા !

નવી દિલ્હી : ગૌહત્યાની શંકામાં હિંસક થયેલા ટોળાએ ઉત્તરપ્રદેશના બુલંદશહેરમાં પોલીસ ઇન્સપેક્ટર સુબોધ કુમાર સિંહનાં માથામાં ગોળીમારીને હત્યા કરી દીધી. ગોળી વાગ્યા બાદ પણ ટોળાએ તેમને માર માર્યો. પોસ્ટમોર્ટમ રિપોર્ટ દરમિયાન આ ખુલાસો થયો હતો કે તેમની ડાબી આંખ પાસે ગોળી લાગવાનાં કારણે તેમનું મોત નિપજ્યું હતું. મળતી માહિતી અનુસાર સુબોધ કુમાર સિંહ રાઠોડ મુળ રીતે એટાનાં તરગવા ગામનાં રહેવાસી હતા. તેમનાં પિતા રામ પ્રકાશ યૂપી પોલીસમાં જમાદાર હતા. તેમનાં પિતા પોલીસ ઘર્ષણ દરમિયાન ગોળી વાગવાનાં કારણે શહીદ થયા હતા. મૃતક આશ્રિતોમાં સુબોધને પોલીસ વિભાગમાં જમાદાર તરીકે નોકરી મળી હતી. ત્યાર બાદ વર્ષ 2017માં ઇન્સપેક્ટર પદ પર પ્રમોટ થયા હતા. 

સુબોધનો પરિવાર ગ્રેટર નોએડા વેસ્ટ ખાતે ગૌર સિટી સોસાયટીમાં રહે છે. તેનાં બે પુત્રો છે. મોટો પુત્ર શ્રેય દિલ્હીમાં રહેની સિવિલ સર્વિસની તૈયારી કરી રહ્યો છે અને બીએસસી કરી ચુક્યો છે. જ્યારે નાનો પુત્ર નોએડાની એક શાળામાં 12માં ધોરણમાં અભ્યાસ કરી રહ્યો છે. ઇન્સપેક્ટર સુબોધ કુમાર સિંહ ગ્રેટર નોએડાનાં જારચા, બાદલપુર અને દાદરી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી ચુક્યા છે. 

સુબોધ કુમારનાં પોસ્ટમોર્ટમમાં ખુલાસો થયો કે તેમની ડાબી આંખ પાસે ગોળી લાગવાનાં કારણે તેમનાં શરીર પર તથા ઘુટણ અને કમર, ખભા અને પીઠ પર ડંડાનો માર મરાયો હોવાનાં નિધાન મળી આવ્યા હતા. પોલીસને શંકા છે કે ટોળાએ ઇન્સપેક્ટર સુબોધ કુમાર સિંહની સર્વિસ રિવોલ્વર અને વાયરલેસ સેટ છીનવી લીધો અને તેનાંથી જ તેમનાં માથામાં ગોળી મારી દીધી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news