J&K: સોપોરમાં CRPFની પેટ્રોલિંગ પાર્ટી પર આતંકી હુમલામાં જવાન શહીદ અને 3 ઘાયલ
જમ્મુ અને કાશ્મીરના સોપોરમાં કેન્દ્રીય રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ની પેટ્રોલિંગ પાર્ટી પર આતંકી હુમલો થયો છે. આ હુમલામાં સીઆરપીએફનો એક જવાન શહીદ થયો છે જ્યારે એક નાગરિકનું મોત થયું છે. આ ઉપરાંત 3 જવાન ઘાયલ થયા છે. કહેવાય છે કે આતંકીઓએ ઘાત લગાવીને પેટ્રોલિંગ પાર્ટી પર હુમલો કર્યો.
Trending Photos
નવી દિલ્હી: જમ્મુ અને કાશ્મીરના સોપોરમાં કેન્દ્રીય રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ની પેટ્રોલિંગ પાર્ટી પર આતંકી હુમલો થયો છે. આ હુમલામાં સીઆરપીએફનો એક જવાન શહીદ થયો છે જ્યારે એક નાગરિકનું મોત થયું છે. આ ઉપરાંત 3 જવાન ઘાયલ થયા છે. જેમાંથી 2 જવાનની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. આતંકીઓએ ઘાત લગાવીને પેટ્રોલિંગ પાર્ટી પર હુમલો કર્યો કર્યો હતો.
મળતી માહિતી મુજબ આજે સવારે સીઆરપીએફની એક ટુકડી પેટ્રોલિંગ પર નીકળી હતી. રેબન વિસ્તારમાં સીઆરપીએફની પાર્ટી પર ફાયરિંગ થયું. આતંકીઓએ અંધાધૂંધ ફાયરિંગ કર્યું. જેમાં 4 જવાન ઘાયલ થયા અને એક નાગરિક પણ ઈજાગ્રસ્ત થયો. સમગ્ર વિસ્તારને ઘેરી લેવાયો છે.
જુઓ LIVE TV
જમ્મુ અને કાશ્મીર પોલીસ, સીઆરપીએફ અને સેના તરફથી સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. આતંકીઓની શોધ થઈ રહી છે. ઘાટીમાં હાલ સુરક્ષાદળો દ્વારા આતંકીઓના સફાયા માટે અભિયાન ચાલી રહ્યું છે. આ અભિયાન હેઠળ જૂન મહિનામાં 48 આતંકીઓ માર્યા ગયા છે. જેના કારણે આતંકીઓ ધૂંધવાયા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે