LoC નજીક છે 8 આતંકવાદી જુથ, મોટા હુમલાનું કાવત્રું રચી રહ્યું છે પાકિસ્તાન
Trending Photos
નવી દિલ્હી : પાકિસ્તાન સેનાને ભલે ભારતીય સેનાની જવાબી કાર્યવાહીમાં મોટુ નુકસાન ઉઠાવવું પડ્યું હોય પરંતુ તે પોતાની હરકતોથી બાઝ નથી આવી રહ્યું. ગુપ્તચર એજન્સીનાં એક રિપોર્ટ અનુસાર પાકિસ્તાની સેના લાઇન ઓફ કંટ્રોલની નજીક લોન્ચિંગ પેડ પરથી સતત ભારતમાં આતંકવાદીઓની ઘુસણખોરી કરાવવાના કાવત્રા રચી રહી છે. રિપોર્ટ અનુસાર 8 આતંકવાદીઓનાં એક મોટા જુથની મુવમેંટ એલઓસી પર જોવા મળી છે જે ભારતીય સેનાની પોસ્ટ પર બેટ એક્શનની તૈયારીમાં છે.
આ આતંકવાદી ગ્રુપમાં પાકિસ્તાની સેના એસએસજી કમાંડો પણ છે. કેન્દ્રીય સુરક્ષા સાથે જોડાયેલા એક અધિકારી અનુસાર તમામ આતંકવાદી પાકિસ્તાની સેનાના કમાંડોની સાથે દેખાયા છે, જે 26 જાન્યુઆરી પહેલા મોટો હૂમલો કરવાનું કાવત્રું રચી રહ્યા છે. મળતી માહિતી અનુસાર LoC પર રહેલા લીપા લોન્ચિંગ પેડ પર 8 આતંકવાદી આ મહિને 10 જાન્યુઆરીથી જ લીપા લોન્ચિંગ પેડ પર છે, પરંતુ સતત બરફવર્ષાનાં કારણે તથા ખરાબ વાતાવરણનાં કારણે તેઓ બેટ એક્શનને અંજામ ન આપી શકે. તેમનાં ઇન્ટરસેપ્ટરથી અમને લાગી રહ્યું છે કે તેઓ 24 જાન્યુઆરીથી 26 જાન્યુઆરી વચ્ચે સેનાને નિશાન બનાવી શકે છે.
ગુપ્ત રિપોર્ટ અનુસાર જે 8 આતંકવાદીઓનાં ગ્રુપના મુવમેંટને જોવામાં આવ્યું છે તેના ગાઇડ મોહમ્મદ અશરફ ટુડ છે. આ ગ્રુપને પીઓકેનાં ટેરર કેમ્પમાં ટ્રેનિંગ મળેલી છે. તેઓ અનેક ઘાતક હથિયારો સાથે જોવા મળ્યા છે. આ ગ્રુપ સાથે હાલનાં પાકિસ્તાની સેનાનાં એનએસજી કમાંડો અમારા જવાનોનાં સ્નાઇપર દ્વારા નિશાન પણ બનાવી શકે છે, ત્યાર બાદ એલઓસી પર રહેલા તમામ આર્મી યુનિટને એલર્ટ પર મુકવામાં આવ્યા છે.
ગૃહ મંત્રાલયનાં એક અધિકારી અનુસાર તમામ આતંકવાદીઓને પાકિસ્તાનની આઇએસઆઇ સાથે ભારતીય સેના પર હૂમલાનાં નિર્દેશ આપવામાં આવ્યા છે. અમારી પાસે જે ઇનપુટ છે તેના અનુસાર પાકિસ્તાન સેના આતંકવાદીઓ ભારતમાં ઘુસવાની સાથે સેના પર બેટ એક્શન માટે સંપુર્ણ મદદ કરે છે. બોર્ડર એક્શન ટીમમાં આતંકવાદીઓની સાથે સાથે પાકિસ્તાની સેનાના કમાંડો પણ હોય છે.
સેનાના ઉત્તરી કમાન પ્રમુખ લેફ્ટિનેંટ જનરલ રણબીર સિંહે આ મહિને 17 જાન્યુઆરીએ કહ્યું કે, ભારતીય સેના પાકિસ્તાની સેનાથી હંમેશા એક ડગલું આગળ છે. સંઘર્ષ વિરામ ઉલ્લંઘન અને સ્નાઇપર શોટના પાકિસ્તાની સેનાને તેની જ ભાષામાં જવાબ આપવામાં આવી રહ્યો છે. મીડિયા રિપોર્ટ અનુસાર લેફ્ટિનેંટ જનરલ રણબીર સિંહે કહ્યું કે, છેલ્લા 48 કલાકમાં અમારી સેનાએ પાંચ પાકિસ્તાની સૈનિકોને ઠાર માર્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે