જમ્મુ-કાશ્મીરના શોપિયાંમાં CRPF ટીમ પર આતંકી હુમલો, એક જવાન ઈજાગ્રસ્ત

એક દિવસ પહેલા જ જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં આતંકીઓએ ભાજપના કુલગામ કિસાન મોર્ચાના પ્રમુખ અને સરપંચ અને તેની પત્નીની ગોળી મારી હત્યા કરી દીધી. 

જમ્મુ-કાશ્મીરના શોપિયાંમાં CRPF ટીમ પર આતંકી હુમલો, એક જવાન ઈજાગ્રસ્ત

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના શોપિયાંમાં સીઆરપીએફ ટીમ પર આજે સવારે આતંકીઓએ હુમલો કર્યો છે. હુમલામાં એક જવાન ઈજાગ્રસ્ત થયો છે, જેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. જાણવા મળી રહ્યું છે કે શોપિયાં જિલ્લાના એક વિસ્તારમાં આતંકીઓએ અચાનક સુરક્ષાકર્મીઓ પર ફાયરિંગ શરૂ કરી દીધું. સુરક્ષાદળોએ આ વિસ્તારને ઘેરી લીધો છે. સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. 

એક દિવસ પહેલા જ જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં આતંકીઓએ ભાજપના કુલગામ કિસાન મોર્ચાના પ્રમુખ અને સરપંચ અને તેની પત્નીની ગોળી મારી હત્યા કરી દીધી. સોમવારે સાંજે આશરે ચાર કલાકે અનંતનાગ પોલીસને જિલ્લાના લાલચોક વિસ્તારમાં એક આતંકવાદી ઘટનાની સૂચના મળી, જ્યાં આતંકવાદીઓએ ભાજપના સરપંચ અને તેની પત્ની પર ગોળીઓ ચલાવી હતી. 

જમ્મુ-કાશ્મીરમાં આતંકી ઠેકાણાનો પર્દાફાશ
તો સ્વતંત્રતા દિવસ પહેલા બીએસએફે સોમવારે જમ્મુ-કાશ્મીરના પુંછ જિલ્લામાં એક આતંકવાદી ઠેકાણાથી ભારે માત્રામાં હથિયાર અને દારૂગોળો જપ્ત કરી મોટા આતંકી હુમલાને ટાળી દીધો. વિશેષ સૂચના પર મેંઢર પોલીસ સ્ટેશન ક્ષેત્રના સાંગડના જંગલોમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ ઓફ પોલીસની સાથે બીએસએફ તથા સેનાએ એક સંયુક્ત ઓપરેશન શરૂ કર્યું હતું. સર્ચ દરમિયાન એક જગ્યાએથી બે એકે-47 રાઇફલ, ચાર એકે-47 મેગેઝિન, એક ચીની પિસ્તોલ, 10 પિસ્તોલ મેગેઝિન, ચાર ચીની ગ્રેનેડ અને ચાર ડેટોનેટર સહિત મોટી માત્રામાં હથિયાર અને દારૂ-ગોળો મળી આવ્યો હતો. 

એડીજીપી મુકેશ સિંહે સોમવારે કહ્યુ કે, જે સ્થળો પર સ્વતંત્રતા દિવસ સમારોહ આયોજીત થવાનો છે, તે બધાની સુરક્ષા માટે ભારે વ્યવસ્થા કરવામાં આવી છે. પોલીસ અને અન્ય સુરક્ષા એજન્સીઓ શાંતિપૂર્ણ સમારોહ નક્કી કરવા માટે વિભિન્ન ગુપ્ત જાણકારીઓ પર કામ કરી રહી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news