મોંઘવારીનો વધુ એક માર : પહેલીવાર કપાસિયા તેલ અને સિંગતેલના ભાવ એક સરખા થયા!

તહેવારો પહેલા મોંઘવારીના મારથી ત્રસ્ત જનતાને વધુ એક ઝટકો મળ્યો છે. સિંગતેલ (sing tel price) અને કપાસિયા તેલ (Kapasiya Tel) ના ભાવ એક સરખા થઈ ગયા છે. સિંગતેલ અને કપાસિયા તેલના એક ડબ્બાનો ભાવ 2500 રૂપિયા થઈ ગયો છે. તહેવારો સમયે જ બંને તેલના ભાવ એક સરખા થઈ ગયા છે. જેનાથી મધ્યમ વર્ગની મુશ્કેલીમાં વધારો થવાનું નક્કી છે. તો આ તરફ પામોલિન તેલના ભાવે પણ 2 હજારની સપાટી કુદાવી છે અને તે 2030 રૂપિયા થઈ ગયો છે.
મોંઘવારીનો વધુ એક માર : પહેલીવાર કપાસિયા તેલ અને સિંગતેલના ભાવ એક સરખા થયા!

ગૌરવ દવે/રાજકોટ :તહેવારો પહેલા મોંઘવારીના મારથી ત્રસ્ત જનતાને વધુ એક ઝટકો મળ્યો છે. સિંગતેલ (sing tel price) અને કપાસિયા તેલ (Kapasiya Tel) ના ભાવ એક સરખા થઈ ગયા છે. સિંગતેલ અને કપાસિયા તેલના એક ડબ્બાનો ભાવ 2500 રૂપિયા થઈ ગયો છે. તહેવારો સમયે જ બંને તેલના ભાવ એક સરખા થઈ ગયા છે. જેનાથી મધ્યમ વર્ગની મુશ્કેલીમાં વધારો થવાનું નક્કી છે. તો આ તરફ પામોલિન તેલના ભાવે પણ 2 હજારની સપાટી કુદાવી છે અને તે 2030 રૂપિયા થઈ ગયો છે.

સટ્ટાખોરીમાં વધ્યા તેલના ભાવ
ખાદ્યતેલો (food oil) માં બેફામ સટ્ટાખોરીના પગલે ચાલુ વર્ષે ભાવમાં સતત ઉથલપાથલ થતી રહી છે. આ વર્ષના મધ્યથી ખાદ્ય તેલોમાં ધરખમ વધારો થઈ રહ્યો છે. આ વધારો અટકવાનું નામ નથી લઈ રહ્યો. અત્યાર સુધી એવુ રહેતુ કે સિંગતેલના ભાવ કપાસિયા તેલ કરતા વધુ રહેતા હતા. પરંતુ હવે બંનેના ભાવ કટોકટ પર આવી ગયા છે. સિંગતેલ અને કપાસિયા તેલના એક ડબ્બાનો ભાવ 2500 રૂપિયા થઈ ગયો છે.  અત્યાર સુધી ખાદ્ય તેલના ભાવોમાં ક્યારેય આટલી ઉથલપાથલ થઈ નથી. વેપારીઓના કહેવા મુજબ, માર્કેટમાં સટ્ટાખોરીને કારણે કપાસિયા તેલના ભાવ વધ્યા છે. અત્યાર સુધી સિંગતેલથી નીચો રહેતો ભાવ હવે તેના બરોબર આવી ગયો છે. 

પામોલિન તેલ પર અંકુશ નહિ 
આશ્ચર્યની વાત એ છે કે પામોલીન તેલમાં સરકારે આયાત માટે છૂટછાટ આપી છે. 30 સપ્ટેમ્બર સુધી ડયુટીમાં પણ ઘટાડો કર્યો છે. છતાં પામોલીન તેલના ભાવ ઘટવાને બદલે વધી રહ્યા છે. ગત 3 ઓગસ્ટના રોજ રાજકોટમાં પામોલીન તેલનો ભાવ 1995-2000 રૂપિયા હતો. જેના સોદામાં પણ સતત વધારો થઈ રહ્યો છે. પામોલિન તેલના ભાવે પણ 2 હજારની સપાટી કુદાવી છે અને તે 2030 રૂપિયા થઈ ગયો છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news