નવા વર્ષે મુંબઇમાં થઇ શકે છે આતંકવાદી હુમલો, રદ થઇ પોલીસકર્મીઓની રજાઓ
નવા વર્ષમાં મુંબઈ (Mumbai) માં આતંકી હુમલો (Terror Attack) થઈ શકે છે. આ માટે ખાલિસ્તાની આતંકવાદીઓ (Khalistani Terrorists) કાવતરું ઘડી રહ્યા છે. ગુપ્તચર એજન્સીઓએ એલર્ટ જાહેર કરીને મુંબઈ પોલીસને સતર્ક રહેવા અને સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવા જણાવ્યું છે.
Trending Photos
મુંબઈઃ નવા વર્ષમાં મુંબઈ (Mumbai) માં આતંકી હુમલો (Terror Attack) થઈ શકે છે. આ માટે ખાલિસ્તાની આતંકવાદીઓ (Khalistani Terrorists) કાવતરું ઘડી રહ્યા છે. ગુપ્તચર એજન્સીઓએ એલર્ટ જાહેર કરીને મુંબઈ પોલીસને સતર્ક રહેવા અને સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવા જણાવ્યું છે.
મુંબઈમાં આતંકવાદી હુમલાનું કાવતરું
સૂત્રોના જણાવ્યા અનુસાર, ગુપ્તચર એજન્સીઓને ઈનપુટ મળ્યા છે કે ખાલિસ્તાની આતંકવાદીઓ (Khalistani Terrorists) નવા વર્ષના અવસર પર મુંબઈ (Mumbai) માં મોટો હુમલો કરવાની યોજના બનાવી રહ્યા છે. કારણ કે મુંબઈ ભારતની આર્થિક રાજધાની છે. એવામાં મુંબઈ પર હુમલો કરીને તેઓ આખા દેશને આતંકવાદી દહેશતમાં નાખવા માંગે છે.
પોલીસકર્મીઓની રજા રદ્દ
ગુપ્તચર એજન્સીઓના ઈનપુટ બાદ મુંબઈ (Mumbai) માં તમામ પોલીસકર્મીઓની રજાઓ રદ કરવામાં આવી છે. આ સાથે તમામ રેલવે સ્ટેશનોની સુરક્ષા વધારી દેવામાં આવી છે. રેલવે પ્રોટેક્શન ફોર્સે તેના કર્મચારીઓની રજાઓ પણ રદ કરી છે અને તેમને સુરક્ષામાં સતર્ક રહેવા સૂચના આપી છે. મુંબઈ પોલીસે હાઈ એલર્ટ જાહેર કર્યું છે અને પોલીસકર્મીઓને ભીડવાળી જગ્યાઓ પર કડક નજર રાખવા સૂચના આપી દીધી છે.
વિદેશમાં બેસીને ચલાવી રહ્યા છે ગતિવિધિ
જણાવી દઈએ કે કેનેડા, અમેરિકા, બ્રિટન, જર્મની અને પાકિસ્તાન સહિત વિદેશમાં બેઠેલા ખાલિસ્તાની આતંકવાદીઓ લાંબા સમયથી ભારત વિરુદ્ધ ગતિવિધિઓ કરી રહ્યા છે. તાજેતરના વર્ષોમાં ભારત સરકાર દ્વારા ખાલિસ્તાની આતંકવાદીઓ (Khalistani Terrorists) સામે લેવામાં આવેલા કડક પગલાંને કારણે તેમનામાં ખળભળાટ મચી ગયો છે. તો બીજી તરફ પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI પણ ભારતમાં કંઈક મોટું કરવા માટે ખાલિસ્તાની આતંકવાદીઓ પર દબાણ બનાવી રહ્યું છે.
મુંબઈને પસંદ કરવા પાછળ આ કારણ
ગુપ્તચર એજન્સીઓના જણાવ્યા અનુસાર, આ બેવડા દબાણને કારણે ખાલિસ્તાની આતંકવાદીઓ મોટી ઘટનાને અંજામ આપવાનું કાવતરું ઘડી રહ્યા છે અને તેમના નિશાના પર મુંબઈ (Mumbai) છે. મુંબઈ પસંદ કરવા પાછળનું મોટું કારણ એ છે કે નવા વર્ષ પર દરેક જગ્યાએ મોટા કાર્યક્રમો થાય છે, જેમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થાય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે