અયોધ્યામાં જૈશ અને LeTના આતંકીઓ કરી શકે છે હુમલો, ગુપ્તચર એજન્સીઓ અલર્ટ
ભારતીય ગુપ્તચર એજન્સીઓએ અયોધ્યામાં શ્રીરામ જન્મભૂમિ પૂજન (Ram Janmbhoomi)ના દિવસે અને 15 ઓગસ્ટ (15 August) ના રોજ ભારતમાં આતંકી હુમલા (Terror Attack) ની આશંકા વ્યક્ત કરી છે. ગુપ્તચર એજન્સી રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ (R&AW)ના જણાવ્યાં મુજબ પાકિસ્તાની ગુપ્તચર એજન્સી આઈએસઆઈ (ISI)એ આ વખતે ભારતમાં હુમલા માટે જૈશ અને લશ્કર એ તૈયબા (LeT)ના આતંકીઓની અફઘાનિસ્તાનમાં ટ્રેનિંગ કરાવી છે અને તેમને ત્રણથી પાંચ જૂથમાં ભારતમાં મોકલવા માટે ષડયંત્ર રચ્યું છે. જૈશ આતંકીઓ ફિદાયીન હુમલા માટે ઓળખાય છે.
Trending Photos
નવી દિલ્હી: ભારતીય ગુપ્તચર એજન્સીઓએ અયોધ્યામાં શ્રીરામ જન્મભૂમિ પૂજન (Ram Janmbhoomiના દિવસે) અને 15 ઓગસ્ટ (15 August) ના રોજ ભારતમાં આતંકી હુમલા (Terror Attack) ની આશંકા વ્યક્ત કરી છે. ગુપ્તચર એજન્સી રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ (R&AW)ના જણાવ્યાં મુજબ પાકિસ્તાની ગુપ્તચર એજન્સી આઈએસઆઈ (ISI)એ આ વખતે ભારતમાં હુમલા માટે જૈશ અને લશ્કર એ તૈયબા (LeT)ના આતંકીઓની અફઘાનિસ્તાનમાં ટ્રેનિંગ કરાવી છે અને તેમને ત્રણથી પાંચ જૂથમાં ભારતમાં મોકલવા માટે ષડયંત્ર રચ્યું છે. જૈશ આતંકીઓ ફિદાયીન હુમલા માટે ઓળખાય છે.
5 ઓગસ્ટના રોજ પ્રધાનમંત્રી નરેન્દર્ મોદી અયોધ્યામાં શ્રીરામ જન્મભૂમિનો શિલાન્યાસ કરવાના છે અને આ જ દિવસે ગત વર્ષે કાશ્મીરમાંથી કલમ 370 હટાવવામાં આવી હતી. જેને લઈને આતંકીઓ તથા ISI એક મોટા આતંકી હુમલાનું ષડયંત્ર રચી રહ્યાં છે. તેના 10 દિવસ બાદ ભારતનો સ્વતંત્રતા દિવસ પણ છે અને પાકિસ્તાન ઈચ્છે છે કે આતંકી જૂથ અલગ અલગ જગ્યાએ હુમલા કરે અને એવી રીતે હુમલાને અંજામ આપે કે આ હુમલા ભારતના આંતરિક હુમલા લાગે.
આતંકીઓના નિશાના પર VVIP લોકો રહેશે જેથી કરીને આ હુમલાની અસર મોટી પડે. ગુપ્તચર એજન્સીઓએ દિલ્હી, અયોધ્યા અને કાશ્મીરમાં ખુબ ચોક્કસાઈ વર્તવાના આદેશ આપ્યા છે.
જુઓ LIVE TV
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે