Tenant Rights: ભાડુઆતને મળેલા છે આ હક, શું તમને ખબર છે? ભાડે રહેતા લોકો ખાસ વાંચે....

Tenant Rights: અનેકવાર મકાનમાલિકો મનમાની કરે છે અને ભાડુઆતની મજબૂરીનો ફાયદો ઉઠાવે છે. ક્યારેક તેઓ ભાડૂઆતોને ભાડુ વધારવા માટે કહી દે છે તો ક્યારેક તેઓ અચાનક મકાન ખાલી કરવા માટે  કહી દે છે. આવામાં ભાડુઆતોએ પરેશાન થવું પડે છે. ભાડુઆતો પરેશાન એટલા માટે થાય છે કારણ કે તેઓ પોતાના  હક જાણતા નથી. 

Tenant Rights: ભાડુઆતને મળેલા છે આ હક, શું તમને ખબર છે? ભાડે રહેતા લોકો ખાસ વાંચે....

Tenant Rights: આજના સમયમાં ઘર બનાવવા માટે મોટી પૂંજીની જરૂર પડે છે. આ કારણે મોટાભાગના લોકો આખી જિંદગી સુધી પોતાનું ઘર બનાવી શકતા નથી અને ભાડાના ઘરમાં રહીને જીવન પસાર કરવું પડે છે. કેટલાક લોકો નોકરીની શોધમાં બીજા શહેરોમાં આવે છે અને ભાડાના ઘરમાં રહીને કામ ચલાવે છે. પરંતુ અનેકવાર મકાનમાલિકો મનમાની કરે છે અને ભાડુઆતની મજબૂરીનો ફાયદો ઉઠાવે છે. ક્યારેક તેઓ ભાડૂઆતોને ભાડુ વધારવા માટે કહી દે છે તો ક્યારેક તેઓ અચાનક મકાન ખાલી કરવા માટે  કહી દે છે. આવામાં ભાડુઆતોએ પરેશાન થવું પડે છે. ભાડુઆતો પરેશાન એટલા માટે થાય છે કારણ કે તેઓ પોતાના  હક જાણતા નથી. જો તમે પણ ભાડે રહેતા હોવ તો તમારે ભાડુઆતોના હક વિશે જાણવું જરૂરી છે. જેથી કરીને તમારી મજબૂરીનો કોઈ ફાયદો ઉઠાવી શકે નહીં. 

ભાડુઆતના હક
કાયદો કહે છે કે રેન્ટ એગ્રીમેન્ટમાં લખેલી સમય મર્યાદા પહેલા મકાન માલિક ભાડુઆતને મકાન ખાલી કરાવી શકે નહીં. જો ભાડુઆતે 2 મહિનાથી ભાડું ન આપ્યું હોય કે પછી તેના મકાનનો ઉપયોગ કોમર્શિયલ કામ કે કોઈ એવા કામ માટે થતો હોય જેનો ઉલ્લેખ એગ્રીમેન્ટમાં ન હોય તો તેઓ ભાડુઆત પાસેથી મકાન ખાલી કરાવી શકે છે. પરંતુ આવી સ્થિતિમાં પણ મકાન માલિકે ભાડુઆતને 15 દિવસની નોટિસ આપવી પડે છે. 

જો મકાન માલિક ભાડું વધારવા માંગતો હોય તો તેણે ભાડુઆતને ઓછામાં ઓછું ત્રણ મહિના પહેલા તેની નોટિસ આપવી પડે. અચાનક ભાડું વધારી શકાય નહીં. આ ઉપરાંત મકાન માલિક પાસે વીજળી કનેક્શન, પીવાનું શુદ્ધ પાણી, પાર્કિંગ જેવી સાધારણ સુવિધાઓ માંગવાનો ભાડુઆતને હક છે. કોઈ પણ મકાન માલિક તેનાથી ઈન્કાર કરી શકે નહીં. 

રેન્ટ એગ્રીમેન્ટ લાગુ થયા બાદ જો મકાનનું માળખું ખરાબ થઈ જાય તો તને ઠીક કરાવવાની જવાબદારી મકાન માલિકની હોય છે. પરંતુ મકાન માલિક તેને રિનોવેટ કરાવવાની સ્થિતિમાં નથી તો ભાડુઆત મકાનનું ભાડું ઓછું કરાવવા માટે કહી શકે છે. કોઈ વિવાદની સ્થિતિમાં ભાડુઆત રેન્ટ ઓથોરિટીનો પણ સંપર્ક કરી શકે છે. 

જો કોઈ કારણસર ભાડુઆતનું મૃત્યુ થઈ જાય તો મકાન માલિક તેના પરિવારને મકાન ખાલી કરાવવાનું કહી શકે નહીં. પછી ભલે તે બાકીના સમય માટે એક નવો કરાર બનાવી શકે છે. 

રેન્ટ એગ્રીમેન્ટ લાગૂ થયા બાદ કોઈ પણ મકાન માલિક તેને વારંવાર ડિસ્ટર્બ કરી શકે નહીં. જો મકાન માલિક ભાડુઆતના ઘરે રિપેરિંગ સંલગ્ન કોઈ પણ કામ કે અન્ય હેતુથી આવવા માંગતો હોય તો તેણે ઓછામાં ઓછા 24 કલાક પહેલા ભાડુઆતને લેખિતમાં નોટિસ આપીને સૂચિત કરવા જોઈએ. આ સિવાય જો ભાડુઆત ઘરમાં નહોય તો મકાન માલિક તેના ઘરના તાળાને તોડી શકે નહીં કે ન તો તેના ઘરનો સામાન બહાર ફેકી શકે. 

ભાડુઆતને દર મહિને ભાડુ આપવા  બદલ રસીદ લેવાનો હક છે. જો મકાન માલિક ભાડુઆતને સમય પહેલા કાઢી મૂકે તો કોર્ટમાં રસીદ પુરાવા તરીકે દેખાડી શકાય છે. 

જુઓ લાઈવ ટીવી

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news