Cow Temple: ભારતનું એકમાત્ર મંદિર જ્યાં નથી પુજાતા કોઈ ભગવાન, ગાય અને બળદની થાય છે પૂજા, તેમને ચઢે છે સોનાના ઘરેણા અને રેશમી વસ્ત્ર
Cow Temple: કોઈપણ મંદિર હોય તો તેમાં ભગવાનની પ્રતિમા સ્થાપિત હોય છે અથવા તો તેમની પ્રતિમા સ્વરૂપ તેમનું કોઈ ચિહ્ન સ્થાપિત હોય છે જેની લોકો પૂજા કરે છે. પરંતુ આપણા દેશમાં એક એવું મંદિર પણ છે જ્યાં કોઈ ભગવાન પૂજાતા નથી. આ મંદિરમાં માત્ર ગાય અને બળદની પૂજા કરવામાં આવે છે.
Trending Photos
Cow Temple: ભારતમાં કરોડો મંદિર આવેલા છે. આ મંદિરોમાં અલગ અલગ દેવી-દેવતાની પૂજા કરવામાં આવે છે. કોઈપણ મંદિર હોય તો તેમાં ભગવાનની પ્રતિમા સ્થાપિત હોય છે અથવા તો તેમની પ્રતિમા સ્વરૂપ તેમનું કોઈ ચિહ્ન સ્થાપિત હોય છે જેની લોકો પૂજા કરે છે. ભારતમાં ભગવાનના દરેક સ્વરૂપમાં લોકોને અતૂટ શ્રદ્ધા અને આસ્થા હોય છે. કરોડો લોકો ભગવાનની પૂજા કરે છે. પરંતુ આપણા દેશમાં એક એવું મંદિર પણ છે જ્યાં કોઈ ભગવાન પૂજાતા નથી. આ મંદિરમાં માત્ર ગાય અને બળદની પૂજા કરવામાં આવે છે.
આજ સુધી તમે એવા અનેક મંદિરોમાં દર્શન કર્યા હશે જ્યાં ભગવાનની મૂર્તિની પૂજા થતી હોય પરંતુ પશુધનની પૂજા થતી હોય તેવા મંદિર વિશે કદાચ તમને સાંભળ્યું પણ નહીં હોય. તો તમને જણાવી દઈએ કે ભારતમાં એવું મંદિર પણ આવેલું છે જ્યાં સાક્ષાત પશુધનની પૂજા કરવામાં આવે છે. અહીંના લોકોને પશુધનમાં અટૂથ શ્રદ્ધા અને ભક્તિ રહેલી છે. તો ચાલો તમને પણ જણાવીએ આ મંદિર ક્યાં આવેલું છે.
પશુધરની પૂજા થાય છે તેવું આ મંદિર તમિલનાડુમાં આવેલું છે. અહીંના ખેડૂતો માટે તમિલ મહિના થાઈની બીજી તારીખે જન્મેલા વાછરડા ને અહીંના અનેક ગામ સાક્ષાત ભગવાન તરીકે પૂજે છે. આ તારીખે જે પણ વાછરડું જન્મે છે તેનો ઉપયોગ વ્યવસાયિક કે ઘરેલુ ઉદ્દેશ્ય માટે કરાતો નથી. લોકો તેમને પારિવારિક દેવતા તરીકે પૂજે છે. ઓક્કાલિયા ગૌડર સમુદાયના લોકોએ એક મંદિર બનાવ્યું છે જ્યાં તેમને રાખવામાં આવે છે અને તેમની સાર-સંભાળ કરી તેમની પૂજા કરવામાં આવે છે.
આ મંદિરના પ્રમુખ તહેવારોમાં પોંગલ પણ એક છે. ગાયને સમર્પિત મંદિરમાં અન્ય કોઈ દેવી-દેવતા ની પૂજા થતી નથી. આ મંદિરમાં જે પણ ગાય કે બળદ આવે છે તે જ લોકો માટે દેવતા છે. અહીંના પશુપાલકોનો દ્રઢ વિશ્વાસ છે કે થાઈ મહિનાની બીજી તારીખે જન્મેલી ગાય કે બળદમાં દિવ્યતા હોય છે. આ મંદિરમાં અત્યાર સુધીમાં 200થી વધુ ગાય અને બળદ રાખવામાં આવેલા છે. આ મંદિરની આસપાસ 24 થી વધુ ગામ વસેલા છે જેના લોકો અહીં દર્શન કરવા અને પૂજા કરવામાં આવે છે.
આ મંદિરમાં રહેલા એક બળદ જેને પટ્ટુથું કલઈ તરીકે ઓળખવામાં આવે છે તે મંદિરના મુખ્ય દેવતા તરીકે પૂજાય છે. આ મંદિરમાં રહેલા ગાય અને બળદને કાંસાની ઘંટડી, સોના-ચાંદીના દાગીનાથી શણગારવામાં આવે છે અને રેશમી વસ્ત્ર પહેરાવવામાં આવે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે