જાણો કેવી રીતે કામ કરે છે Teleprompter? જેને લઈને PM Modi પર રાહુલ ગાંધીએ સાધ્યું નિશાન
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું ટેલિપ્રોમ્પટર કાલથી ચર્ચામાં આવી ગયું છે. પ્રધાનમંત્રી મોદીની એક સ્પીચનો વીડિયો શેર કરીને વિપક્ષ તેમના પર નિશાન સાધી રહ્યું છે. જાણો કેવી રીતે કામ કરે છે ન જોવા મળતું Teleprompter?
Trending Photos
નવી દિલ્લી: સોમવારે વર્લ્ડ ઈકોનોમિક ફોરમના દાવોસ એજન્ડા સમિટમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભાગ લીધો. આ એક વર્ચ્યુઅલ સમિટ હતી, જેમાં કોઈ મુશ્કેલીના કારણે પીએમ મોદીને પોતાનું સંબોધન વચ્ચે રોકવું પડ્યું. આ સમિટનો એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહ્યો છે.
આ વીડિયો ક્લિપને લઈને દાવો કરવામાં આવી રહ્યો છે કે ટેલિપ્રોમ્પટરમાં આવેલી મુશ્કેલીના કારણે પ્રધાનમંત્રીને પોતાનું સંબોધન રોકવું પડ્યું. જોકે સત્તાવાર રીતે આ મુશ્કેલીને લઈને કોઈ નિવેદન આવ્યું નથી. પરંતુ વિપક્ષ તેને ટેલિપ્રોમ્પટરની મુશ્કેલી ગણાવી રહ્યું છે. જ્યારે બીજેપી નેતાઓનો દાવો છે કે આ ટેકનિકલ ગ્લિચ વર્લ્ડ ઈકોનોમિક ફોરમ તરફથી હતું. આ વીડિયો પર રાહુલ ગાંધીએ લખ્યું કે આટલું બધું ખોટું Teleprompter પણ સહન કરી શક્યું નહીં.
Teleprompter શું હોય છે:
Teleprompterને autocueના નામથી ઓળખવામાં આવે છે. આ એક ડિસ્પ્લે ડિવાઈસ હોય છે. જે કોઈ વ્યક્તિને સ્પીચ કે સ્ક્રિપ્ટ વાંચવામાં મદદ કરે છે. મોટાભાગે તેનો ઉપયોગ ટેલિવિઝન રૂમમાં થાય છે. આ સ્ક્રીન વીડિયો કેમેરાથી થોડે નીચે હોય છે. આ સ્ક્રીન વીડિયો કેમેરાથી થોડે નીચે હોય છે. જેને જોઈને પ્રેઝન્ટર પોતાની સ્ક્રિપ્ટ કે સ્પીચને વાંચે છે. જોકે પ્રધાનમંત્રી અને બીજા મોટા નેતાઓ દ્વારા ઉપયોગ કરવામાં આવતું Teleprompter થોડું અલગ હોય છે. તમે ક્યારેય લાલ કિલ્લા પરથી પ્રધાનમંત્રીનું સંબોધન સાંભળ્યું છે. જો તમે ધ્યાનથી જોયું હશે તો પ્રધાનમંત્રીની આસપાસ એક ગ્લાસ પેનલ જોવા મળે છે. ઘણા લોકો તેને બુલેટ પ્રૂફ ગ્લાસ સમજે છે. જ્યારે હકીકતમાં તે એક ટેલિપ્રોમ્પટર હોય છે.
કેવી રીતે કામ કરે છે પ્રધાનમંત્રીનું ટેલિપ્રોમ્પટર:
આ પ્રકારના ટેલિપ્રોમ્પટરને કોન્ફરન્સ ટેલિપ્રોમ્પટર કહે છે. તેમાં એલસીડી મોનિટર નીચે હોય છે. જેનું ફોકસ ઉપરની તરફ રહે છે. પ્રેઝન્ટરની આજુબાજુ ગ્લાસ લાગેલા હોય છે. જેને એ રીતે અલાઈન કરવામાં આવે છે કે એલસીડી મોનિટર પર ચાલી રહેલ ટેક્સ્ટ તેના પર રિફ્લેક્ટ થાય. આ રીતે પ્રધાનમંત્રી પોતાના ભાષણને કોઈપણ જાતની મુશ્કેલી વિના ટેલિપ્રોમ્પટરની મદદથી પૂરું કરી શકે છે.
ટેલિપ્રોમ્પટર કઈ રીતે કામ કરે છે:
સ્પીચની સ્પીડને એક ઓપરેટર દ્વારા કંટ્રોલ કરવામાં આવે છે. જે બોલનારાને ધ્યાનથી સાંભળે છે અને તેમની સ્પીચને ફોલો કરે છે. જ્યારે સ્પીકર પોતાના સંબોધનને રોકે છે, ત્યારે ઓપરેટર ટેક્સ્ટને રોકી દે છે. જોકે ઓડિયન્સને તે ટેક્સ્ટ જોવા મળતાં નથી. તે માત્ર ગ્લાસ અને તેની પાછળ ઉભેલા સ્પીકરને જ જોવા મળે છે.
કેટલી હોય છે કિંમત:
આ પ્રકારના ટેલિપ્રોમ્પટરની કિંમત ઘણી વધારે હોય છે. ભારતમાં તેને 2,78,755 રૂપિયાથી લઈને 17,12,485 સુધીની કિંમત પર ખરીદી શકાય છે. તેની કિંમત સાઈઝ અને પેયર પર નિર્ભર કરે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે