એક સમય હતો જ્યારે રેડિયો માટે પણ લેવું પડતું હતું લાઈસન્સ! જાણો રેડિયોના સમયની રોચક કહાની

આજે આપણે ઈન્ટરનેટ અને હાઈટેક ટેકનોલોજીની વાત કરીએ છીએ. જોકે, શું તમે જાણો છેકે, એક સમય હતો જ્યારે રેડિયો રાખવા માટે પણ લાઈસન્સ લેવું પડતું હતું? કારણકે, એ સમયે રેડિયો જ એક માત્ર મનોરંજનનું સાધન હતું. એ સમયનો શરૂઆતનો દૌર એવો હતોકે, જ્યારે ખુબ પૈસાવાળા એટલેકે, શ્રીમંત ગણાતા લોકો જ રેડિયો રાખતા હતાં. કારણકે, ત્યારે રેડિયો રાખવા માટે પણ સરકાર પાસેથી લાઈસન્સ લેવું પડતું હતું. જાણવા જેવી છે આ રોચક કહાની...

એક સમય હતો જ્યારે રેડિયો માટે પણ લેવું પડતું હતું લાઈસન્સ! જાણો રેડિયોના સમયની રોચક કહાની

ઝી બ્યૂરો, અમદાવાદઃ રેડિયો લેવા માટે પણ પહેલાં લાઈસન્સ લેવું પડતું હતું! વાત માન્યામાં નથી આવતી ને પણ આ હકીકત છે. તમારા દાદા-દાદીને પૂછશો તો જરૂર તમને રેડિયોના જમાનાની વાત કરશે. કારણકે, એ સમયે રેડિયો જ એમનો સુખ-દુઃખનો સૌથી મોટો સાથી ગણાતો હતો. એ જ કારણ છેકે, પહેલાં સમયના ઘણાં લોકો આજે પણ રેડિયોના સમયને યાદ કરે છે. તમે ઘણીવાર તમારા ઘરમાં વડીલોના મુખે સાંભળ્યું હશે કે, આ ટીવી-ટેપ તો બધુ હમણાં આવ્યું પણ અમારા રેડિયોમાં જે મજા હતી એ આમા નથી. ક્રિકેટની કોમેન્ટ્રી હોય કે દેશ-દુનિયાના સમાચાર, સરકારી જાહેરાત હોય કે સદાબહાર ગીતો...આ બધી એજ પહેલાં રેડિયો પર સાંભળવા મળતું હતું. એ સમયે ટ્રાંજેસ્ટર કે બેટરી વાળા રેડિયોની પણ ખુબ બોલબાલા હતી. કારણકે, શ્રીમંત લોકો આવા રેડિયો ખરીદીને પોતાની પાસે રાખતા હતાં. આ રેડિયોને તમે ગમે ત્યાં સાથે લઈ જઈ શકતા હતાં. 

 

For New License Or Renewal of Old License Contact Nearest Post Office pic.twitter.com/L3p7pEEJep

— indianhistorypics (@IndiaHistorypic) August 16, 2022

 

રેડિયો ઈતિહાસ લગભગ 5 દાયકા જુનો છે. એ સમયે સામાન્ય માણસથી લઈને શ્રીમંત પરિવારના સભ્ય દરેક માટે રેડિયો જ મનોરંજનનું મુખ્ય સાધન ગણાતો હતો. તે સમયે રેડિયો માત્ર મનોરંજન જ નહીં માહિતી અને માર્ગદર્શન પણ પુરું પડતો હતો. આ વાત છે દેશ આઝાદ થયો અને તે સમયના થોડા વર્ષો પછીની. આ વાત છે વર્ષ 1965ની આસપાસની. તે સમયમાં રેડિયો લેવા માટે અલગથી લાઇસન્સ લેવું પડતું હતું. આ લાઈસન્સ તેમને સરકારી પોસ્ટ ઓફિસમાંથી આપવામાં આવતું હતું. મોબાઈલ અને ઈન્ટરનેટ સહિતના જમાનામાં રેડિયોનો ઉપયોગ ચોક્કસ ઘટ્યો છે, જોકે, તેનું મહત્વ આજે પણ અકબંધ છે. ભારતીય તાર અધિનિયમન-1885 અંતર્ગત રેડિયોના લાઇસન્સ ઇસ્યુ કરવામાં આવતા હતાં.

ઉલ્લેખનીય છેકે, દુનિયાભરમાં 13 ફેબુ્રઆરી વિશ્વ રેડિયો દિવસની ઉજવણી કરવામાં આવે છે. તે સમયે માહિતી અને સંચાર, ગીતોના માધ્યમથી મનોરંજનના મહત્વના માધ્યમ તરીકે રેડિયાનો ઉપયોગ થતો હતો. પરંતુ ટેલિવિઝન અને મોબાઈલ આવ્યા બાદ રેડિયોનો ઉપયોગ પહેલા જેવો નથી પણ મહત્વ આજે પણ ઓછું થયું નથી. 1965 ના સમયમાં રેડિયો માટે લાયસન્સ પણ લેવું પડતું હતું. કેટલાક રેડિયોપ્રેમીઓે આ લાયસન્સ આજે પણ સાચવી રખ્યા છે. પહેલાના સમયમાં દુનિયાભરમાં માહિતીનું આદાન-પ્રદાન અને લોકોને શિક્ષિત કરવામાં રેડિયાએ મહત્વની ભૂમિકા ભજવી છે.

ઘણીવાર રેડિયો ના માધ્યમ થી પ્રાકૃતિક અને માનવ નિર્મિત આપદાઓ દરમિયાન લોકોના જીવ બચાવવામાં મદદ પણ મળી છે. તેમ સમયે માહિતીના આદાન-પ્રદાન અર્થે રેડિયો પત્રકારો માટે એક ખુબ મહત્ત્વનું પ્લેટફોર્મ હતું. જેના માધ્યમથી તેઓ પોતાનો રિપોર્ટ દુનિયા સુધી પહોંચાડતા હતા.

જો કે આજે રેડિયોનો ઉપયોગ ઓછો થયો છે. પરંતુ બંધ નથી થયો. આજે પણ એક વર્ગ એવો છે જે રેગ્યુલર રેડિયો સાંભળે છે. જ્યારે રેડિયોની શરૂઆત થઈ હતી ત્યારે લોકોએ રેડિયો માટે એક અલગથી લાયસન્સ લેવું પડતું હતું. ભારતીય તાર અધિનિયમન 1885 અંતર્ગત આ લાયસન્સ આપવામાં આવતું હતું અને તે થકી જે તે વ્યક્તિ  રેડીયો લેતો અને  સાંભળી શકતો હતો. આજે પણ ગુજરાતમાં ઘણાં લોકો પાસે રેડિયોના આવા લાઈસન્સ સચવાયેલાં છે. આવા લાયસન્સ હવે જોવા મળતા નથી. લોકો હવે મોબાઈલ ફોનમાં એફ.એમ સાંભળતા થઈ ગયા છે. જોકે, અતિતમાં ડોકિયું કરીએ તો રેડિયોનો આ રોચક ઈતિહાસ જોવા મળે છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news