VIDEO: રમઝાનનો વાઇરલ થઇ રહેલો આ વીડિયો જોઇને તમારી આંખો છલકાઇ જશે...

ટાટા મોટર્સે કતરા કતરા નેકી નામનો એક વીડિયો બનાવ્યો છે જે હાલ સોશિયલ મીડિયા પર ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે

VIDEO: રમઝાનનો વાઇરલ થઇ રહેલો આ વીડિયો જોઇને તમારી આંખો છલકાઇ જશે...

નવી દિલ્હી : રમઝાનનો મહિનો પવિત્ર માનવામાં આવે છે. આ મહિના દરમિયાન જેટલું દાન પુણ્ય કરવામાં આવે તેટલું જ સારુ માનવામાં આવે છે. ટાટા મોટર્સે આ તહેવારને મનાવવાની એક શાનદાર પદ્ધતી શોધી કાઢ છે. ટાટા મેટર્સે કતરા-કતરા નેકી નામનો એકવીડિયો બનાવ્યો છે. જેને જોઇને લોકો ઇમોશનલ થઇ રહ્યા છે. સોશિયલ મીડિયા પર તે રમઝાનની એડ ખુબ જ વાઇરલ થઇ રહી છે. 

આ જાહેરાતમાં દેખાડવામાં આવ્યું છે કે, મિડલ ઇસ્ટમાં સમગ્ર દુનિયાનાં બાળકોનાં ઘર દેખાડવામાં આવી રહ્યા છે. આ બાળકો પોતાનાં પિકી બેંકમાં પૈસા એકત્ર કરી રહ્યા છે. એડની શરૂઆત જોઇને તમને લાગશે કે બાળકો પોતાની ઇદી એકત્ર કરી રહ્યા છે. દરેક ઘરમાં બાળકો પોતાની માંઓની મદદ કરતા પણ જોવા મળી રહ્યા છે. પછી બધા જ બાળકો એક સ્કુલ બસમાં દેખાય છે અને ધીરે ધીરે તમામ બળકો એખ બેગમાં પિતાનાં પિગીને નાખવા લાગે છે. પછી બસ સ્કુલ કમ્પાઉન્ડમાં એન્ટ્રી કરે છે અને બધા જ બાળકો એક એક કરીને નીચે ઉતરે છે.

એડના અંતિમ સીનમાં તમામ બાળકો ઉભા હોય છે અને ડ્રાઇવર અંકલ પણ ઉતરીને નીચે આવે છે તો જુએ છે કે બે બાળકો મોટી બેગ ઉપાડીને નીચે ઉતરવાનો પ્રયાસ કરી રહ્યા હોય છે. તે બાળકોની મદદ કરે છે અને બેગને નીચે મુકે છે. ત્યારે એખ બાળકી તેમને કહે છે કે તમે અમને રોજ ઘરે પહોંચાડો છો. આ રમઝાન તમે તમારા ઘરે જાઓ, બાળકોની કાલીઘેલી વાત સાંભળી ડ્રાઇવરની આંખોમાંથી આંસુ છલકાય છે. 

અત્રે ઉલ્લેખનીય છે કે, રમઝાન મહિનાની શરૂઆત થઇ ચુકી છે. મિડલ ઇસ્ટમાં સમગ્ર વિશ્વનાં દરેક ખુણેથી લોકો રોજગારી શોધવા માટે ઘરથી દુર જાય છે. અનેક વખત તહેવારના પ્રસંગે પણ લોકો પોતાનાં ઘરે નથી જઇ શકતા. આ વાતને ટાટા મોટર્સે પોતાની એડમાં ખુબ જ સુંદરતાથી દર્શાવવાનો પ્રયાસ કર્યો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news