PMનો આરોપ દેશના યુદ્ધ જહાજ પર ગાંધી પરિવાર વેકેશન ઉજવતો, કોંગ્રેસે કર્યો બચાવ

મોદીનાં આરોપોથી ધુંધવાયેલી કોંગ્રેસ પાર્ટીએ કહ્યું મોદી છે કંઇ પણ કહી શકે કાલે ઉઠીને તેઓ કહેશે કે નોટબંધી માટે રાજીવ ગાંધીએ જ આદેશ આપ્યો હતો

PMનો આરોપ દેશના યુદ્ધ જહાજ પર ગાંધી પરિવાર વેકેશન ઉજવતો, કોંગ્રેસે કર્યો બચાવ

નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી પર નૌસેનાનાં વિમાન વાહક જહાજ INS વિરાટ પર રજાઓ ગાળવા જવાનાં નિવેદન બાદ કોંગ્રેસે વડાપ્રધાન મોદી પર નિશાન સાધતા પૂર્વ વડાપ્રધાવ રાજીવ ગાંધીનો બચાવ કર્યો હતો. પાર્ટીએ સ્પષ્ટતા કરતા કહ્યું કે, રાજીવ ગાંધીએ INS વિરાટનો ઉપયોગ રજાઓ ગાળવા માટે નહી પરંતુ અધિકારીક ઉદ્દેશ્ય માટે કર્યો હતો. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પોતાનાં પિતા પર વડાપ્રધાન મોદીનાં નિવેદન અંગે તેમને ઘેર્યા અને કહ્યું કે, વડાપ્રધાને રાફેલ અંગે વાતચીત કરવી જોઇએ. 

કોંગ્રેસે સ્પષ્ટ રીતે કર્યો બચાવ
મોદીના આરોપોથી લાલ કોંગ્રેસે પાર્ટી મુખ્યમથકમાં પ્રેસ કોન્ફરન્સ કરીને વડાપ્રધાન મોદીનાં આરોપોને નિરાધાર ગણાવતા કહ્યું કે, આ તેમને ગભરાટ દેખાય છે. કોંગ્રેસ પ્રવક્તા અભિષેક મનુ સિંધવીએ કહ્યું કે, 30 વર્ષ બાદ મૃત વડાપ્રધાન રાજીવ ગાંધી અંગે ટીપ્પણી કરવામાં આવી રહી છે. વિરાટ પર રજાઓ ગાળવા માટે વડાપ્રધાન મોદીના આરોપો અંગે સિંધવીએ કહ્યું કે, સંરક્ષણ મંત્રાલય સંબંધિત મુદ્દાઓ પર માત્ર અધિકારીક ટ્રીપ હોય છે. એક સિટિંગ વડાપ્રધાન ત્યાં જાય છે તેમની સાથે જે જાય તેની યાદી પણ હોય છે. 

રાહુલે વડાપ્રધાન મોદીને ઘેર્યા
પોતાના પિતા રાજીવ ગાંધી પર અપાયેલા નિવેદન અંગે વળતો પ્રહાર કરતા રાહુલે કહ્યું કે, તેમારે રાજીવ ગાંધીની વાત કરવી છે કરો, મારી કરવી છે મારી પણ વાતો દિલ ખોલીને કરો પરંતુ જનતાને તે સમજાવી દો કે તમે રાફેલ મુદ્દે શું કર્યું.
કોંગ્રેસે કહ્યું મોદી પાસે કહેવા માટે કાંઇ જ નથી.

કોંગ્રેસ પ્રવક્તા પવન ખેડાએ પણ પૂર્વ વડાપ્રધાનનો બચાવ કર્યો હતો. તેમણે કહ્યું કે, મોદી, રાજીવ ગાંધી પર શાબ્દિક પ્રહારો કરી રહ્યા છે. કારણ કે તેમની પાસે મતદાતાઓની સમક્ષ પ્રસ્તુત કરવા માટે તેમની સરકારની કોઇ જ ઉપલબ્ધીઓ નથી. તેમણે કહ્યું કે, વાઇર એડમિરલ (સેવાનિવૃત) વિનોદ પચરીયાએ ટીવી ચેનલને કહ્યું કે, આ ખોટું છે. રાજીવ ગાંધી એક અધિકારીક યાત્રા પર હતા તેઓ કોઇ રજાઓ ગાળવા માટે નહોતા ગયા. તથ્યો મુદ્દે ક્યારે પણવડાપ્રધાને વાત નથી કરી. 

નિષ્ફળતાઓ સાથે મતમાંગી રહ્યા છે મોદી
ખેડાએ કહ્યું કે, મોદી દેશનાં પહેલા વડાપ્રધાન હતા જે પોતાની નિષ્ફળતાઓ મુદ્દે મતમાંગતા રહ્યા. તેમણે કહ્યું કે, નોટબંધી, બેરોજગારી અને રાફેલ વિમાન સોદા વગેરે જેવા મુદ્દાઓ પર ચર્ચા નથી કરી રહ્યા. સરકારે રાફેલ અંગે સુપ્રીમમાં જણાવ્યું કે, રાફેલ અંગેના દસ્તાવેજ ગુમ થઇ ચુક્યા છે. મોદી તેના માટે પણ રાજીવ ગાંધીને જવાબદાર ઠેરવી શકે છે. તેઓ માલ્યા સહિતનાં ભાગેડુ આરોપીઓ માટે પણ રાજીવ ગાંધીને જવાબદાર ઠેરવી શકે છે. મોદી એમ પણ કહી શકે છે કે રાજીવ ગાંધીએ જ નોટબંધી કરવા માટે મને કહ્યું હતું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news