Tamilnadu Crane Accident: મંદિર બહાર ભેગા થયેલા લોકો પર પડી ક્રેન, 3ના મૃત્યુ, 10 ઈજાગ્રસ્ત
તમિલનાડુના અરાક્કોનમમાં મંડિયમ્મન મંદિરમાં રવિવારે રાત્રે આયોજિત માઇલર ઉત્સવ દરમિયાન એક ભયાનક ઘટના બની. અકસ્માતમાં 3 લોકોના મોત થયા અને 10 લોકો ગંભીર રીતે ઘાયલ થયા. પોંગલ પછી દર વર્ષે મંદિરમાં માઈલર ઉત્સવનું આયોજન થાય છે. આ સમય દરમિયાન ભક્તો ક્રેનથી લટકીને દેવતાઓને માળા ચઢાવે છે. આ દરમિયાન ક્રેન પડી જતાં મોટી જાનહાનિ થઈ. આ ઘટનાનો 24 સેકન્ડનો વીડિયો સામે આવ્યો છે.
Trending Photos

ક્રેન પડતા મચી અફરાતફરી
આ અકસ્માત રાત્રે 8.15 કલાકે થયો. વીડિયોમાં જોઈ શકાય છે કે ક્રેન પડતાની સાથે જ અફરાતફરી મચી.ભયના કારણે લોકો ચીસો પાડવા લાગ્યા અને દોડવા લાગ્યા. ક્રેન પડ્યા બાદ ઘટનાસ્થળે હાજર લોકોએ ઈજાગ્રસ્તોને બહાર કાઢ્યા હતા. દુર્ઘટના સમયે લગભગ 8 લોકો ક્રેનથી લટકતા હતા.
આ અકસ્માતમાં 10 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘાયલોમાં એક યુવતી પણ છે. ઈજાગ્રસ્તોને પુન્નઇ સરકારી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, અર્કોનમ સરકારી હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે રીફર કરવામાં આવ્યા . ઘટના સમયે ક્રેન પાસે 1500 જેટલા શ્રદ્ધાળુઓ હાજર હતા. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે મૃતકોની ઓળખ 39 વર્ષીય મુથુકુમાર, 40 વર્ષીય એસ. ભૂપાલન અને 17 વર્ષના બી. જોતિબાબુ થઈ.
રાનીપેટ કલેક્ટર ભાસ્કર પાંડિયને જણાવ્યું હતું કે મંદિરમાં ઉત્સવ દરમિયાન ક્રેનનો ઉપયોગ કરવાની મંજૂરી નથી. તેમ છતાં શ્રદ્ધાળુઓને ક્રેનથી લટકાવી દેવામાં આવ્યા હતા. ક્રેન ઓપરેટરને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. મામલાની તપાસ ચાલી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે