આવી હાઈટેક સુરક્ષા સિસ્ટમથી સજ્જ થશે પ્રેમનું પ્રતીક, આ કારણે વધારાઈ રહી છે તાજમહેલની સુરક્ષા
કોરાના કાળમાં પ્રવાસીઓ માટે તાજમહેલ (Taj Mahal) બંધ હતો. જાન્યુઆરીમાં તાજમહેલ પ્રવાસીઓ માટે ખોલવામાં આવ્યા પછી પ્રવાસીઓની સંખ્યા વધી. પ્રવાસીઓને કોઈ મુશ્કેલી ના પડે તે માટે કન્જર્વેશન કામ ચાલી રહ્યું છે.આવનારા દિવસોમાં તાજમહેલ (Taj Mahal)માં કેટલાક પ્રોજેક્ટસ પૂર્ણ કરવામાં આવશે.
કોરોનાના કારણે તાજમહેલ (Taj Mahal) ના અમુક પ્રોજેક્ટ અટકી ગયા હતા.
Trending Photos
ઝી બ્યૂરો, અમદાવાદઃ તાજમહેલ(Taj Mahal)માં ઝડપથી જ પબ્લિક એડ્રેસ સિસ્ટમ લાગશે.આ સિસ્ટમથી પ્રવાસીઓને એક સાથે કોઈ પણ ઘટના કે કોઈ પણ જાણકારીથી અવગત કરવામાં આવશે. આ સિસ્ટમથી કોઈ પણ પ્રકારની ઘટના કે ઈમરજન્સીમાં દરેકને એક સાથે જાણકારી આપી શકાશે.ખરેખર આ સ્પિકર હશે જે તાજમહેલ (Taj Mahal) ની અંદરનાઅલગ અલગ ભાગોમાં લગાવવામાં આવશે.જેનો એક કન્ટ્રોલરૂમ બનાવવામાં આવશે જ્યાંથી આ આખી સિસ્ટમ ઓપરેટ થશે.
આ પ્રકારની સિસ્ટમ ભારતના કોઈ પણ સ્મારકમાં નથી.તાજમહેલ (Taj Mahal)માં આ સુવિદ્યા માર્ચ મહિના સુધી શરૂ થઈ જશે.તાજમહેલ (Taj Mahal)માં અવારનવાર પ્રવાસીઓના પર્સ ખોવાઈ જતા હોય છે અને ત્યાર બાદ કલાકો સુધી ફરી ફરીને છેલ્લે કંટ્રોલરૂમથી પર્સ પરત લેતા હોય છે.આ ઉપરાંત પ્રવાસીઓના બાળકો પણ તાજમહેલ (Taj Mahal) માં ખોવાઈ જતા હોય છે.આ બઘી સમસ્યાઓનું નિરાકરણ લાવવા માટે આ પબ્લિક એડ્રેસ સિસ્ટમ લગાવવામાં આવશે.
કોરોનાના કારણે તાજમહેલ (Taj Mahal) 180 દિવસથી બંધ રાખવામાં આવ્યો હતો.તાજમહેલ (Taj Mahal) ખુલ્યા પછી સપ્ટેમ્બર મહિનામાં કુલ 17,007 પ્રવાસીઓએ તાજમહેલ (Taj Mahal) ની મુલાકાત લીધી જેમાંથી 16,878 ભારતીયો હતા જ્યારે 129 વિદેશી પ્રવાસીઓએ તાજમહેલ (Taj Mahal) ની મુલાકાત લીધી.ઓક્ટોમ્બર મહિનામાં 71,209 પ્રવાસીઓએ તાજમહેલ (Taj Mahal) ની મુલાકાત લીધી જેમાં 70,618 ભારતીઓ હતા અને 591 વિદેશી હતા.નવેમ્બર મહિનામાં કુલ 83,345 પ્રવાસીઓએ તાજમહેલ (Taj Mahal) ની મુલાકાત લીધી તેમાંથી 82,624 ભારતીય અને 721 વિદેશી પ્રવાસીઓ હતા. ડિસેમ્બર મહિનામાં કુલ 1,27,071 પ્રવાસીઓએ તાજમહેલ (Taj Mahal) ની મુલાકાત લીધી જેમાંથી 1,26,133 ભારતીય અને 938 વિદેશી પ્રવાસીઓ હતા.
જાન્યુઆરીમાં 2.50 લાખથી વધુ ભારતીય પ્રવાસીઓએ તાજમહેલ (Taj Mahal) ની મુલાકાત લીધી.પ્રવાસીઓની સંખ્યામાં સુધીરો આવી રહ્યો છે.શનિવાર અને રવીવારે પ્રવાસીઓની સંખ્યા વધુ હોય છે. તાજમહેલ (Taj Mahal) ની આસ-પાસ આવેલી દુકાનોના માલિકોનું કહેવું છે કે,વેપાર તો ચાલી રહ્યો છે પરંતુ જ્યાં સુધી મોટી સંખ્યામાં વિદેશી પ્રવાસીઓ નહીં આવે ત્યાં સુધી વેપાર પહેલાં જેવો નહીં થાય. આ ઉપરાંત નેટવર્કની સમસ્યા હોવાના કારણે પ્રવાસીઓને ઓનલાઈન ટિકિટ બૂક કરવામાં મુશ્કેલી પડી રહી છે. અત્યારે તાજમહેલ (Taj Mahal) માં પ્રવાસીઓને ઈન્ટરનેટ કનેક્ટિવિટીની સમસ્યા રહે છે.તાજમહેલ (Taj Mahal)માં કામકરી રહેલા અધિકારીઓ ઝડપથી જ પ્રવાસીઓને આ સમસ્યાથી છૂટકારો મળી જશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે