Lockdown સાથે છેડછાડ, તેથી હાહાકાર, કેમ ન ચાલ્યું 'કેજરીવાલનું મોડલ-5T'?

આજે દિલ્હી માટે સૌથી મોટા સમાચાર છે કે, મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું છે કે, દિલ્હીમાં ફરી લોકડાઉનની કોઇ યોજના નથી? હવે સવાલ થયા છે કે દિલ્હીમાં કોરોના વિસ્ફોટ રોકાશે કેવી રીતે? દિલ્હીમાં કોરોના સંક્રમિતોનો આંકડો આજે 41 હજારને પાર કરી ગયો છે. જ્યારે 15 દિવસ પહેલા એટલે કે અનલોક પહેલા સંક્રમિતોની સંખ્યા લગભગ 20 હજાર હતી. એટલે કે 15 દિવસમાં કોરોના દર્દીઓની સંખ્યા 100 ટકા વધારે થઈ ગઈ છે.
Lockdown સાથે છેડછાડ, તેથી હાહાકાર, કેમ ન ચાલ્યું 'કેજરીવાલનું મોડલ-5T'?

નવી દિલ્હી: આજે દિલ્હી માટે સૌથી મોટા સમાચાર છે કે, મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું છે કે, દિલ્હીમાં ફરી લોકડાઉનની કોઇ યોજના નથી? હવે સવાલ થયા છે કે દિલ્હીમાં કોરોના વિસ્ફોટ રોકાશે કેવી રીતે? દિલ્હીમાં કોરોના સંક્રમિતોનો આંકડો આજે 41 હજારને પાર કરી ગયો છે. જ્યારે 15 દિવસ પહેલા એટલે કે અનલોક પહેલા સંક્રમિતોની સંખ્યા લગભગ 20 હજાર હતી. એટલે કે 15 દિવસમાં કોરોના દર્દીઓની સંખ્યા 100 ટકા વધારે થઈ ગઈ છે.

આજે કોરોના સામે લડતમાં ગૃહમંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની સાથે થયેલી સર્વદળીય બેઠકમાં ટેસ્ટ ફી ઓછી કરવા અને બેડ વધારવાને લઇને મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. પરંતુ સવાલ એ છે કે, કડક પગલા વગર દિલ્હીને કોરોના વિસ્ફોટથી બચાવી શકાય છે?

ઉલ્લેખનીય છે કે, દિલ્હી સહિત દેશભરમાં ઝડપથી વધી રહેલા કોરોના કેસ મામલે અંદાજો લગાવવામાં આવી રહ્યો છે કે, ફરીથી પહેલાની જેમ લોકડાઉન લગાવવામાં આવશે પરંતુ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આ તમામ સમાચારો પર રોક લગાવી દીધા છે અને દિલ્હીમાં ફરીથી લોકડાઉન લગાવવાનો કોઈ ઈરાદો નથી. સીએમ કેજરીવાલે કહ્યું કે, કેટલાક લોકો અંદાજો લગાવી રહ્યાં છે કે, દિલ્હીમાં ફરી એકવાર લોકડાઉન કરવાની યોજના બનાવી રહ્યાં છે પરંતુ એવી કોઈ યોજના નથી.

દિલ્હીમાં 24 કલાકમાં 56ના મોત
આ વચ્ચે દિલ્હીમાં કોરોનાના દર્દીઓનો આંકડો હવે 40 હજારને પાર કરી ગયો છે. તેમાંથી 20 હજારથી વધારે દર્દીઓ તેમના ઘરમાં સરાવાર લઈ રહ્યાં છે. તેમને ફોન દ્વારા જરૂરી દિશા-નિર્દેશ આપવામાં આવી રહ્યાં છે. દિલ્હી સરકાર અનુસાર, છેલ્લા 24 કલાકમાં દિલ્હીમાં કોરોના વાયરસથી 56 લોકોના મોત થયા છે. આ સાથે દિલ્હીમાં અત્યાર સુધીમાં કુલ 1327 લોકોના કોરોના વાયરસથી મોત થયા છે.

દિલ્હીમાં છેલ્લા 24 કલાક દરમિયાન કોરોનાના 1353 ટેસ્ટ થયા છે તેમાંથી 2224 વ્યક્તિ કોરોના પોઝિટિવ આવ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news