ચૂંટણી ટાણે AAP માં આ શું થઈ રહ્યું છે? કેજરીવાલે મૌન તોડ્યું તો સ્વાતિ માલીવાલે જાણો શું કહ્યું?

Swati Maliwal On Arvind Kejriwal Reaction : દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે બુધવારે સ્વાતિ માલીવાલ સાથે 13મી મેના રોજ તેમના નિવાસ સ્થાને થયેલી ગેરવર્તણૂંક અને મારપીટ મામલે મૌન તોડ્યુ છે. સીએમ કેજરીવાલની આ પ્રતિક્રિયા પર આમ આદમી પાર્ટીથી રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટ શેર કરીને પોતાની પ્રતિક્રિયા આપી છે.

ચૂંટણી ટાણે AAP માં આ શું થઈ રહ્યું છે? કેજરીવાલે મૌન તોડ્યું તો સ્વાતિ માલીવાલે જાણો શું કહ્યું?

Swati Maliwal On Arvind Kejriwal Reaction : દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે બુધવારે સ્વાતિ માલીવાલ સાથે 13મી મેના રોજ તેમના નિવાસ સ્થાને થયેલી ગેરવર્તણૂંક અને મારપીટ મામલે મૌન તોડ્યુ છે. આ મામલે સીએમ કેજરીવાલના સહયોગી બિભવકુમારની ધરપકડ થઈ છે અને તેમને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવાયા છે. દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે પોતાના નિવેદનમાં કહ્યું છે કે હાલ મામલો કોર્ટમાં છે અને તેના પર ટિપ્પણીથી કાર્યવાહી પ્રભાવિત થઈ શકે છે. જો કે તેમને નિષ્પક્ષ તપાસની આશા છે. હવે સીએમ કેજરીવાલની આ પ્રતિક્રિયા પર આમ આદમી પાર્ટીથી રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટ શેર કરીને પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે સીએમ કેજરીવાલના નિવેદન અંગે કરાયેલી પીટીઆઈની પોસ્ટ પર રિપ્લાય કરતા લખ્યું કે આખરે આરોપી મુખ્યમંત્રી આ મામલે સ્વતંત્ર અને નિષ્પક્ષ તપાસ ઈચ્છે છે. 

સ્વાતિ માલીવાલે શું કહ્યું?
પોતાની પોસ્ટમાં સ્વાતિ માલીવાલે એ આરોપો અંગે પણ સીએમ અરવિંદ કેજરીવાલ પર કટાક્ષ કર્યો છે જે12 મેની ઘટના બાદ આપ દ્વારા તેમના પર લગાવવામાં આવ્યા હતા. સ્વાતિએ કહ્યું કે "મારા પર નેતાઓ અને સ્વયંસેવકોની આખી સેના તૈનાત કર્યા બાદ, મને ભાજપા એજન્ટ કહેવી, મારા ચરિત્રની હત્યા કરવી, એડિટેડ વીડિયો લીક કરવો, મારી વિક્ટિમ શેમિંગ કરાઈ, આરોપી સાથે ઘૂમ્યા, તેમને ક્રાઈમ સીન પર ફરીથી આવવા દીધા અને પુરાવા સાથે છેડછાડ કરાઈ, આરોપી માટે પોતે રસ્તા પર ઉતરી ગયા, અને હવે મુખ્યમંત્રી સાહેબ જેમના ડ્રોઈંગ રૂમમાં મને પીટવામાં આવી, તેઓ કહી રહ્યા છે કે તેમને આ મામલે નિષ્પક્ષ તપાસ જોઈએ. આનાથી મોટી વિડંબણા શું હશે. હું તેને માનતી નથી. કથની અને કરની એક સમાન હોવી જોઈએ." નોંધનીય છે કે સ્વાતિ માલીવાલ પોતાના પર લાગેલા આરોપોને લઈને સતત એક્સ પર પોતાના જવાબ પોસ્ટ કરી રહ્યા છે. 

— Swati Maliwal (@SwatiJaiHind) May 22, 2024

શું કહ્યું હતું કેજરીવાલે?
દિલ્હીના સીએમ આવાસ પર સ્વાતિ માલીવાલ સાથે થયેલી કથિત મારપીટ મામલાએ હવે રાજકીય રંગ પકડી લીધો છે. આ મામલે ભાજપે પણ આમ આદમી પાર્ટીને ઘેરવાનો એક પણ મોકો છોડ્યો નથી. મંગળવારે દિલ્હીના ઉપરાજ્યપાલ વિનયકુમાર સક્સેનાએ પણ સીએમ કેજરીવાલના મૌન પર સવાલ ઉઠાવ્યો હતો. આખરે 7માં દિવસે સીએમ કેજરીવાલે સ્વાતિ માલીવાલ મામલે ચૂપ્પી તોડતા  કહ્યું કે, 'મામલો હાલ 'કોર્ટમાં વિચારણા હેઠળ' છે અને તેમની ટિપ્પણીથી પ્રક્રિયા પ્રભાવિત થઈ શકે છે. પરંતુ હું આશા કરું છું કે નિષ્પક્ષ તપાસ થશે, ન્યાય થવો જોઈએ. ઘટનાના બે વર્ઝન છે. પોલીસે બંને વર્ઝનની નિષ્પક્ષ રીતે તપાસ કરવી જોઈએ અને ન્યાય થવો જોઈએ.' કેજરીવાલને જ્યારે પૂછવામાં આવ્યું કે ઘટના સમયે શું તેઓ આવાસમાં હાજર હતા તો AAP ના રાષ્ટ્રીય સંયોજકે કહ્યું કે તેઓ આવાસમાં હતા પરંતુ ઘટનાસ્થળે નહતા.  

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news