એ એ એ.... 5 સેકન્ડમાં 5 માળની નેતાજીની ઇમારત ધડામ : ડાઇનામાઇટ લગાવીને ઉડાવી દીધી

મધ્ય પ્રદેશના સાગરમાં જગદીશ હત્યાકાંડના પડઘા સમગ્ર રાજ્યમાં ગુંજી રહ્યા છે... આ વચ્ચે સાગર જિલ્લા પ્રશાસને ભારતીય જનતા પાર્ટીના સસ્પેન્ડેડ નેતા મિશ્રી ચંદ ગુપ્તાની 5 માળની આલિશાન ગેરકાનૂની હોટલ પાંચ સેકન્ડમાં જ ધ્વસ્ત કરી... ભાજપના સસ્પેન્ડેડ નેતા પર 22 ડિસેમ્બરે પોતાની એસયૂવી કારથી જગદીશ યાદવને કચડીને  હત્યા કરી હોવાનો આરોપ છે. વધુ વિગતો માટે વાંચો અહેવાલ. 

એ એ એ.... 5 સેકન્ડમાં 5 માળની નેતાજીની ઇમારત ધડામ : ડાઇનામાઇટ લગાવીને ઉડાવી દીધી

મધ્ય પ્રદેશના સાગરમાં જગદીશ હત્યાકાંડના પડઘા સમગ્ર રાજ્યમાં ગુંજી રહ્યા છે... આ વચ્ચે સાગર જિલ્લા પ્રશાસને ભારતીય જનતા પાર્ટીના સસ્પેન્ડેડ નેતા મિશ્રી ચંદ ગુપ્તાની 5 માળની આલિશાન ગેરકાનૂની હોટલ પાંચ સેકન્ડમાં જ ધ્વસ્ત કરી... ભાજપના સસ્પેન્ડેડ નેતા પર 22 ડિસેમ્બરે પોતાની એસયૂવી કારથી જગદીશ યાદવને કચડીને  હત્યા કરી હોવાનો આરોપ છે... 

BJPના સસ્પેન્ડેડ નેતાની હોટલ ધ્વસ્ત 
60 ડાઇનામાઇટ બોમ્બનો કરાયો ઉપયોગ
મિશ્રી ચંદ ગુપ્તા સામે તંત્રના આકરા પગલાં 
નેતા પર લાગ્યો છે હત્યાનો આરોપ 

ઇન્દોરની વિશેષ ટીમે હોટલને ધ્વસ્ત કરવા માટે 60 ડાઇનામાઇટ બોમ્બનો ઉપયોગ કર્યો હતો... ગણતરીની સેકન્ડોમાં ઇમારત મલબામાં ફેરવાઇ ગઇ... હોટલને ધ્વસ્ત કરવા માટે સાગર જિલ્લા કલેક્ટર દિપક આર્ય, ડીઆઇજી તરુણ નાયક સહિત અન્ય અધિકારીઓ ઉપસ્થિત હતા... 

 

આ દરમિયાન હોટલની આસપાસ વાહનવ્યહાર પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવાયો હતો.. સાથે જ આસપાસ રહેનારા લોકોને પણ સાવચેત કરવામાં આવ્યા હતા... 

ઉલ્લેખનીય છે કે, જગદીશ યાદવની હત્યાનો આરોપ મિશ્રી ચંદ્ર ગુપ્તા અને તેમના પરિવારના સદસ્યો પર લાગ્યો હતો. પોલીસે આ મામલે 8 લોકો વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Zee 24 Kalak (@zee24kalak)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news