ત્રિપોલીમાંથી તુરંત જ નિકળી જાઓ ત્યાર બાદ નહી બચાવી શકીએ: સુષ્મા

છેલ્લા બે અઠવાડીયામાં હિંસામાં લિબિયાની રાજધાની ત્રિપોલીમાં 200થી વધારે લોકોનાં જીવ ગયા છે

ત્રિપોલીમાંથી તુરંત જ નિકળી જાઓ ત્યાર બાદ નહી બચાવી શકીએ: સુષ્મા

નવી દિલ્હી : વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે શુક્રવારે કહ્યું કે, 500થી વધારે ભારતીય લીબિયાની રાજધાની ત્રિપોલીમાં ફસાયેલા છે અને તેમને સલાહ આપવામાં આવી છે કે તેઓ તુરંત શહેર છોડી દે. ત્રિપોલીમાં હિંસા દરમિયાન મંત્રીએ કહ્યું કે, લીબિયન રાજધાનીમાં ફસાયેલા ભારતીય જો તુરંત જ નહી નિકળે તો ત્યારબાદ તેમને ત્યાંથી કાઢવાની શક્યતા નથી.

— Chowkidar Sushma Swaraj (@SushmaSwaraj) April 19, 2019

— Chowkidar Sushma Swaraj (@SushmaSwaraj) April 19, 2019

ત્રિપોલીમાં 200થી વદારે લોકો ઠાર મરાયા છે.
સંયુક્ત રાષ્ટ્ર સમર્થીત વડાપ્રધાન ફાયેઝ અલ સરાઝને સત્તાથી બેદખલ કરવા માટે લીબિયન સેનાના કમાન્ડર ખલીફા હફ્તારના સૈનિકોએ એક હુમલો કર્યો હતો અને છેલ્લા બે અઠવાડીયાથી હિંસામાં ત્રિપોલીમાં 200થી વધારે લોકો ઠાર મરાઇ ચુક્યા છે. હજી પણ પરિસ્થિતી વણસવાની સ્થિતી સર્જાઇ શકે છે.

સ્વરાજે ટ્વીટ કરીને કહ્યું કે, લીબિયાથી મોટા પ્રમાણમાં લોકોના જવા અને યાત્રા પ્રતિબંધ પ્રતિબંધ બાદ પણ ત્રિપોલીમાં 500થી વધારે ભારતીય નાગરિકો છે. ત્રિપોલીસમાં પરિસ્થિતી ઝડપથી બગડી રહી છે. હાલમાં ઉડ્યનોનું સંચાલન થઇ રહ્યું છે. તેમણે પોતાનાં ટ્વીટર હેન્ડલ પર કહ્યું કે, કૃપા તમારા સંબંધીઓ અને મિત્રોને તુરંત જ ત્રિપોલી છોડવા માટે કહ્યું. હુમલા બાદ તેમને ત્યાંથી કાઢવા શક્ય નહી બને.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news